Webdunia - Bharat's app for daily news and videos

Install App

ખાણીપીણીની રેસ્ટોરાં અને હોટેલને લાઈસન્સની જફામાંથી મુક્તિ

મંગળવાર, 27 માર્ચ 2018 (12:17 IST)
રેસિડેન્ટની સુવિધા સિવાયની હોટેલ અને રેસ્ટોરાંને પોલીસ પાસેથી લાઈસન્સ લેવાની જફામાંથી મુક્તિ આપવાનો રાજ્ય સરકારના ગૃહ મંત્રાલયે આજે નિર્ણય લીધો છે. આજે વિધાનસભામાં આ નિર્ણયની જાહેરાત ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કરી હતી. ગુજરાત સરકારના આ નિર્ણયથી રાજ્યની ૬૦૦૦૦ જેટલી રેસ્ટોરાં અને હોટેલના માલિકોએ રાહતનો દમ લીધો છે. ખાણી પીણીનો જ ધંધો કરનારાઓને પોલીસ લાઈસન્સ લેવાની ફરજ પાડવામાં આવતી હોવાથી પોલીસ તરફથી તેમના પર બિનજરૃરી આર્થિક વહેવાર કરવા માટે દબાણ લાવવામાં આવતું હોવાની ફરિયાદ હોટેલ અને રેસ્ટોરાં ઉદ્યોગની હતી. આ ફરિયાદ અંગે ગુજરાત ચેમ્બરે રજૂઆત કરી હતી. પરિણામે આજે આ નિર્ણય લેવામાં આવ્યો છે. પરંતુ તેમાં રહેવાની સુવિધા ધરાવતી રેસ્ટોરાંનો સમાવેશ કરવામાં આવ્યો નથી. રેસ્ટોરાં અને હોટેલ માલિકોને આ જફામાંથી મુક્તિ આપવા માટે ગુજરાત પોલીસ (સુધારા) વિધેયક ૨૦૧૮ ગૃહમાં રજૂ કરતાં ગૃહરાજ્ય મંત્રીએ જણાવ્યું હતું કે ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૩૩ (૧)માં કરવામાં આવેલી જોગવાઈ મુજબ રેસ્ટોરાંનો વ્યવસાય શરૃ કરવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટ અથવા તો પોલીસ કમિશનર પાસેથી લાઈસન્સ લેવાની અને સમયાંતરે તે રિન્યુ કરવાની વ્યવસ્થા દાખલ કરવામાં આવેલી હતી. આ કાર્યવાહી કરવામાં રેસ્ટોરાં-હોટેલ માલિકોને તકલીફ પડતી હોવાથી હોટેલ એન્ડ રેસ્ટોરા ંએસોસિયેશનને ગુજરાત ચેમ્બરના માધ્યમથી આ રજૂઆત કરી હતી. તેથી પોલીસ કચેરીમાંથી લાઈસન્સ રિન્યુ કરાવવાની જફામાંથી મુક્તિ અપાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.જોકે જે હોટેલમાં રહેવાનો ઉતારો આપતા રૃમ્સની સેવાઓ આપવામાં આવતી હશે તે હોટેલ અને રેસ્ટોરાં માટે પોલીસ કમિશનરની કચેરી પાસે તેમના લાઈસન્સ રિન્યુ કરાવવા ફરજિયાત રહેશે. ત્રાસવાદી પ્રવૃત્તિને અંકુશમાં રાખવાના ઇરાદાથી રહેવાની સુવિધાઓ ધરાવતી હોટેલોને પોલીસ પાસે લાઈસન્સ રિન્યુ કરાવવાની જોગવાઈમાંથી મુક્તિ આપવામાં આવી નથી.
 
 

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

Kedarnath Temple- કેદારનાથ મંદિર નો ઇતિહાસ, કેવી છે મંદિરની વાસ્તુકલા

ગુજરાતી જોક્સ - મોઢુ બંધ કરતા જ અવાજ પણ બંધ

ગુજરાતી જોક્સ - નોકરાણી

Mother's Day Special Tourism - અમદાવાદમાં મધર્સ ડે પર મમ્મી સાથે ફરવા લાયક સ્થળો

બોલીવુડના 6 ગુમનામ ચેહરા જે રાતોરાત બન્યા સ્ટાર અને પછી એક દિવસ અચાનક થઈ ગયા ગાયબ, આજે વર્ષો પછી પણ તેઓ બની ગયા એક રહસ્ય

આગળનો લેખ
Show comments