Webdunia - Bharat's app for daily news and videos

Install App

IPL 2020, CSK vs RCB : ગાયકવાડની વિસ્ફોટક રમત, ચેન્નઈએ આરસીબીને 8 વિકેટ થી હરાવ્યુ

સોમવાર, 26 ઑક્ટોબર 2020 (05:40 IST)
ઈંડિયન પ્રીમિયર લીગ(આઈપીએલ)2020ના 44મી મેચમાં રવિવારે ચેન્નઈ સુપર કિંગ્સએ રૉયલ ચૈલેંજર્સ બેંગલુરુને 8 વિકેટથી હરાવ્યુ. ચેન્નઈની જીતમાં ઋતુરા ગાયકવાડે મોટી ભૂમિકા ભજવી 
 
આરસીબી તરફથી ફક્ત ચહલ અને મોરિસે વિકેટ લીધી 
 
આરસીબીની બોલિંગ  ચેન્નઈ સામે કોઈ ખાસ પ્રભાવ નાખી શકી નહી. શરૂઆતથી જ ચેન્નઈના બેટ્સમેનોએ આરસીબીના બોલરોનો સરળતાથી સામનો કર્યો.  અને રન બનાવ્યા. આરસીબી તરફથી ચહલ અને મોરીસે એક-એક વિકેટ ઝડપી હતી. 
 
ચેન્નઈ આરસીબીને હરાવીને પોઇન્ટ ટેબલમાં 7 મા સ્થાને પહોચ્યુ 
ચેન્નઈની ટીમ આરસીબીને હરાવીને પોઇન્ટ ટેબલમાં 7મા  સ્થાન પર પહોંચી ગઈ છે. 11 મેચોમાં 4 જીત બાદ ચેન્નાઈને 8 પોઇન્ટ મળ્યા છે. સતત 3 મેચ હાર્યા બાદ ચેન્નાઈની ટીમને પહેલી જીત મળી છે. આ જીત સાથે ચેન્નઈની પ્લેઓફમાં પહોંચવાની આશા થોડી મજબૂત થઈ છે. જોકે ચેન્નઇને હજુ ઘણો સંઘર્ષ કરવાનો છે. 
 
ચેન્નઈની જીતમાં ઋતુરાજ ગાયકવાડે મોટી ભૂમિકા ભજવી હતી. ગાયકવાડે 51 બોલમાં 3 છગ્ગા અને 4 ચોગ્ગાની મદદથી અણનમ 65 રન બનાવ્યા હતા. કેપ્ટન ધોની તેની સાથે 21 બોલમાં 3 ચોગ્ગાની મદદથી 21 રને અણનમ રહ્યો. ચેન્નાઇએ આરસીબીના લક્ષ્યાંકને 18 ઓવર અને 4 બોલમાં બે વિકેટ ગુમાવ્યા બાદ 150 રન બનાવીને પૂર્ણ કર્યો હતો. આરસીબીએ પ્રથમ રમતમાં 145 રન બનાવ્યા હતા. ગાયકવાડે  સિક્સર ફટકારીને ચેન્નઈને જીત મેળવી હતી. ડુપ્લેસીસે 13 બોલમાં બે ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 25 રન બનાવ્યા હતા. રાયડુએ પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું અને 3 બોલમાં 3 ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 27 બોલમાં 39 રન બનાવ્યા હતા.

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

આજનો સ્પેશિયલ જોક

ગુજરાતી જોક્સ - 1. પત્નીનો વિશ્વાસ

ગુજરાતી જોક્સ - પહેલી રાત્રે પત્નીને ઈમ્પ્રેસ કરવા ગયો, પણ પોતે જ ફસાઈ ગયો

કોકટેલ 2 સિનેમાઘરોમાં 19 જૂનના રોજ થઈ રિલીઝ, જાણો કેવી છે શાહિદ કપૂર, રશ્મિકા મંદાના અને કૃતિ સેનનની ફિલ્મ

ગુજરાતી જોક્સ -દારૂ પીવાવાળા

આગળનો લેખ
Show comments