સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 17 નવેમ્બર 2017 (11:08 IST)

રાહુલની બદલાયેલી ઈમેજથી ગભરાયા છે પીએમ - શરદ પવાર

રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી પ્રમુખ શરદ પવારે આરોપ લગાવ્ય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની બદલાયેલી છબિથી ગભરાય ગયા છે અને તેથી ભાજપા ગાંધી પરિવારને બદનામ કરવા માટે બોફોર્સ જેવા જૂના મુદ્દા ઉઠાવી રહી છે. તેમને દાવો કર્યો કે ભાજપા નીત કેન્દ સરકાર અને ગુજરાત સરકાર ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને મળી રહેલ જોરદાર પ્રતિક્રિયાથી ગભરાય ગઈ છે. 
 
મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં પાર્ટીના કાર્યકર્તાઓ સાથે વાતચીતમાં પવારે આરોપ લગાવ્યો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાહુલ ગાંધીની બદલાયેલી ઈમેજથી ડરી ગયા છે અને આ જ કારણે ભાજપ બોફોર્સ જેવા જૂના મુદ્દા ઊખાડી રહી છે. પવારે જણાવ્યું કે વડાપ્રધાન રાજીવ ગાંધી ઘણા સમય પહેલા બોફોર્સ કાંડમાં નિર્દોષ સાબિત થયા હતા. શરદ પવારે જણાવ્યું, 'હવે તે જીવિત નથી અને ન તો કથિત રીતે આ મામલામાં શામિલ ઈટાલિયન શખ્સ જીવિત છે. આમ છતાંયં કેન્દ્ર કોર્ટમાં ચાર્જશીટ કરીને આ કેસ ફરી ખોલાવા માંગે છે. આવુ એટલે જ થઈ રહ્યું છે કારણ કે સરકાર રાહુલ ગાંધીથી ડરી ગઈ છે અને તે સ્વર્ગીય રાજીવ ગાંધીને બદનામ કરવા માંગે છે.
 
ભૂતપૂર્વ વડાપ્રધાનના વખાણ કરતા પવારે જણાવ્યું, ઙ્કરાજીવ ગાંધી એક સ્વપ્નદૃષ્ટા નેતા હતા. રાહલ ગાંધીના વિઝનને કારણે જ દેશનો વિકાસ થયો હતો. નહેરુ અને ઈન્દિરાએ પોતાની શકિતનો ઉપયોગ ગરીબી દૂર કરવામાં કર્યો.ઙ્ખ મોદી સરકાર પર નિશાન તાકતા ફઘ્ભ્ નેતાએ કહ્યું કે કેન્દ્રની ખોટી નીતિઓને કારણે ખેડૂતો અને ઉઘોગોને નુકસાન પહોંચી રહ્યું છે.