શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. આઈપીએલ 2020
Written By
Last Modified: બુધવાર, 21 ઑક્ટોબર 2020 (23:45 IST)

IPL 2020, KKR vs RCB: મોહમ્મદ સિરાજનો કહેર, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની કોલકાતા નાઈટ રાઇડર્સ સામે મોટી જીત

ઝડપી બોલરો મોહમ્મદ સિરાજ અને લેગ-સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલે નાના સ્કોર પર કોલકાતા નાઈટ રાઇડર્સ (KKR) ને અટકાવ્યા બાદ બુધવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) એ 39 બોલ બાકી રહેવા સાથે આઠ વિકેટનો મોટો વિજય નોંધાવી આઈપીએલ પ્લે ઓફમાં જવા તરફ મજબૂત પગલાં ભર્યા  છે, 
 
કેકેઆરએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા આઠ વિકેટ પર 83 રન બનાવ્યા જે તેમનો બીજો સૌથી નીચો સ્કોર છે. આરસીબીએ 13.3 ઓવરમાં બે વિકેટે 85 રન બનાવીને સાતમી જીત નોંધાવી હતી. હવે તે 14 પોઇન્ટ સાથે દિલ્હી કેપિટલ્સ પછી બીજા સ્થાને પહોંચી ગયુ  છે. કેકેઆરએ 10 મેચ પણ રમી છે, પરંતુ આ તેમની પાંચમી હાર છે. તે ચોથા સ્થાને છે.
 
કોલકાતાનું શર્મનાક પ્રદર્શન: 
 
ટોસ જીતીને પહેલા બેટિંગ કરનાર કોલકાતાની ટીમે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને માત્ર 84 રન બનાવ્યા. આરસીબીના બોલરો સામે કોલકાતાની બેટિંગ લાઇનઅપ સંપર્ણ રીતે ધરાશાયી થઈ. કેપ્ટન ઇયોન મોર્ગન સિવાય અન્ય બેટ્સમેનોનું આજે ખૂબ જ નબળું પ્રદર્શન જોવા મળ્યું. ઓપનર બોટ્સમેન શુભમન ગિલ અને રાહુલ ત્રિપાઠી માત્ર 1-1 રન બનાવી પેવેલિયન ભેગા થયા. ગિલને નવદિપ સૈનીએ તો ત્રિપાઠીને મોહમ્મદ સિરાજે આઉટ કર્યો.
 
 
3 રન પર 3 વિકેટ 
 
ત્યાર બાદ નીતીષ રાણા ખાતું ખોલ્યા વગર આઉટ થયો. રાણાને પણ સિરાજે આઉટ કર્યો. આમ માત્ર 3 રનના સ્કોર પર કોલકાતાની 3 વિકેટ પડી. ત્યાર બાદ ટોમ બન્ટોન 10 રન અને દિનેશ કાર્તિક માત્ર 4 રન બનાવી આઉટ થયા. કાર્તિકને ચહલે lbw આઉટ કર્યો. કાર્તિકના ગયા પછી પેટ કમિન્સ પણ 4 રન બનાવી પેવેલિયન ભેગો થયો. કુલદીપ યાદવ માત્ર 12 રન બનાવી રન આઉટ થયો. જ્યારે કેપ્ટન ઇયોન મોર્ગને 34 બોલમાં 30 રન બનાવ્યા. જેમાં 3 ચોગ્ગા અને 1 છગ્ગો સામેલ છે. મોર્ગનની વિકેટ સુંદરે લીધી. લુકી ફર્ગ્યુસન 19 રન બનાવી અંતે નોટઆઉટ રહ્યો. આમ, કોલકાતાની ટીમે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 84 રન બનાવ્યા.