Home Remedies - અનેક રૂપે ઉપયોગી છે Salt - જાણો મીઠાના ઘરેલુ ઉપાયો
મીઠુ ખાવામાં જ નહી પણ અનેક રીતે ઉપયોગમાં આવે છે. સાફ-સફાઈથી લઈને અન્ય અનેક નાના-મોટા કામ મીઠાની મદદથી સહેલાઈથી થઈ જાય ચેહ્ આવો જાણો મીઠાના આવા જ ઉપયોગી ગુણો વિશે
મીઠુ ફક્ત આપણા ખાવાનો સ્વાદ જ નથી વધારતુ પણ તે માણસની જીંદગીનો મુખ્ય ભાગ છે. મીઠા વગર કદાચ તમે તમારા જીવનની કલ્પના પણ ન કરી શકો. આ ઉપરાંત પણ મીઠાના અનેક એવા ઉપયોગ છે જેના વિશે કદાચ તમે અત્યાર સુધી અજાણ છો. આવો જાણીએ મીઠાના આવા જ ઉપયોગ
ફર્શ પર ઈંડા, નો ટેંશન - ઈંડુ જો જમીન પર પડી જાય તો ખૂબ જ ગંદકી મચી જાય છે. આવામાં જો તમે ઈચ્છો છો કે તે કોઈપણ ચિકચિક વગર સાફ થઈ જાય તો એક કામ કરો. એ ઈંડા પર મીઠુ નાખીને થોડી વાર માટે છોડી દો. ત્યારબાદ ડસ્ટપૈનથી ઈંડુ ઉઠાવી લો. ઈંડુ કોઈપણ જાતની મુશ્કેલી વગર આરામથી ઉઠાવી લેશો.
રૂમાલ અને કપડા ચમકાવો - જો તમારા રૂમાલ પર અજાણતા ડાઘ પડી જાય અને ધોયા પછી પણ તે સાફ ન થઈ રહ્યા હોય તો તમે ધોતા પહેલા રૂમાલને મીઠાના પાણીમાં પલાળી મુકી દો. આ રૂમાલના ડાઘ દૂર કરવા ઉપરાંત રૂમાલને ચમકાવી પણ દેશે. જો તમારા કપડાં પર ગ્રીસનુ નિશાન લાગી જાય તો એક ભાગમાં મીઠુ અને ચાર ભાગ આલ્કોહોલ મિક્સ કરી મિશ્રણને ગ્રીસના નિશાન પર રગડવાથી દાગ હટી જાય છે.
કીડીઓ પરેશાન કરે તો - ઘરમાં થોડુક પણ ગળ્યુ પડ્યુ કે કીડીઓ ત્યા આવી જાય છે. આ કીડીઓ જો કરડી જાય તો રેશેજ થઈ શકે છે. જો કીડીઓ પર થોડી મીઠું છાંટી દેવામાં આવે તો કીડીઓ ભાગી જાય છે.
માછલી સાફ કરવી સહેલી બનશે - માછલીની ઉપરી ત્વચાને હટાવવામાં જો મુશ્કેલી થઈ રહી હોય તો પરેશાન ન થશો. આ માટે માછલીને થોડીવાર મીઠાના પાણીમાં ડૂબાડીને મુકી દો. તેની ત્વચા સહેલાઈથી હટી જશે.
પિયાનો ચમકાવો - પિયાની કી ચમકાવવા માટે કોઈ મોંઘા ઉત્પાદનની જરૂર નથી. તમે મીઠુ અને લીંબુ મિક્સ કરીને તેને સાફ કરી શકો છો. કી ચમકી જશે અને તેની પર લાગેલી આંગળીના નિશાન દૂર થશે.
ઈંડાની પરખ - જો તમે આ વાત તપાસવા માંગો છો કે ઈંડુ ખરાબ છે કે સારુ. તો આ માટે એક ખૂબ જ કમાલનો ઉપાય છે. એક કપ મીઠાના પાણીમાં ઈંડુ તોડ્યા વગર નાખી દો. તાજુ ઈંડુ તરવા લાગે છે અને ખરાબ ઈંડુ ડૂબી જાય છે.
સફરજનને તાજુ બનાવો - સફરજન જો બે દિવસ પણ રાખવામાં આવે તો તેના પર કરચલીઓ પડી જાય છે. આવામાં જો તમે એકવાર ફરી તમારા સફરજનને તાજુ કરવા માંગો છો તો મીઠાના મિશ્રણમાં થોડીવાર સુધી ડૂબાડીને મુકી રાખો. સફરજન ફરી ફ્રેશ જોવા મળશે.
ટૂથબ્રશની લાઈફ વધારો - મોટાભાગે આપણા ટૂથબ્રશ ખૂબ જલ્દી ખરાબ થઈ જાય છે. જો તમે ઈચ્છો છો કે તમારી ટૂથબ્રશ લાંબા સમય સુધી ચાલતી રહે તો નવુ ટૂથબ્રશ ઉપયોગમાં લેતા પહેલા તેને મીઠાના પાણીમાં ડૂબાડી મુકો. આવુ કરવાથી ટૂથબ્રશ લાંબા સમય સુધી કામ કરે છે.
કોફી મગ ચમકાવો - તમારા કોફી મગને ચમકાવવા માટે તમે મીઠાનો ઉપયોગ કરી શકો છો. મીઠા દ્વારા સાફ કરવાથી એવા કોફી મગ જેમનો રંગ ઉતરી ચુક્યો છે તે સાફ થઈ જાય છે અને તેમા ચમક આવી જાય છે.
દાંત ચમકાવો, મજબૂત બનાવો - મજબૂત દાંત માટે તમે મીઠુ અને સરસિયાના તેલથી મસૂઢાની માલિશ કરો. તેનાથી તમારા દાંત મજબૂત બને છે. આ ઉપરાંત તમે ટૂથબ્રશ પર થોડુ મીઠુ નાખીને દાંત સાફ કરો તમારા દાંત મોતી જેવા ચમકી ઉઠશે.