શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત ન્યુઝ
  3. અમદાવાદ ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 25 મે 2020 (15:46 IST)

એએમસીનો કોરોનાથી મૃત્યુ પામેલા શિક્ષકના પરિવારનો ટેસ્ટ કરવાનો ઈન્કાર

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ફરીવાર વિવાદમાં આવ્યું છે. શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં રહેતા શિક્ષકનું ચારેક દિવસ પહેલાં કોરોના વાયરસના સંક્રમણને કારણે મોત થયું હતું. ત્યારે તેમના પરિવારના દરેક સભ્યને કોરોનાના કોઈને કોઈ લક્ષણ હોવા છતાં તેઓને ટેસ્ટ માટે કોર્પોરેશન તરફથી ટેસ્ટ માટે ચોખ્ખી ના પાડી દેવામાં આવી છે અને જો બહુ હોય તો દવાખાનામાં દાખલ થઈ જાઓ તેવો ઉડાઉ જવાબ આપ્યો હતો.