Webdunia - Bharat's app for daily news and videos

Install App

સ્વતંત્રતા દિવસ 15મી ઓગસ્ટનું ભાષણ - પેટ્રીયોટિક સ્પીચ

Updated: ગુરુવાર, 15 ઑગસ્ટ 2024 (06:31 IST)
 
ભારતને 15 ઓગસ્ટ 1947ના રોજ બ્રિટિશ શાસનથી આઝાદી મળી હતી. આઝાદી પછી આપણને આપણા રાષ્ટ્ર અને માતૃભૂમિમાં તમામ મૂળભૂત અધિકારો મળ્યા. આપણને આપણા ભારતીય હોવા પર ગર્વ હોવો જોઈએ અને આપણા સૌભાગ્યની પ્રશંસા કરવી જોઈએ કે આપણે આઝાદ ભારતની ભૂમિમાં જન્મ્યા છીએ. ગુલામ ભારતનો ઈતિહાસ  જણાવે છે કે કેવી રીતે આપણા પૂર્વજોએ સખત લડાઈ લડી અને ફિરંગીઓના ક્રૂર યાતનાઓ સહન કરી.  આપણે અહીં બેસીને કલ્પના કરી શકતા નથી કે બ્રિટિશ શાસનમાંથી આઝાદી કેટલી મુશ્કેલ હતી.  આ આઝાદીમાં 1857 થી 1947 સુધીના અસંખ્ય સ્વાતંત્ર્ય સેનાનીઓએ પોતાના પ્રાણોની આહુતી આપી છે અનેક બલિદાન આપ્યા છે અને કેટલાક દાયકાઓ સુધી સંઘર્ષ કર્યો છે. ભારતની આઝાદી માટે અંગ્રેજો સામે પહેલો અવાજ બ્રિટિશ આર્મીમાં કામ કરતા સૈનિક મંગલ પાંડેએ ઉઠાવ્યો હતો 
 
બાદમાં ઘણા મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓ આઝાદી માટે લડ્યા અને પોતાનું આખું જીવન આપી દીધું. આપણે બધા ભગત સિંહ, ખુદીરામ બોઝ અને ચંદ્રશેખર આઝાદને ક્યારેય ભૂલી શકતા નથી જેમણે ખૂબ જ નાની ઉંમરે દેશ માટે લડતા-લડતા  જીવ ગુમાવ્યો હતો. નેતાજી અને ગાંધીજીના સંઘર્ષને આપણે કેવી રીતે અવગણી શકીએ. ગાંધીજી એક મહાન વ્યક્તિત્વ ઘરાવતા હતા જેમણે ભારતીયોને અહિંસાનો પાઠ ભણાવ્યો હતો. તેઓ એકમાત્ર એવા નેતા હતા જેમણે અહિંસા દ્વારા આઝાદીનો માર્ગ બતાવ્યો અને આખરે લાંબા સંઘર્ષ બાદ 15 ઓગસ્ટ 1947ના રોજ એ દિવસ આવ્યો જ્યારે ભારતને આઝાદી મળી.
 
આપણે ખૂબ જ ભાગ્યશાળી છીએ કે આપણા પૂર્વજોએ આપણને શાંતિ અને સુખની ભૂમિ આપી છે જ્યાં આપણે ડર્યા વગર રાત્રે ઊંઘી શકીએ છીએ અને આખો દિવસ આપણી શાળામાં અને ઘરમાં જ આરામથી વિતાવી શકીએ છીએ. આપણો દેશ ટેક્નોલોજી, એજ્યુકેશન, સ્પોર્ટ્સ, ફાઇનાન્સ અને અન્ય ઘણા ક્ષેત્રોમાં ઝડપથી વિકાસ કરી રહ્યો છે જે આઝાદી વિના શક્ય ન હોત. ભારત પરમાણુ ઉર્જાથી સમૃદ્ધ દેશોમાંનો એક છે.  ઓલિમ્પિક્સ, કોમનવેલ્થ ગેમ્સ, એશિયન ગેમ્સ જેવી રમતોમાં સક્રિયપણે ભાગ લઈને આપણે આગળ વધી રહ્યા છીએ. આપણને આપણી સરકાર પસંદ કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા છે અને આપણે  વિશ્વની સૌથી મોટી લોકશાહીનો ઉપયોગ કરી રહ્યા છીએ. હા, આપણે સ્વતંત્ર છીએ અને સંપૂર્ણ સ્વતંત્રતા ધરાવીએ છીએ, જો કે આપણે આપણી જાતને આપણા દેશ પ્રત્યેની જવાબદારીઓથી મુક્ત ન ગણવી જોઈએ. દેશના જવાબદાર નાગરિક તરીકે આપણે કોઈપણ કટોકટી માટે હંમેશા તૈયાર રહેવું જોઈએ. 
 
ભારત માતા કી જય.... જયહિંદ 

વધુ જુઓ..

રાજસ્થાન નગરપાલિકા ચૂંટણી પરિણામ 2026, રાજસ્થાન નગરપાલિકા ચૂંટણીનુ પરિણામ સ્પષ્ટ, આ પાર્ટીએ બાજી મારી

સોમવારે ગુજરાત, મહારાષ્ટ્રથી ઝારખંડ સુધી ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે, જેમાં અનેક રાજ્યોમાં 60 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાશે.

છિંદવાડા - કુકડી ખાપા વોટરફોલમાં ફસાયા 4 યુવક, SDRF એ 150 ફીટ ઊંડાઈમાંથી કર્યુ રેસ્ક્યુ - Video

જયપુરના મોતી ડુંગરી ગણેશ મંદિરમાં આસ્થાનો સેલાબ, 3 કલાકમાં વહેંચાઈ 3500 કિલો મહેંદી

પત્નીની હત્યા કરી માથું ફ્રિજમાં છુપાવવાના આરોપીનું મોત, પોલીસ વાહનમાંથી કૂદી પડ્યાનો દાવો

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 15 સપ્ટેમ્બર, 2026

Rishi Panchami 2026 - ઋષિ પંચમી વ્રત કેમ ઉજવાય છે, જાણો ઋષિ પંચમી વ્રતમાં શુ ખાવુ અને શુ ન ખાવુ ?

ગણપતિ બાપ્પાના સ્વાગત માટે 3 પ્રકારના ચોકલેટ મોદકની રેસિપી

માતા પાર્વતીની આરતી

Aaj Nu Panchang- 14 સપ્ટેમ્બર, 2026

આગળનો લેખ
Show comments