પેટની ગૈસની સમસ્યાથી તરત છુટકારો મેળવો આ છે 2 ઉપાય

Last Modified મંગળવાર, 27 ફેબ્રુઆરી 2018 (14:14 IST)
પેટ ગૈસ એક એવી સમસ્યા છે જે દરેક કોઈને પરેશાન કરે છે. આજે મોટાભાગના લોકો  લોકો પેટના ગૈસની સમસ્યાથી પરેશાન છે. ટમાં ગૈસ હોવાના ઘણા કારણ હોય છે. જેમકે પેટમાં વધારે માત્રામાં હવાનો જવું. ધુમ્રપાન કરવાથી, વધારે તેલ-મસાલા વાળી વસ્તુઓથી, દિવસભર બેસીને કામ કરવાથી એવા ઘણા કારણ છે જેનાથી પેટમાં ગૈસ બને છે. જો તમે પણ આ સમસ્યાથી પરેશાન છો તો આ ઉપાયને જરૂર અજમાવો. 
અજમો 
રોજ રાત્રે સૂતા પહેલા એક ચમચી અજમા અને ચપટી સંચણ ચાવીને ખાવું અને એક ગ્લાસ ગર્મ પાણી પીવું. તેનાથી તમને પેટ ગૈસથી તરત રાહત મળશે . 
 
છાશ 
પેટ સંબંધી સમસ્યાઓ માટે છાશ પણ એક ખૂબ ફાયદાકારી વસ્તુ છે. દરરોજ ભોજન કર્યા પછી એક ગ્લાસ છાશમાં એક -એક ચપટી સંચણ, શેકેલું જીરું અને ફુદીના મિક્સ કરી પીવાથી પેટની ગૈસની સમસ્યા જલ્દી સમાપ્ત થઈ જાય છે. 


આ પણ વાંચો :