Daily Horoscope
✕

તમારા માથા પર નવા વાળ ઉગાડી દેશે રસોડાની આ એક વસ્તુ

Updated: બુધવાર, 29 મે 2019 (12:46 IST)
આજના સમયમાં દરેક છોકરો અને છોકરી વાળ ખરવાને લઈને પરેશાન છે. ઓછી વયમં જ વાળ ખરવા અને ટાલ પડવાની સમસ્યા સામાન્ય થઈ ગઈ છે. જેનુ મુખ્ય કારણ છે બદલતી લાઈફસ્ટાઈલ, ખોટી ખાનપાનની ટેવ અને વાળની યોગ્ય રીતે દેખરેખ ન કરવી. ધૂળ અને પ્રદૂષણે કારણે પણ આપણા વાળ નબળા અને બેજાન થઈ જાય છે. 
 
જો તમે વાળની પરેશાની દૂર કરવા માટે અનેક પ્રકારના તેલ અને દવા લઈ ચુક્યા છો અને તેમ છતા પણ તમને કોઈ ખાસ ફરક નથી દેખાતો તો આદુનો આ નુસ્ખો તમારી મદદ કરી શકે છે.  એક તાજા આદુની જડમાં મેગ્નેશિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ અને ઘણા બધા વિટામિન્સ હોય છે.  જે તમારા વાળને પોષણ પ્રદાન કરે છે.  સાથે સાથે મજબૂત પણ બનાવે છે.
 
જાણૉ આ ઉપાય કેવી રીતે કરશો જેથી તમે પણ ઓછા વાળ કે ટાલને કારણે શરમની સ્થિતિથી બચી શકો 
 
આદુ એક એંટી બેક્ટેરિયલ ઔષધિ છે. એંટી ઓક્સીડેટ્સથી ભરપૂર હોવાને કારણે તેના પ્રાકૃતિક ગુણ વાળને ખરતા રોકે છે. ટાલની સમસ્યાંથી છુટકારો મેળવવા માટે તમે આદુના જ્યુસને લીંબૂના રસમાં મિક્સ કરીને વાળમાં લગાવો. આવુ કરવાથી ડૈડ્રફની સમસ્યા પણ દૂર થશે અને વાળ ખરતા બંધ થઈ જશે. 
 
વાળને આદુ લગાવતી વખતે હંમેશા એક વાતનુ ખાસ ધ્યાન રાખો કે તેના જ્યુસનુ એસિડિક નેચર હોય છે. જે કારણે તેને લગાવ્યા પછી તમને વાળમાં ખંજવાળ આવી શકે છે.  તેનાથી બચવા માટે જ્યારે પણ તમે આદુનુ જ્યુસ લગાવો તો હંમેશા તમારા વાળને સારી રીતે ધોવાનુ  ભૂલશો નહી. 
 
તમે આદુનો રસ અઠવાડિયામાં બે વાર જરૂર લગાવો.  આ ઉપરાંત તમારા ખાવામાં પણ આદુનો સમાવેશ કરો. તેનો નિયમિત ભોજનમાં ઉપયોગ કરવાથે પણ માથાના વાળ સ્વસ્થ રાખી શકાય છે.  

વધુ જુઓ..

અમેરિકા કરી શકે છે ન્યૂક્લિયર અટેક ? પરમાણુ હુમલાના સંકટ વચ્ચે ઈરાને રજુ કરી એડવાઈઝરી

Jio એ TRAI દ્વારા ભલામણ કરાયેલા ચાર સસ્તા રિચાર્જ પ્લાન લોન્ચ કર્યા, જે ઓછા ખર્ચે સંપૂર્ણ મહિનાની વેલિડિટી આપે છે.

સુરક્ષિત કાર - દિવાળી પર ગાડી ખરીદતા પહેલા જોઈ લો આ 5 મોડલ, ક્રેશ ટેસ્ટમાં કોને મળ્યો શાનદાર સ્કોર ?

મહિલા સશક્તિકરણનું એક નવું ઉદાહરણ, પીએમ મોદી પુણે મેટ્રોની 'પિંક લાઇન'નું ઉદ્ઘાટન કરશે, જેનું સંચાલન મહિલાઓ કરશે.

દૂષિત પાણીના કારણે લગભગ 100 વિદ્યાર્થીઓ બીમાર પડ્યા, એક અઠવાડિયા માટે શાળા બંધ

વધુ જુઓ..

ધનતેરસના દિવસે આ 10 વસ્તુઓ ખરીદવાથી ઘરમાં આવે છે સુખ-સમૃદ્ધિ, જાણો તેનું મહત્વ

દિવાળીએ બનાવો ધન લક્ષ્મી પોટલી, તિજોરીમાં રાખો આ 8 શુભ વસ્તુઓ

Bhai beej- ભાઈબીજ પર શું કરશો?

દિવાળી 2026: આ દિવાળીએ કાર ખરીદવાનું વિચારી રહ્યા છો? જાણો તમારી રાશિ પ્રમાણે કયો રંગ તમારા માટે ભાગ્યશાળી રહેશે.

Aaj Nu Panchang- આજનુ પંચાગ -3, નવેમ્બર 2026

આગળનો લેખ
Show comments