ઐસા દેશ હૈ મેરા: હાલ સ્કૂલ છોડી તો નહી મળે ક્યાંય પણ નોકરી - શિક્ષકો માટે મુસીબત

Teacher
Teacher
Last Modified શુક્રવાર, 4 સપ્ટેમ્બર 2020 (13:29 IST)
રાજ્યમાં સતત કોરોના વાયરસના કેસ ચિંતાનો વિષય બન્યો છે. બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા અનલોક 4ની લાઇડલાઇન પણ જાહેર કરવામાં આવી છે. તે મુજબ અનુસાર લોકોને ઘણા પ્રકારની રાહતો આપવામાં આવી છે. ધાર્મિક સ્થાનો અને બગીચા ખોલવાની પરવાનગી આપવામાં આવી છે. દુકાનદારોને પણ 24 કલાક દુકાન ખોલવાની પરવાનગી મળી ગઇ છે, પરંતુ કોરોના મહામરીના દુષ્પ્રભાવથી વિદ્યાર્થીઓને બચાવવા માટે અને તેમના હિત અને સ્વાસ્થ્યના ધ્યાનમાં રાખતાં રાજ્ય સરકારે પણ અત્યાર સુધી સ્કૂલ અને કોલેજો ખોલવા અંગે કોઇ નિર્ણય લીધો નથી. વિદ્યાર્થીઓને હજુ પણ ઓનલાઇન અભ્યાસ કરવાની સૂચના આપવામાં આવી છે.

જે શિક્ષક ઓછા પગારના કારણે એક સ્કૂલમાંથી બીજી સ્કૂલમાં કામ શોધી રહ્યા છે, તેમના માટે ખરાબ સમાચાર છે. કોરોના મહામારી હાલમાં શિક્ષક એક સ્કૂલ છોડીને બીજી સ્કૂલમાં જોડાઇ શકશે નહી. તમામ ખાનગી સ્કૂલોના મેનેજમેન્ટએ આંતરિક રૂપથી નિર્ણય લીધો છે કે સ્કૂલમાં નિકાળવામાં આવેલા શિક્ષકને અન્ય સ્કૂલો દ્વારા કામ પર રાખવામાં આવશે નહી.

ઘણી સ્કૂલોમાં કોરોના મહામારી દરમિયાન, શિક્ષકોને પગારમાં 40 ટકાથી વધુનો ઘટાડો કરવામાં આવ્યો છે. જેના કારણે શિક્ષક પણ સ્કૂલ મેનેજમેન્ટ તરફથી નારાજ છે. અને આ સ્થિતિમાં જો શિક્ષક સ્કૂલ છોડે છે તો સ્કૂલ વહીવટીતંત્રને ફરીથી નવી સિસ્ટમમાં ફરી એકવાર શિક્ષકને ટ્રેન કરવો પડે છે. પરિણામસ્વરૂપ સ્કૂલ મેનેજમેન્ટ તે શિક્ષકોને નોકરી પર નહી રાખવાનો નિર્ણય કર્યો છે. જેમણે અન્ય સ્કૂલોમાં પોતાની નોકરી છોડી દીધી છે.

વિદ્યાર્થીઓના માતા પાસે કોરોના મહામારી વચ્ચે ઓનલાઇન શિક્ષણ માટે અત્યાર સુધી મેનેજમેન્ટ અલગ અલગ પ્રકારે ફી વસૂલી રહ્યું છે. ફીના કારણે ઘણી સ્કૂલોએ વિદ્યાર્થીઓના ઓનલાઇન ક્લાસ પણ બંધ કરાવી દીધા હતા. આ ઉપરાંત જો ફી ના ભરી તો માતા પિતાને વિદ્યાર્થીનું એડમિશન રદ કરવાની વાત કરવામાં આવી છે. ત્યારબાદ મેનેજમેન્ટએ શિક્ષકો વિરૂદ્ધ આ નવી નીતિને અપનાવી છે જેથી શિક્ષક સ્કૂલ છોડી શકશે નહી.

મહત્વપૂર્ણ છે કે ખાનગી સ્કૂલોના શિક્ષકોનું કોઇ સંગઠન નથી. આ કારણે તે પોતાના વિરૂદ્ધ થનાર કોઇપણ અન્યાયનો ખુલીને વિરોધ કરી શકતા નથી. બીજી તરફ ખાનગી સ્કૂલોના મેનેજમેન્ટનું પોતાનું એક મોટું સંગઠન છે. તેના કારણે તે કોઇપણ નિર્ણયને સરળતાથી અમલમાં લાવી શકે છે.


આ પણ વાંચો :