રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. સ્વતંત્રતા દિવસ
Written By
Last Updated : શુક્રવાર, 9 ઑગસ્ટ 2024 (16:12 IST)

National Flag - તિરંગા નું મહત્વ નિબંધ

triranga importance
triranga importance


તિરંગા આપણી આન-શાન અને બલિદાનનુ પ્રતીક છે . તેના નીચે આપ્ણે  બધા ભારતવાસી ખુદને સુરક્ષિત અને ગૌરાવાંવિત અનુભવીએ છે. આ તિરંગાના ત્રણ રંગમાં સૌથી ઉપર કેસરિયો હોય છે. વચ્ચે સફેદ અને નીચે લીલો રંગ હોય છે. આ ત્રણેય રંગનો તેમનુ  ખાસ મહત્વ અને અર્થ છે. 

તિરંગા માટે શું છે નિયમો
 
તિરંગો ધરતી પર અડવો જોઈએ નહી.  આ ઉપરાંત તિરંગા એટલે કે રાષ્ટ્રીય ધ્વજથી ઉંચો કોઈ બીજો ઝંડો રાખી શકાશે નહી. તિરંગાનો ઉપયોગ કોઈ પણ પ્રકારની સજાવટ માટે કરી શકાશે નહી. તિરંગાનુ નિર્માણ હમેશા આયાતકાર રહેશે. જેનુ અનુપાત 3:2 નક્કી છે. તેમજ સફેદ પટ્ટીના વચ્ચે સ્થિત અશોક ચક્રમાં 24 લીટીઓ હોવી જરૂરી છે. આ વાતની કાળજી હમેશા રાખવી કે કોઈ પણ રીતે આપણા તિરંગાનુ અપમાન થવુ જોઈએ નહી. 
 
ઝંડા પર કઈક પણ લખવુ  ગેરકાયદેસર છે. કોઈ પણ ગાડીની પાછળ, પ્લેન કે વહાણમાં તમારી ઈચ્છાથી તિરંગો લગાવી શકાતો નથી કોઈ સામાન, બિલ્ડીંગ વગેરેને ઢાંકવા માટે તેનો ઉપયોગ કરી શકાય નહી. 
 
દર વર્ષે સ્વતંત્રતા દિવસ અને ગણતંત્ર દિવસ પર લાલ કિલ્લા પર રાષ્ટ્રીય ઝંડાને ખૂબ આદરની સાથે ફરકાવાય છે અને આ 21 તોપની સલામી અપાય છે અને સેના ભારતીય ધ્વજનું સમ્માન કરે છે. 
 
ભારતીય રાષ્ટ્રધ્વજ ના દરેક રંગ શું સંદેશ આપે છે.. 
 
ભારતના રાષ્ટ્રીય ધ્વજને દેશના સંવિધાન સભાએ 22 જુલાઈ 1947એ પસંદ કર્યો હતો. જે હિંદુસ્તાનના આધિકારિક ધ્વજ બની ગયો.  
 
સન 1947થી લઈને આજ સુધી ભારતીય ધ્વજ તે જ રીતે ફરકાવાય છે તેના સૌથી ઉપર કેસરિયો રંગ પછી સફેદ અને નીચે લીલો રંગ રહે છે.  વચ્ચે ચક્રમાં 24 આરા હોય છે. જેને આપણે અશોક ચક્રના નામથી ઓળખીએ છીએ.  આજે અમે તમને ભારતીય ધ્વજમાં રહેલા ત્રણ રંગ વિશે જણાવીશું.  આ રંગ શાનુ  પ્રતીક ગણાય છે
 
 
કેસરિયો રંગ 
પહેલા આવે છે છે કેસરિયો રંગ જે બલિદાનનુ  પ્રતીક છે આ રંગ રાષ્ટ્રના પ્રત્યે હિમ્મત અને નિસ્વાર્થ ભાવનાઓને દર્શાવે છે. આ રંગ બૌદ્ધ, જૈન જેવા ધર્મોના માટે ધાર્મિક મહત્વનો રંગ છે અને કેસરિયો રંગ બધા ધર્મોના અહંકારને મુક્તિ અને ત્યાગનો સંદેશ આપે છે અને લોકોમાં એકતા કાયમ રાખવાનુ  પણ આ પ્રતીક ગણાય છે અને આપણા રાજનીતિક નેતૃત્વને પણ યાદ અપાવે છે કે આપણે લાભ કમાવવા માટે નહી પણ ભલાઈ માટે જ કાર્ય કરવુ  જોઈએ
 
સફેદ રંગ 
ભારતીય ઝંડાની વચ્ચે રહે છે સફેદ રંગ જે શાંતિ અને ઈમાનદારીનુ પ્રતીક ગણાય છે. ભારતીય દર્શન શાસ્ત્ર મુજબ સફેદ રંગને સ્વચ્છતા અને જ્ઞાનનુ પણ પ્રતીક  ગણાય છે સફેદ રંગથી સચ્ચાઈની રોશની મળે છે સફેદ રંગથી આ શીખ મળે છે કે માર્ગદર્શન અને સચ્ચાઈની રસ્તા પર હમેશા ચાલવું જોઈએ. 
 
લીલો રંગ 
તિરંગાના સૌથી નીચે લીલો રંગ દર્શાવે છે કે વિશ્વાસ, ઉર્વરતા, ખુશાલી અને સમૃદ્ધિ અને પ્રગતિનો પ્રતીક છે. દર્શન શાસ્ત્ર મુજબ લીલો રંગ ઉત્સવનો રંગ છે જે જીવનાની ખુશીઓને બતાવે  છે. લીલો રંગ ભારતમાં હરિયાળીને દર્શાવે છે અને આ ભારતના રાજનીતિક નેતાઓને યાદ અપાવે  છે કે તેમણે દેશની  બહારી અને આંતરિક દુશ્મનોથી રક્ષા કરવી જોઈએ. 
 
આ ઉપરાંત વચ્ચે આવેલું અશોકચક્ર એ એકતાનું પ્રતિક છે. એ દર્શાવે છે કે દેશનાં તમામ લોકોએ હળીમળીને રહેવું જોઈએ.