લસણ અને મધ એક ખૂબ જ જૂની દવા છે, જેને પહેલાના લોકો મોટા-મોટા રોગો દૂર કરવા માટે ખાતા હતા. જો તમે હમેશા બીમાર રહો છો અને થાકના કારણે કોઈ કામમાં તમારુ મન નથી લાગતું તો એના સ્પષ્ટ અર્થ છે કે તમારુ ઈમ્યુન સિસ્ટમ નબળુ પડી ગયુ છે.
જો ઈમ્યુન સિસ્ટમ કમજોર થઈ જાય તો માણસને સેંકડો રોગ ઘેરે છે પણ શું તમે જાણો છો લસણ અને મધને એક સાથે મિક્સ કરી ખાવાથી એ એંટીબાયોટિકનું કામ કરે છે. આ એક પ્રકારનું સુપર ફૂડ છે.
એને બનાવા માટે 2-3 જાડી લસણની કળીને હળવેથી દાબીને કૂટી લો અને પછી એમાં શુદ્ધ મધ મિક્સ કરો. એને થોડીવાર માટે મૂકી દો, જેથી લસણમાં મધ સારી રીતે મિક્સ થઈ જાય. પછી એને સવારે ખાલી પેટ 7 દિવસ સુધી ખાવ અને પછી જુઓ કમાલ .
હમેશા કાચુ અને શુદ્ધ મધનો પ્રયોગ કરો કારણકે આ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરે છે. સાથે જ એને ખાવાથી વજન પણ ઓછું થાય છે. હવે જાણો આ કાચુ લસણ અને શુદ્ધ મધ ખાવાના લાભ.