હેલ્થ ટીપ્સ-ઔષધીય ગુણોથી ભરપૂર છે કારેલા

હેલ્થ ટીપ્સ- ઔષધીય ગુણોથી ભરપૂર છે કારેલા

bitter guard
Last Updated: ગુરુવાર, 28 સપ્ટેમ્બર 2017 (11:24 IST)
કારેલા આપણા આરોગ્ય માટે લાભદાયી છે. ઔષધીય ગુણધર્મોથી  સમૃદ્ધ કારેલાના સેવનથી આપણું આરોગ્ય સારુ રહે છે.આમ તો ,લીલા શાકભાજીને  આરોગ્ય માટે એક વરદાન ગણવામાં આવે છે. પરંતુ કારેલાની વાત જુદી છે. એનો પ્રયોગ  શાકભાજી સ્વરૂપમાં  કરાય છે, પરંતુ કારેલાને સીધુ  સેવન આપણા શરીર માટે વધુ ફાયદાકારક છે .કારેલા પેટ સાથે સંકળાયેલ સમસ્યાઓ દૂર કરવામા મદદ કરે છે. કારેલા  ખાવાના ફાયદા વિશે જાણો 


1. કારેલાનો જ્યુસ રોજ પીવાથી યકૃત સમસ્યાથી  છૂટકારો મળે છે.  
 
2 કારેલાનું  સેવન કરવાથી આપણા શરીરમાં કોલેસ્ટ્રોલનો જથ્થો ઘટે છે. 
 
3.કારેલાના જ્યુસમાં લીંબુ રસ મિક્સ કરી પીવાથી ચેહરાના ડાઘો, અને ખીલથી છુટકારો મળે છે. 
 
4.કારેલામાં એંટી એન્ટીઑકિસડન્ટો હોય છે જે શરીરના પાચન તંત્રને યોગ્ય રાખે છે અને કબજિયાત છુટકારો દૂર કરે છે. 
 
5.કારેલાના જ્યુસમાં સંચળ  મિક્સ કરી પીવાથી ઉબકામાં રાહત મળે છે.  
 
6.કારેલાના સેવન કેન્સર જેવી ભયંકર રોગથી પણ  છુટકારો મળે છે. 
 
7.કારેલાના જ્યુસ  ડાયાબિટીસ દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે. 
 
8 કારેલા વજન ઓછું કરવામાં મદદ કરે છે. 
 
9. કારેલાનો સેવન કરવાથી હૃદય રોગથી  છુટકારો મળે છે ,હાર્ટ અટૈકનો જોખમ નોંધપાત્ર ઘટાડો થાય છે. 
 
10 કારેલાના સેવનથી શ્વાસ સંબંધી રોગો ,જેમ કે  અસ્થમા , શ્વસનમાં મુશ્કેલ જેવા  રોગોથી છુટકારો મળે છે.


આ પણ વાંચો :