સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. આઈપીએલ 2020
Written By
Last Modified: સોમવાર, 19 ઑક્ટોબર 2020 (21:01 IST)

IPL 2020 CSK vs RR Live Score: ચેન્નઈને હવે ધોની-જડેજાની આશ, ચાર વિકેટ ગુમાવી

ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ અબુધાબીના શેખ ઝાયદ સ્ટેડિયમ ખાતે રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2020 ની 37 મી મેચમાં રાજસ્થાન રોયલ્સ સામે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ મેચમાં જીતવું બંને ટીમો માટે પ્લે ઓફ રેસમાં રહેવા માટે  ખૂબ જ મહત્વપૂર્ણ છે.
 
ચેન્નઇએ તેમની ટીમમાં બે ફેરફાર કર્યા છે. ઈજાગ્રસ્ત ડ્વેન બ્રાવોના સ્થાને જોશ હેઝલવુડને અને  કરણ શર્માની જગ્યાએ પિયુષ ચાવલાને અંતિમ પ્લેઇંગ ઇલેવનમાં  સ્થાન આપ્યું હતું. રોયલ્સએ જયદેવ ઉનાડકટની જગ્યાએ અંકિત રાજપૂતને સ્થાન આપ્યુ છે. 
 
ચેન્નઇએ તેમની અત્યાર સુધી રમાયેલી 9 મેચમાંથી ત્રણ મેચમાં જીત મેળવી છે, જ્યારે તે 6 મેચમાં હાર્યુ  છે. સાથે જ રાજસ્થાન પણ 9 માંથી ફક્ત ત્રણ મેચમાં જ જીત નોંધાવવામાં સફળ રહ્યું છે. આ રીતે, બંને ટીમોના 6-6 પોઇન્ટ છે, પરંતુ નેટ રન રેટના આધારે ચેન્નઈ પોઇન્ટ ટેબલમાં સાતમા ક્રમે છે અને રાજસ્થાન અંતિમ સ્થાને છે