Daily Horoscope
✕

કુબેર બાવની

Updated: સોમવાર, 11 મે 2026 (16:04 IST)
વિરાટ વૃક્ષો ઠેર ઠેર, શોભે વનરાજી બહુ પેર.
કલ કલ કરતાં ઝરણાં વહે, પ્રાણીઓની પીડા દહે.
પાકે શ્રીફળનો બહુ પાક, સઘળે સૌનું મળે અમાપ.
સુવર્ણ લંકા કહેવાતી, તેની જગમાં બહુ ખ્યાતિ.
હરિએ એવી છૂટે હાથ, સમૃદ્ધિ ત્યાં વેરી અફાટ.


ALSO READ: Kuber Mantra- કુબેર મંત્ર
 
વિશ્રવા કેરો મોટો સુત, કુબેર નામે ત્યાંનો ભૂપ.
રાજ કરતો રૂડી રીત, પ્રજા ઉપર બહુ રાખે પ્રીત.
કુંભકર્ણને વિભિષણ વળી, ત્રીજો બાંધવ રાવણ બળી.
કુબેરનું સૌ રાખે માન, રાવણને ના ભાવે ધાન.
મનમાં તે નિત બળતો ખૂબ, તેને થાવું લંકા ભૂપ.
એક દિવસ ખૂબ અકળાયો, ધૂંવાપૂંવા થઈ ઘાયો.
પુલત્સ્ય દાદાજીની પાસ, દાદા પૂરો મારી આશ.
નાનો તેમાં શો મુજ દોષ, ખૂબ ચડે છે હૈયે રોષ.
મોટો કુબેર રાજા થાય, નાનેરા શું ગરબા ગાય ?
આવો હડહડતો અન્યાય, દૂર કરો હું લાગુ પાંય.
દાદા બોલ્યા નથી અન્યાય, મોટો પુત્ર જ રાજા થાય.
રાવણને ખૂબ રીસ ચડી, વનવાટ લીધી તે જ ઘડી.

ALSO READ: ધન પ્રાપ્તિ માટે કયો મંત્ર સૌથી અસરકારક છે? એક એવા મંત્ર વિશે જાણો જે તમારું ભાગ્ય બદલી નાખશે.
તપ કીધું ત્યાં વનમાં જઈ, શિવજી બોલ્યા પ્રસન્ન થઈ.
માંગ માંગ હું આપું આજ, ત્રિલોકનું જો માંગે રાજ.
બળ દો એવું મુજને નાથ, રાવણ બોલ્યો જોડી હાથ.
મુંજથી કાંપે બધુ ત્રિલોક, સંદૈવ સર્વે સઘળા લોક.
કહી તથાસ્તુ કૈલાસ જાય, ભોળા ધ્યાને બેસી જાય.
બહેકયો રાવણ વર પામી, બન્યો દુરાચારી કામી.
ચડાઈ લંકા પર કીધી, ગાદી પોતે લઈ લીધી.
કુબેર નાઠો મુઠ વાળી, જોયું નહીં પાછું ભાળી.
દૈવા તટ કરનાળી ગામ, કીધું તપ ત્યાં રાખી હામ.
બોલ્યા શિવજી થઈ પ્રસન્ન, લે તું માગ હોય જે મન.
ભાવ વેશે ભૂલ્યો ભાન, મુખથી તે ના બોલ્યો વાણ.
ભોળાનાથે સ્વયં કીધું, દળદર તેનું હરી લીધું.
સ્વર્ગનું સઘળું ધન દીધું, પદ અતિ ઉત્તમ દઈ દીધું.
દેવોનો ખજાનચી થયો, સુણીને રાવણ બળી ગયો.
પુષ્પક વિમાન હરી લીધું. અભિમાન ઉરે ઘણું કીધું.
કુબેર શંકર શરણે જાય , રાવણ મારે પૂંઠે થાય,
મને બચાવો ભોળાનાથ, પકડો મારો હેતે હાથ.
શિવ કહે નહીં મારું કામ, બંને મારા ભક્ત સમાન.
જો તું અંબા શરણે જાય, રાવણ નિશ્ર્ચય ભાગી જાય.
આરાધ્યા અંબાજી માતા, પ્રગટ્યા રેવા તટે સાક્ષાત.
રક્ષણ રાવણ થકી કીધું, કષ્ટ કુબેરનું હરી લીધું.
કુબેર બોલ્યા વાણ, આપ જ મારા તારણહાર.
મારા નામથી થાય પ્રગટ, આપ પૂજાઓ રેવા તટ.
સ્વયં પ્રગટ્યા ભોળાનાથ, કુબેર માથે મૂક્યો હાથ.
કુબેરેશ્વરના નામે આજ, પૂજે સઘળો ભકત સમાજ.
ભકતોની રાખે લાજ, સૌના મનની પૂરે આશ.
નિર્ધન હોય તે પામે ધન, વંધ્યા પામતી પુત્ર રત્ન.
અવિચળ રાખી ઉરમાં ટેક, ભજે કુબેર જે જન પ્રત્યેક.
મુનિ સુખ પામે પારાવાર, સત્વરે ખુલતાં મુક્તિ દ્વાર.
લખચોરાસી ફેરા ટળે, સત્ય સનાતન શિવલોક મળે.
About Author
વેબ દુનિયા ફીચર ટીમ
અનુભવી લેખકો, સંપાદકો અને વિષય વિશેષજ્ઞો દ્વારા લખેલ ગહન અને વિચારોત્તેજક આલેખોનુ પ્રકાશન .... Read More

વધુ જુઓ..

થાઇરોઇડ માટે કયા ખોરાક સ્વસ્થ છે અને કયા અનહેલ્ધી છે?

નવરાત્રિ દરમિયાન માસિક ધર્મ આવે તો શું કરવું? આ રીતે વ્રત અને પૂજા પૂર્ણ કરો

મંચુરિયન રાઇસ બનાવવાની સરળ રેસીપી

નવરાત્રી દરમિયાન માતા દેવીને કયા ફળો ન ચઢાવવા જોઈએ? પ્રસાદ સંબંધિત મહત્વપૂર્ણ નિયમો અહીં જાણો.

નવરાત્રીના ઉપવાસ માટે ઘરે રાજગીરાના લાડુ કેવી રીતે બનાવશો

વધુ જુઓ..

ક્યારે છે નવરાત્રીની આઠમ - 18 કે 19 ઓક્ટોબર ક્યારે છે મહાઅષ્ટમી ? જાણો રાશિ મુજબ ઉપાય

નવરાત્રીના છટ્ઠા દિવસે માતા કાત્યાયની માતાની પૂજા, જાણો માતાજીના મંત્ર, આરતી, ભોગ વિશે

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 16 ઓક્ટોબર 2026

નવરાત્રિ દરમિયાન માસિક ધર્મ આવે તો શું કરવું? આ રીતે વ્રત અને પૂજા પૂર્ણ કરો

Navratri Day 6: કાત્યાયની માતાના મંત્ર, જાણો દૈવી સ્વભાવ, મંત્ર અને શું પ્રસાદ ચઢાવશો

આગળનો લેખ
Show comments