ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. ઘરેલુ ઉપચાર
Written By

હેલ્થ ટીપ્સ : 36-24-36 ફિગર માટેના 5 ઉપાય

સ્ત્રીઓમાં વજન વધવુ એક બીમારીનું રૂપ લઈ લે છે. ખાસ કરીને લગ્ન પછી કે બાળકો થયા પછી સ્ત્રીઓ પોતાની ફિટનેસને લઈને બેદરકાર બની જાય છે. જેના કારણે તેઓ સહેલાઈથી જાડાપણાનો ભોગ બની જાય છે. ડોક્ટરોનું માનવુ છે કે જ્યારે કમરની પહોળાઈ 34 ઈંચથી વધુ થવા માંડે તો સાવધ થઈ જવુ જોઈએ. તેનાથી વધુ કમર થવી એ જાડાપણાની નિશાની છે. અહી અમે તમને કેટલાક ઘરેલુ નુસખા બતાવી રહ્યા છે, જેનાથી કમરનું જાડાપણું ઘટવાની સાથે સાથે તમારી કમર પાતળી, આકર્ષક અને નાજુક બનાવી શકાશે. 

-પપૈયાની ઋતુમાં નિયમિત પપૈયું ખાવ. લાંબા સમય સુધી પપૈયાનું સેવન કરવાથી કમરની વધારાની ચરબી ઘટવાની સાથે સાથે તે ખૂબ જ આકર્ષક પણ બની જાય છે. 

- નાની લીંડી પીપરનું ચૂરણ બનાવીને તેને કપડાંથી ચાળી લો. આ ચૂરણને ત્રણ ગ્રામ રોજ સવારે છાશ સાથે લેવાથી પેટના આગળ આવેલા મેદને ઘટાડે છે અને કમર પાતળી થાય છે.

- માલતીની જડને વાટીને તેને મધમાં મિક્સ કરો અને તેને છાશ સાથે પીવો. પ્રસવ પછી વધનારો મેદમાં આ રામબાણની જેમ કામ કરે છે અને કમરની પહોળાઈ ઓછી થઈ જાય છે.

- આમળાં અને હળદરને વાટીને ચૂરણ બનાવી લો. આ ચૂરણને છાશ સાથે લો, પેટ ઘટી જશે અને કમર પાતળી થશે.