Festival Posters

ધમણ વેન્ટીલેટરના વિવાદ વચ્ચે કોંગ્રેસના નેતાઓ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા

મંગળવાર, 26 મે 2020 (13:26 IST)
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ કાબૂ બહાર જઇ રહી છે. ગુજરાતમાં દરરોજ 300થી વધુ કેસો છેલ્લા 27 દિવસથી નોંધાઈ રહ્યાં છે. તેમાં પણ સૌથી વધુ કેસો અમદાવાદમાં નોંધાય છે. સાથોસાથ રાજ્યમાં દરરોજ નોંધાતા મોતમાં પણ સૌથી વધારે મોત અમદાવાદમાં થાય છે. તેમાંપણ મોટાભાગના મોત સિવિલ હોસ્પિટલમાં થતા હોવાના અહેવાલો પણ આવ્યા છે. ત્યારે આજે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષના નેતા પરેશ ધાનાણી સહિતના કોંગ્રેસના ધારાસભ્યો સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતાં અને સિવિલની સ્થિતિ અંગે ચર્ચા કરી રહ્યાં છે. સિવિલ હોસ્પિટલમાં હાલ ખૂબ જ ખરાબ સ્થિતિ હોવાની વાતે રાજ્યભરમાં ચર્ચા જગાવી છે અને હવે ધમણ-1 વેન્ટિલેટરને લઇને રાજકારણ પણ ગરમાયું છે. આજે સિવિલ હોસ્પિટલની મુલાકાતે ગયેલા કોંગ્રેસના નેતાઓએ સિવિલમાં સ્પેશિયલ ઓફિસર તરીકે નિમાયેલા એમ.એમ. પ્રભાકર સાથે મુલાકાત કરી હતી અને હોસ્પિટલની હાલની સ્થિતિ અંગે ચર્ચા કરી હતી. કોંગ્રેસના નેતાઓએ 1200 બેડની કોવિડ હોસ્પિટલની મુલાકાત માટે જવા દેવા આવે તેવી વાત કરી હતી. જોકે હાઈ રિસ્કરના કારણે તેમને ત્યાં ન જવા દેવા આવે તેવુ હાલ જાણવા મળ્યું છે.  

વધુ જુઓ..

World Liver Day: કયા પરિબળો લીવરને નુકસાન પહોંચાડી શકે છે, અને કયા લક્ષણો તાત્કાલિક સાવધાની રાખવા જોઈએ?

અળસીનું પાણી પીવાથી શું થાય છે ? જાડાપણું ઓછી કરવા માટે નથી અનેક સમસ્યાઓને દૂર કરવામાં મદદગાર

ચા પીધા પછી તરત જ પાણી પીવું છે ખતરનાક, શરીર પર શું અસર પડે છે જાણો આની પાછળનાં કારણ

અક્ષય તૃતીયાના શુભ દિવસે જન્મેલા બાળકો ભાગ્યશાળી હોય છે. લક્ષ્મી અને કુબેરના આશીર્વાદ મેળવવા માટે આ ખાસ અને અનોખા નામ પસંદ કરો

Khaman Dhokla- બજાર જેવા સ્પંજી ખમણ, ઘરે બનાવવાની સરળ રેસીપી

વધુ જુઓ..

ગુજરાતી જોક્સ - ચા બનાવો

રણવીર અને દીપિકા ફરી માતા-પિતા બનવાના છે; પુત્રી દુઆ સાથે સુંદર અંદાજમાં બીજી ગર્ભાવસ્થાની પુષ્ટિ કરો

ધૂમધામથી કર્યા હતા લગ્ન, પછી 2 વર્ષમાં જ ફુસ્સ થયો પ્રેમ, હવે અભિનેત્રીએ બતાવી સંબંધોની કડવી હકીકત

Bhooth Bangla review: ભય ઓછો, હાસ્ય વધુ, અક્ષયને મળ્યો અસરાની-પરેશ અને રાજપાલનો સહારો, વાર્તા લંબાવી પણ ભરપૂર છે કોમેડી

ગુજરાતી જોક્સ - હારમોનિયમના અવાજથી

આગળનો લેખ
Show comments