શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By
Last Modified: મંગળવાર, 20 નવેમ્બર 2018 (10:16 IST)

શિયાળા ત્વચાની સંભાળ કેવી રીતે કરશો ?

શિયાળાની શરૂઆત થઇ ગઇ છે. શિયાળો શરૂ થતા જ આપણને સુકી ત્વચા, સફેદી જેવી અનેક ત્વચા સંબધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. શિયાળામાં ત્વચાની ખાસ સંભાળ લેવી પડે છે. શિયાળામાં સુકી ત્વચાના કારણે હાથ-પગમાં ખંજવાળ આવે છે. જેના કારણે ત્વચા ફાટી જવાની સમસ્યા થાય છે.ઙ્ગત્યારે તમે ઘરેલુ ઉપાય દ્વારા ત્વચાની  સંભાળ લઇ શકો છો.  આ ઋતુમાં ત્વચાની વિશેષ સંભાળ રાખવી ખુબ જ જરૂરી છે. જો તમે શિયાળામાં ત્વચા પર ધ્યાન નહી આપો તો તમારી ત્વચા રુક્ષ અને સુકી થઈ જશે માટે આ ઋતુમાં ત્વચાની ખુબ કાળજી લો. તેના માટે થોડીક ટીપ્સ નીચે આપેલી છે જે તમને ઉપયોગી થઈ શકે છે -
 
બને ત્યાર સુધી આ ઋતુમાં સાબુનો ઉપયોગ ટાળો કેમકે તેનાથી ત્વચા વધુ પડતી રુક્ષ થઈ જાય છે. ચહેરો ધોવા માટે તમે ક્લીંસીંગ મિલ્કનો ઉપયોગ કરી શકો છો. સવારે ચણાનો લોટ લઈને તેમાં થોડુક દુધ અને મલાઈ ભેળવીને તેનાથી નહાવાથી ત્વચા સુકી થતી અટકે છે અને તેનાથી ત્વચા પણ ક્લિન થઈ જાય છે. 
 
રોજ સવારે કાચુ દૂધ લગાવવાથી ચહેરો સાફ રહે છે. જો તમારી પાસે સમય ઓછો હોય તો કોટનમાં કાચુ દૂધ લઈને તેને ચહેરા, ગરદન અને પીઠ પર લગાવી દો. અને થોડીક વાર પછી ધોઈ લો. તમારા નહાવાના પાણીમાં થોડાક ટીંપા બદામનું તેલ નાંખો તેનાથી તમારી ત્વચામાં ભેજનું પ્રમાણ જળવાઈ રહેશે. 
 
વાળને પણ ક્યારેય ઓઈલ કર્યા વિના ધોશો નહી નહીતર વાળ વધું રુક્ષ થઈ જશે અને હા વાળ ધોયા બાદ કંડીશનર અવશ્ય કરો. બને તેટલાં લીલા શાકભાજી વધું ખાવ. 
 
હાથ પગની ત્વચા ફાટી ન જાય તે માટે ગ્લીસરીનની અંદર થોડાક ગુલાબજળ અને લીંબુંના ટીંપા ભેળવીને તેને સવારે નહાયા બાદ હાથ પગ પર લગાવવાથી ત્વચા મુલાયમ રહેશે. ચહેરો ધોયા બાદ તુરંત જ કોઇ સારી કંપનીનું મોઈશ્ચરાઝર લગાવી દો. 
 
હળદરનો પાઉડર ત્વચા માટે ખુબ જ ફાયદાકારક છે. હળદરનો ઉપયોગ કરી તમે ત્વચા પર નિખાર લાવી શકો છો. કેટલાય એવા ફળ અને શાકભાજી હોય છે, જેનો ઉપયોગ કરી તમે પેટને સાફ રાખી શકો છો. કારણ કે સુંદર ત્વચા માટે પેટ સાફ હોવુ ખુબ જ જરૂરી છે. જો તમારૂ પેટ સાફ રહે છે, તો તમારી ત્વચામાં પણ નિખાર આવે છે. પેટની કબજીયાત ત્વચાની ખરાબીનું સૌથી મોટુ કારણ છે. શિયાળામાં  મોસમી ફળ અને શાકભાજી ખાઇ તમે પેટને સાફ રાખી શકો છો. શિયાળામાં ગાજર,  મૂળા, પાલક, ફુદીનો, દૂધી, દ્રાક્ષ, સંતરાનું સેવન કરી તમે પેટને ઠંડુ રાખી શકો છો અને તમારી ત્વચાને મુલાયમ અને સુંદર બનાવી શકો છો.