suvichar

Ukdiche Modak Recipe - ઉકડીચે મોદક (બાફેલા મોદક) રેસીપી

Updated: મંગળવાર, 15 સપ્ટેમ્બર 2026 (11:51 IST)
Ukdiche Modak Recipe
ઉકડીચે મોદક (બાફેલા મોદક) ભગવાન ગણેશના અતિ પ્રિય ગણાય છે. તેને ઘરે બનાવવાની વિધિ નીચે મુજબ છે 

ALSO READ: Chocolate Modak - ગણપતિ બાપ્પાને ધરાવો ચોકલેટી મોદક
 
સામગ્રી - પૂરણ (સ્ટફિંગ) માટે:
છીણેલું તાજું નાળિયેર: 2  કપ
છીણેલો ગોળ: 1  કપ
એલચી પાવડર: 1 નાની ચમચી
ખસખસ: 1  નાની ચમચી
જાયફળ પાવડર: 1/4  નાની ચમચી
ઘી: 1 મોટો ચમચો
કણક (આવરણ) માટે:
ચોખાનો લોટ: 2 કપ
પાણી: 2   કપ
ઘી: 1 નાની ચમચી
મીઠું: 1/4 નાની ચમચી
 
બનાવવાની રીત - 
 
1 . પૂરણ તૈયાર કરવાની રીત:
 
એક કઢાઈમાં ૧ મોટો ચમચો ઘી ગરમ કરો. તેમાં ખસખસ ઉમેરી થોડી સેકન્ડ સાંતળો. ત્યારબાદ તેમાં છીણેલું નાળિયેર અને ગોળ ઉમેરો.
ધીમા તાપે ગોળ ઓગળે ત્યાં સુધી મિશ્રણને સતત હલાવતા રહો. ગોળ ઓગળીને મિશ્રણ થોડું ઘટ્ટ થાય એટલે તેમાં એલચી પાવડર અને જાયફળ પાવડર ઉમેરીને ગેસ બંધ કરી દો. પૂરણને ઠંડુ થવા દો.
 
2. ચોખાનો લોટ બાંધવાની રીત:
 
એક વાસણમાં 2 કપ પાણી, 1 નાની ચમચી ઘી અને મીઠું ઉમેરીને ઉકાળો. પાણી ઉકળે એટલે ગેસ ધીમો કરી તેમાં ચોખાનો લોટ ઉમેરીને વેલણ કે ચમચા વડે ઝડપથી મિક્સ કરી લો. ગેસ બંધ કરી વાસણ પર ઢાંકણ ઢાંકીને 4-5 મિનિટ માટે વરાળમાં રહેવા દો.  હવે આ ગરમ લોટને એક મોટા વાસણમાં કાઢી, હાથમાં થોડું ઘી કે પાણી લગાવીને સારી રીતે મસળીને એકદમ સોફ્ટ (નરમ) લોટ બાંધી લો.

ALSO READ: Ganesh Chaturthi Prasad -ગણેશજીનો પ્રિય પ્રસાદ Modak Recipe
 
3. મોદક વાળવાની અને બાફવાની રીત:
 
બાંધેલા લોટમાંથી નાના લુઆ બનાવો. હાથની આંગળીઓની મદદથી અથવા પૂરીની જેમ વણીને વાટકી જેવો આકાર આપો.
 
તેની વચ્ચે 1-2  ચમચી તૈયાર કરેલું પૂરણ મૂકો.
 
પૂરીની કિનારીઓ પર આંગળીઓથી કળીઓ (પ્લીટ્સ) બનાવો અને બધી કળીઓને ઉપર ભેગી કરીને બંધ કરી મોદકનો આકાર આપો. (તમે મોદકના બીબાં/સાંચાનો પણ ઉપયોગ કરી શકો છો). સ્ટીમરમાં પાણી ગરમ કરવા મૂકો. કાણાંવાળી પ્લેટ પર ભીનું સુતરાઉ કાપડ અથવા કેળનું પાન મૂકી તેના પર ઘી લગાવો. બધા મોદકને સ્ટીમરમાં મૂકીને મધ્યમ તાપે 10 થી 12  મિનિટ સુધી વરાળમાં બાફી લો. તૈયાર થયેલા ગરમાગરમ ઉકડીચે મોદક પર થોડું ઘી ઉમેરીને ભગવાન ગણેશને ભોગ ધરાવો.

વધુ જુઓ..

કાશ... પહેલા ખબર હોત, વય ઘટાડવા માટે એક્સપર્ટએ બતાવ્યા 6 ઉપાય, લાંબુ અને સ્વસ્થ જીવનના રહસ્ય

ગણેશોત્સવમાં પ્રસાદ માટે અથવા ઉપવાસમાં ખાવા માટે ઉત્તમ વિકલ્પ 'માવા મખાના ખીર'

ગણપતિ બાપ્પાના સ્વાગત માટે 3 પ્રકારના ચોકલેટ મોદકની રેસિપી

કેવડા ત્રીજ પર ગ્લેમરસ લુક મેળવવા માટે અજમાવો આ ખાસ મેકઅપ કરવાની રીત

ગણેશોત્સવ માટે ખાસ નૈવેદ્ય: મોઢામાં મૂકતાં જ ઓગળી જાય એવો કેળા-બેસનનો હલવો Banana Besan Halwa

વધુ જુઓ..

Rishi Panchami 2026 Date : ઋષિ પંચમી (સામા પાંચમ) વ્રત ક્યારે છે ? જાણો શુભ મુહૂર્ત અને પૂજા વિધિ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 15 સપ્ટેમ્બર, 2026

Rishi Panchami 2026 - ઋષિ પંચમી વ્રત કેમ ઉજવાય છે, જાણો ઋષિ પંચમી વ્રતમાં શુ ખાવુ અને શુ ન ખાવુ ?

ગણપતિ બાપ્પાના સ્વાગત માટે 3 પ્રકારના ચોકલેટ મોદકની રેસિપી

માતા પાર્વતીની આરતી

આગળનો લેખ
Show comments