Biodata Maker

Hair Care : લાંબા અને મજબૂત વાળ માટેની ટિપ્સ

Updated: શનિવાર, 27 ફેબ્રુઆરી 2021 (18:54 IST)
બીયર પીધા બાદ જો બોટલમાં થોડી બીયર વધે તો તેને ફેંકી દેવાને બદલે તમારા વાળ માટેનું કંડીશનર બનાવી લો. કેટલાંક લોકો આ વાંચીને ચોંકી ગયા હશે કે વળી બીયરથી કેવી રીતે હેર કંડીશનિંગ થઇ શકે! પણ આ શક્ય છે. આને લગાવવાથી તમારા વાળમાં મજબૂતીની સાથેસાથે ચમક પણ આવશે અને વાળ ભરાવદાર બનશે, ખરતા અટકશે અને ખોડો પણ દૂર થશે. જાણીએ તેના પ્રયોગ વિષે...
 
1. પ્રાકૃતિક હેર કંડીશનરનો પ્રભાવ ઇચ્છતા હોવ તો વાળને પહેલા બીયરથી ધુઓ અને પછી સામાન્ય ગરમ પાણથી. આનાથી તમારા વાળ મુલાયમ બનશે.
 
2. જો વાળને ચમકીલા અને ભરાવદાર બનાવવા હોય તો તેને બીયર અને સફરજનના સરકાના મિશ્રણ સાથે ધુઓ. આ મિશ્રણ શેમ્પૂ કર્યા બાદ જ વાળ પર લગાવો.
 
3. બીયરના કપમાં થોડું જોજોબા ઓઇલ મિક્સ કરો. તેને વાળના મૂળમાં સારી રીતે લગાવો અને થોડીવાર પછી વાળ સારી રીતે ધોઇ લો.
 
4. જો તમારે વધુ સારું પરિણામ જોઇતું હોય તો બીયરની બોટલને એક આખી રાત ખુલ્લી મૂકી દો. સવારે તેને ગરમ કરો અને તેમાં થોડો લીંબુનો રસ અને 2 ટેબલ સ્પૂન મધ મિક્સ કરો. તેને વાળમાં 15 મિનિટ સુધી લગાવી રાખો અને પછી સારી રીતે ધોઇ લો.
 
5. નિસ્યંદિત પાણી, લીંબુનો રસ, બીયર અને સરકાને એકસાથે મિક્સ કરી શેમ્પૂ કરેલા વાળ પર લગાવો. થોડીવાર રહેવા દઇ વાળ ધોઇ લો.
 
6. જો વધારે મથામણ કરવા નથી ઇચ્છતા તો સીધા શેમ્પૂ અને પાણી સાથે બીયર મિક્સ કરી લગાવી દો. તેનાથી વાળ તો મજબૂત બનશે જ સાથે કોમળ પણ થશે.
 
7. બીયરમાં ફોસ્ફરસ, મેગ્નેશિયમ, પોટેશિયમ અને માલટોસ હોય છે જે વાળની દેખરેખ માટે મહત્વની સામગ્રીઓ ગણાય છે. તેમાં બાયોટિન પણ હોય છે જે ટાલ દૂર કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે અને ખોડો ભગાડે છે. માલટોસ વાળને મજબૂતી અને વિટામિ સી પ્રાકૃતિક ચમક આપે છે.

વધુ જુઓ..

BRICS Summit માં ગાલા ડિનર શા માટે યોજવામાં આવે છે? તેની પાછળની સંપૂર્ણ વાર્તા અને પરંપરા કેવી રીતે શરૂ થઈ તે જાણો.

BRICS Summit 2026: વિદેશી મહેમાનોને પીરસાશે ભારતીય સ્વાદ, મિલેટ્સથી લઈને રાજસ્થાની-ગુજરાતી થાળી સુધી ખાસ મેન્યૂ

ઓનલાઈન શોપિંગ માટે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: ફેક ડિસ્કાઉન્ટ પર લાગશે લગામ; જાન્યુઆરીથી બદલાશે નિયમો

બ્રિક્સ સમિટ વચ્ચે, IMD એ દિલ્હીમાં રેડ એલર્ટ જારી કર્યું - રવિવાર સુધી વરસાદની સંભાવના

કેદારનાથ યાત્રા માર્ગ પર વાદળ ફાટવાથી ભૂસ્ખલન થયું, જેના કારણે વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો; પથ્થરો હટાવવાનું કામ ચાલી રહ્યું છે

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 12 સપ્ટેમ્બર , 20226

કુશાગ્રહણી અમાવાસ્યા પર કરો આ 7 ઉપાય, આર્થિક અને કરિયરમાં મળશે ઉન્નતી

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 11 સપ્ટેમ્બર 2026

ગણેશજીનુ ભજન - પ્રથમ પહેલા સમરીએ સ્વામી તમને સુંઢાળા

સોમનાથ મહાદેવની આરતી

આગળનો લેખ
Show comments