શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 2 સપ્ટેમ્બર 2020 (13:20 IST)

ગુજરાતમાં પ્રથમવાર 5.54 લાખ વ્યક્તિ ક્વોરેન્ટાઇન હેઠળ

ગુજરાતમાં હવે પ્રથમવાર ક્વોરેન્ટાઇન હેઠળની વ્યક્તિનો આંક ૫.૫૪ લાખને પાર થયો છે. હાલ ૫,૫૪,૨૦૫ વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઇન-૪૮૦ વ્યક્તિ ફેસિલિટી ક્વોરેન્ટાઇનમાં એમ કુલ ૫,૫૪,૬૮૫ વ્યક્તિ ક્વોરેન્ટાઇન હેઠળ છે. અમદાવાદમાં કોરોનાના દૈનિક કેસ ભલે ૨૦૦થી ઓછા સામે આવતા હોય પણ ક્વોરેન્ટાઇન રહેનારી વ્યક્તિના આંકમાં સતત વધારો થઇ રહ્યો છે. અમદાવાદમાં હાલ ૨,૮૪,૧૬૨ વ્યક્તિ ક્વોરેન્ટાઇન હેઠળ છે. આમ, ગુજરાતમાં કુલ જેટલી વ્યક્તિ ક્વોરેન્ટાઇન હેઠળ છે તેમાંથી અડધોઅડધ અમદાવાદમાંથી છે.સૌથી વધુ વ્યક્તિ ક્વોરેન્ટાઇન હેઠળ હોય તેમાં અમરેલી ૬૧૮૩૮ સાથે બીજા, ભરૃચ ૩૮૧૭૪ સાથે ત્રીજા,સુરત ૩૭૫૦૯ સાથે ચોથા,નવસારી ૨૭૫૬૨ સાથે પાંચમાં સ્થાને છે. દેવભૂમિ દ્વારકામાંથી સૌથી ઓછી ૪ વ્યક્તિ ક્વોરેન્ટાઇનમાં છે. આ સિવાય અન્ય જિલ્લાઓ કે જ્યાં સૌથી ઓછી ક્વોરેન્ટાઇન હેઠળ છે તેમાં ૧૩૧ સાથે વલસાડ, ૩૫૩ સાથે તાપી, ૩૬૯ સાથે અરવલ્લી, ૩૮૧ સાથે મોરબી, ૪૮૦ સાથે મહીસાગરનો સમાવેશ થાય છે. ગુજરાતમાં બરાબર એક સપ્તાહ અગાઉ ૨૫ ઓગસ્ટના ૪.૭૬ લાખ વ્યક્તિ ક્વોરેન્ટાઇન હેઠળ હતી.