શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 28 ઑગસ્ટ 2020 (12:54 IST)

મેક્સિકો અને બ્રાઝિલમાં ધમણ-3 વેન્ટિલેટરને એક્સપોર્ટ કરાશે

કોરોના મહામારીમાં રાજ્યમાં ધમણ-3 વેન્ટિલેટરને લઈને આ મુદ્દો ખુબ જ ગાજ્યો હતો. રાજકોટના ધમણ-3 વેન્ટિલેટર અનેક વિવાદોમાં સપડાયા બાદ તેના પર એક RTI કરવામાં આવી હતી. આજે આ RTIના જવાબમાં જ્યોતિ સીએનસી દ્વારા એક નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. ધમણ – 3 મુદ્દે જ્યોતિ CNCના માલિક પરાક્રમસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે રાજકોટના “ધમણ – 3’ને લઈને આરટીઆઈમાં ખોટું અર્થઘટન કરવામાં આવ્યું છે. ધમણ – 3ને કેન્દ્રએ મંજૂર કર્યાનો પણ દાવો તેમના નિવેદનમાં કર્યો છે. તેમણે જણાવ્યું કે રાજકોટનું ધમણ-3 તેના પરીક્ષણમાં પણ પાસ થયેલ છે, પરંતુ તેના પાછળ બીજો હેતું છે. ધમણ-3થી ઈમ્પોર્ટડ લોબી ખુશ નહોતી, જેના કારણે વિવાદોમાં સપડાયું છે. અમને 5000 ધમણ – 3 ખરીદવાનો ઓર્ડર પણ મળ્યો છે. રાજકોટમાં ધમણ 3 અંગે સામે આવેલી RTI પર જ્યોતિ સીએનસી દ્વારા મોટો ખુલાસો કરવામાં આવ્યો છે. જ્યોતિ CNCના માલિક પરાક્રમસિંહ જાડેજાએ મીડિયા સમક્ષ આજે એક પ્રેસ કોન્ફરન્સ કરીને પોતાનું નિવેદન આપ્યું છે. તેમાં તેમણે જણાવ્યું હતું કે, રાજકોટમાં નિર્મિત ધમણ-3 વેન્ટિલેટર તમામ પરીક્ષણમાં પાસ થયું છે. વેન્ટિલેટર સીમિત સંખ્યામાં હતા, માટે એ ચિંતાજનક સ્થિતિ હતી. આ સમયે જ્યોતિ CNC એ ધમણ વેન્ટિલેટર બનાવવા વિચારણા કરી છે. લોકડાઉન દરમિયાન 150 લોકોની ટીમ સાથે મળીને અમે વેન્ટિલેટર બનાવવાની શરૂઆત કરી હતી. કરોડો રૂપિયાના વેન્ટિલેટરના ઓર્ડરની શક્યતા હતી, પરંતુ એમને આ ઓર્ડર ન મળતા ખોટો મેસેજ પાસ થયો છે. ધમણ-1 માં કોઈ ખામી ન હતી. ધમણ-3 વેન્ટિલેટર માટે જે વિવાદો ઉભા કરવામાં આવ્યા, તેમાં પણ ધમણ-3 પાસ થઇ ચૂક્યું છે. 5000 વેન્ટિલેટરનો ઓર્ડર જ્યોતિ CNCને મળ્યો છે. રાજકોટના ધમણ-3 વેન્ટિલેટરને લઈને થયેલી RTIમાં એવો ઉલ્લેખ ન હતો કે, ધમણ-3 ફેલ ગયું છે. અમારું ધમણ 3 આજે ફૂલી ટ્રાયલમાં પાસ થયું છે. રાજકોટ અને મોરબીનો ઉદ્યોગોમાં તમામ બાબત શક્ય છે. જ્યોતિ CNC વિરુદ્ધ ધમણ-1 ને ફેલ કરવા લોકોએ પ્રયત્ન કર્યા હતા. આગામી 2થી 3 મહિનામાં 5000 ધમણ-3 વેન્ટિલેટર તૈયાર કરી સરકારને આપવામાં આવશે. હાલ 1200 જેટલા ધમણ-1 ભારતમાં કાર્યરત છે. મેક્સિકો અને બ્રાઝિલમાં પણ ધમણ વેન્ટિલેટરને એક્સપોર્ટ કરવામાં આવશે.