Webdunia - Bharat's app for daily news and videos

Install App

પેટની ચરબી ઓછી કરવાની છ સરળ ટિપ્સ

.
જાડા લોકો હંમેશા વજન ઓછું કરવા પાછળ મથ્યાં રહેતા હોય છે. અરે આજકાલ તો સામાન્ય ગણાય તેટલું વજન વધી જતાં પણ યુવતીઓ દોડાદોડ કરી મૂકે છે. પણ શું તમે જાણો છો કે વજન ઓછું કરવા કરતાં વધુ મહત્વનું છે તમારી કમર અને પેટનો ભાગ ઓછો કરવામાં આવે. એકવાર તમે તમારું વજન તો સરળતાથી ઓછું કરી શકશો પણ સૌથી વધુ જે સમસ્યા સર્જાય છે તે કમર અને પેટની આસપાસની ચરબીને દૂર કરવાની રહે છે. શું તમે જાણો છો કે કેટલાંક લોકો જાડા નથી હોતા પણ તેમના પેટની આસપાસ એટલી બધી ચરબી જમા થઇ જાય છે જેનાથી તે પરેશાન થવા લાગે છે અને પોતાની જાતને જાડી સમજવા માંડે છે. ખાસકરીને છોકરીઓ પોતાની કમર અને પેટની આસપાસ જામેલી ચરબીને કારણે ટાઇટ કપડાં નથી પહેરી શકતી અને જો પહેરે છે તો તેમને સારા નથી લાગતા. જો તમે ઇચ્છો છો કે તમારા પેટ અને કમર સરળતાથી ઓછા થઇ જાય તો અહીં આપવામાં આવેલી ટિપ્સ અજમાવી શકો છો.

6 માર્ગો જે તમારા પેટની ચરબી ઓછી કરવામાં મદદરૂપ બનશે...

અઠવાડિયામાં એક દિવસ ઉપવાસ કરો - જો તમે ખાવાપીવાના ઘણાં શોખીન છો અને તમારી આ ટેવથી પરેશાન છો તો તમારે અઠવાડિયામાં ઓછામાં ઓછું એકવાર ઉપવાસ કરવો જોઇએ. તમે ઇચ્છો તો અઠવાડિયામાં એક દિવસ પ્રવાહી પદાર્થો પર પણ રહી શકો છો. આમાં પાણી, લીંબુ પાણી, દૂધ, જ્યુસ, સુપ વગેરે વસ્તુઓને પ્રાથમિકતા આપો. તમે ઇચ્છો તો એક દિવસ સેલેડ કે ફળાહાર પણ લઇ શકો છો. જેમાં તમે માત્ર પળ કે સેલેડ જ ખાઓ. સેલેડ ખાઇને વજન ઘટાડવામાં તમને મદદ મળશે.

યોગાસન જરૂરી છે - કમર અને પેટ ઓછું કરવા માટે તમારે નિયમિતપણે સવારે ઊઠીને યોગ કરવા જોઇએ. આવામાં તમારે કેટલાંક એવા આસનો સામેલ કરવા જોઇએ જેનાથી પેટ અને કમરને ઓછા કરવામાં મદદ મળે. એમ પણ યોગ તમને નિરોગ રાખશે તો સૂર્ય નમસ્કારની બધી ક્રિયાઓ, સર્વાંગાસન, ભુજંગાસન, વજ્રાસન, પદ્માસન, શલભાસન વગેરે પણ કરવા જોઇએ.

ખાનપાન સંતુલિત રાખો - જો તમે જંકફૂડ ખુબ ખાતા રહો છો કે પછી તમને તળેલા પદાર્થો ખાવા પસંદ છે તો તમારે આવા ભોજનથી પરેજી પાળવી જોઇએ. સામાન્ય લોટને બદલે તમે ચણાનો લોટ મિક્સ કરીને રોટલી બનાવી ખાઓ તેનાથી પણ તમને ટ્રીમ થવામાં મદદ મળશે.

મધ છે ફાયદાકારક - મધના અનેક ગુણો છે. તે તમને જાડા થવાની સાથેસાથે પાતળા થવામાં પણ મદદ કરે છે. તમારે દરરોજ સવારે પાણીની સાથે મધનું સેવન કરવું. આનાથી તમે ઝડપથી કમર અને પેટને ઓછા કરી શકશો.

ગ્રીન ટી પણ મદદ કરશે - તમે ચા પીવાના શોખીન છો અને તમારે ઝડપથી વજન પણ ઘટાડવું છે તો દૂધની ચા પીવાને બદલે નિયમિત એન્ટીઓક્સિડેન્ટથી ભરપુર ગ્રીન ટી, લેમન ટી કે બ્લેક ટી પીઓ. વાસ્તવમાં દૂધવાળી ચા પીવાથી તમારી સ્થૂળતા વધવાની સંભાવના વધી જાય છે.

સવાર-સાંજ ચાલો - તમારે કમર અને પેટની આસપાસની ચરબી દૂર કરવા માટે દરરોજ સવારે થોડીવાર ફરવા જવું અને રાત્રે જમ્યા બાદ પણ ચાલતા ફરવા નીકળવું જોઇએ. આનાથી તમને વધારાની કેલરી બાળવામાં મદદ મળશે અને પેટ-કમરની વધારાની ચરબી ઓછી થશે.

વધુ જુઓ..

IND vs PAK: ભારતે પાકિસ્તાનને હરાવ્યું, T20 વર્લ્ડ કપની કરી શાનદાર શરૂઆત

દાદા શૌચ માટે રસ્તા કિનારે ગયા, એકલી 5 વર્ષની બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ; મુખ્ય આરોપી ઝડપાયો

ત્રણ બાળકોની માતાને પોતાનાથી 12 વર્ષ નાના પુરુષ સાથે પ્રેમ થઈ ગયો; રહસ્ય ખુલતાં જ તેના પતિએ મંદિરમાં તેમના લગ્ન કરાવી દીધા.

TCS કર્મચારીએ આત્મહત્યા કેમ કરી? કારણ બહાર આવ્યું; કંપનીની બે મહિલા કર્મચારીઓ સહિત 3 લોકો સામે FIR દાખલ

વધુ જુઓ..

Somvati Amavasya Vrat Katha 2026 - સોમવતી અમાવસ્યાની પૌરાણિક અને પ્રચલિત કથા

Somvati Amavasya 2026: સોમવતી અમાસના દિવસે આ વિધિથી કરો મહાદેવની પૂજા કરો, જાણો શુભ મુહૂર્ત અને યોગ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -15 જૂન 2026

Somvati amavasya- સોમવતી અમાવસ્યા પર માતા લક્ષ્મી તમને સુખ-સમૃદ્ધિની આશીર્વાદ આપશે, અપનાવો આ સરળ ઉપાય

Aaj Nu panchang- આજનુ પંચાગ - જૂન 14, 20226

આગળનો લેખ
Show comments