જ્યારે વાત આરોગ્ય અને સ્વાસ્થ્યની આવે છે તો સૌથી પહેલા વાત આવે છે ભોજનની. ભોજનમાં કેવા પ્રકારના ખાદ્ય પદાર્થને સામેલ કરવામાં આવે જેમા આપણે આરોગ્યપ્રદ રહો. શુ તમે જાણો છો કે સફેદ રંગના ભોજ્ય પદાર્થ તમારા આરોગ્ય માટે સારા હોય છે. તેમા ઈંડા, કોબીજ જેવી શાકભાજીઓ અને ચિકન જેવા માંસનો સમાવેશ છે. કેલ્શિયમ પોટેશિયમ લોહ જેવા પોષક પદાર્થો યુક્ત આ બધા ભોજ્ય પદાર્થોનુ સેવનથી તમારા શરીર પર સારો પ્રભાવ પડે છે. આ બધા ભોજ્ય પદાર્થ તમારા શરીરમાં પ્રતિરક્ષણ ક્ષમતા (Immunization Efficiency) વધારીને તમને સ્વસ્થ અને ચુસ્ત દુરસ્ત રાખે છે. 1. મશરૂમ ( ) - white foodsમાં મશરૂમને સૌથી મુખ્ય માનવામાં આવે છે. અઠવાડિયામાં બે વાર મશરૂમનુ સેવન કરવામાં આવે તો સ્વાસ્થ્ય માટે ફાયદો થાય છે. એકવાર ભોજનમાં મશરૂમને લેવાથી તમને ઘણી માત્રામાં રેશા અને કેલ્શિયમ મળે છે. 2. ઓટ્સ (Oates) જો તમે હેલ્શ કૉન્શિયસ છો તો ઓટ્સની એક વાડકી સાથે તમારા દિવસને શરૂઆત કરો. પણ ધ્યાન રાખો કે તમે ખાંડને બદલે મધ પસંદ કરો. 3. ફ્લાવર (cauliflower) ફ્લાવરને તમારા ભોજનમાં સામેલ કરીને કેંસરને દૂર કરી રાખી શકો છો. કારણ કે ફ્લાવરમાં સ્વાસ્થ્યવર્ધક ગ્લૂકોસિનેટ અને સલ્ફર યુક્ત રસાયણ હોય છે જે કેંસરથી બચાવે છે. 4. શલજમ (turnip) - શાકભાજી હંમેશા વિટામિન અને ખનીજથી ભરપૂર હોય છે. શલજમ જ એમા વિટામિન સી, ફાયબર અને પોટેશિયમ હોય છે અને આ ઈમ્યૂન સિસ્ટમ્સ માટે લાભકારી હોય છે.