બુધવાર, 1 ફેબ્રુઆરી 2023
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By

આયુર્વેદ મુજબ આ રીતે કરશો વાળની દેખરેખ તો હેયર ફોલથી મળશે છુટકારો

આયુર્વેદમાં ઔષધિઓના ગુણધર્મ વિશે જ નહીં, પણ  ખાન-પાન અને રહેવા વિશે પણ ઘણું બધુ લખ્યું છે. આજે અમે તમને આયુર્વેદના મુજબ વાળમાં તેલ લગાવવાના ફાયદા અને તેનો યોગ્ય સમય બતાવીશુ. 
 
વાળમાં તેલ લગાવવાના ફાયદા 
 
ચમ્પી કે માથાની માલિશની પ્રથા પેઢીઓથી ચાલતી આવી રહી છે અને આપણામાંથી ઘણા બધા લોકો વાળને ધોતા પહેલા માથાની માલિશ કરે છે. એવુ કહેવાય છે કે વાળમાં તેલ લગાવવાથી, વાળને સમય પહેલા સફેદ થતા રોકી શકાય છે, તેનાથી વાળની જડ મજબૂત થાય છે અને પ્રેશર પોઈંટ્સ પર માલિશ કરવાથી તનાવ ઓછો થાય છે. 
 
આયુર્વેદ મુજબ તેલ લગાવવા સાથે જડાયેલ ખાસ વાતો.. 
 
- આયુર્વેદ મુજબ માથાનો દુ:ખાવો વાત સાથે જોડાયેલો હોય છે. તેથી સાંજે 6 વાગે વાળમાં તેલ લગાવવુ જોઈએ. દિવસનો આ સમય વાત દૂર કરવા માટે સારો હોય છે. 
- તમે વાળમાં શૈમ્પૂ કરતા પહેલા પણ અઠવાડિયિઆમાં એક કે બે વાર તેલ લગાવી શકો છો.  જો કે વાળને ધોયા પછી તેલ લગાવવાથી બચવુ જોઈએ, કારણ કે તેનાથી વાળમાં ધૂળ અને માટીની સમસ્યા થઈ શકે છે.
- વાળમાં નિયમિત તેલ લગાવવાથી સ્કૈલ્પમાં રૂસી અને ખુજલીની સમસ્યા દૂર થઈ જાય છે. તેલમાં લીમડાના પાન નાખીને ગરમ કરી લો અને ન્હાતા પહેલા તેના સ્કૈલ્પમાં સારી રીતે લગાવો. ત્યારબાદ કુણા પાણીથી વાળ ધોઈ લો. ખોડાની સમસ્યાથી સંપૂર્ણ રીતે છુટકારો મળી જશે. 
- રાત્રે સૂતા પહેલા તમારા વાળ અને સ્કૈલ્પમાં સારી રીતે તેલ લગાવવુ જોઈએ. 
- રાત્રે સૂવાના અડધો કલાક પહેલા વાળમાં તેલ લગાવીને હળવા હાથે મસાજ કરવાથી ઊંઘ સારી આવે છે.