Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

Gir Somnath News - ગીર-સોમનાથ જિ.પ.ના ઉપ પ્રમુખે નોંધાવી અપક્ષ ઉમેદવારી, ભાજપમાં ભડકો

Updated: શુક્રવાર, 17 નવેમ્બર 2017 (12:15 IST)
ભાજપ ઉમેદવારોની યાદી જાહેર કરે તે પહેલાં જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખ બાબુ પરમારે  ગુરૂવારે વિધિવત રીતે ચૂંટણી અધિકારી સમક્ષ ઉમેદવારી પત્ર રજુ કર્યું હતું. અગાઉ તેમણે આયાતી ઉમેદવારોના સ્થાને સ્થાનિક કાર્યકરોને ટિકિટ આપવામાં આવે તેવા માગ કરી હતી પરંતુ કોઇ યોગ્ય ઉત્તર નહીં મળતા તેમણે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે.  બાબુ પરમાર ઉપરાંત જિલ્લામાંથી ભાજપના મહામંત્રી સહિતના 12 દાવેદારો અપક્ષમાં જોડાયા છે. જેના કારણે  ભાજપમાં જે ઉથલ પાથલ થઇ છે

તેની અસર વિધાનસભાની ચૂંટણીમાં  જોવા મળશે અને પક્ષને નુક્સાન પણ થઇ શકે છે. બાબુ પરમારે જણાવ્યું હતું કે, તાલાલા વિધાનસભા બેઠક પર સ્થાનિક કાર્યકરોની માગ હોવા છતાં પણ પાર્ટી તરફથી આયાતી ઉમેદવારોને ટિકિટ ફાળવવામાં આવે છે, આ અંગે મે પાર્ટીમાં રજૂઆત કરી હતી, પરંતુ મને યોગ્ય પ્રત્યુત્તર મળ્યો ન હોવાથી મે અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી છે.  ગીર-સોમનાથના જિલ્લા પ્રમુખ ઝવેરી ઠકરારે જણાવ્યું કે, તેમને કોઇ સત્તાવાર માહિતી ન હોવાનું જણાવી આ બાબતે બાબુ પરમાર સાથે વાટાઘાટો કરવામાં આવશે તેમ કહ્યું હતું.

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

HBD Big B - અમિતાભ બચ્ચને બાળપણમાં સાઈકલ ચલાવવી હતી ખૂબ પસંદ, જીદ કરતા પડ્યો હતો માર

સિદ્ધિ માતાનું મંદિર

નાના પાટેકરનો અંતિમ સંસ્કાર અડધી રાત્રે કેમ થયો ? પુત્રએ જણાવ્યુ કારણ

નાના પાટેકરના 10 દમદાર ડાયલોગ્સ, સિનેમા જગતમાં રહેશે અમર, થિયેટર્સમાં ખૂબ વાગી હતી સીટીઓ

મુંબઈ નહી, પુણે સ્થિત ડોંજે ગામમાં થશે નાના પાટેકરનો અંતિમ સંસ્કાર, પોસ્ટમોર્ટમ પછી પરિવારને સોંપવામાં આવશે પાર્થિવ શરીર

આગળનો લેખ
Show comments