1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 13 ઑગસ્ટ 2023 (11:07 IST)

અમદાવાદમાં તિરંગા યાત્રા- કેન્દ્રીય ગૃહમંત્રી અને મુખ્યમંત્રીએ ફ્લેગ ઓફ કરાવી તિરંગા યાત્રાની શરૂઆત કરાવી

અમદાવાદમાં તિરંગા યાત્રા- કેન્દ્રીય ગૃહમંત્રી અને મુખ્યમંત્રીએ ફ્લેગ ઓફ કરાવી તિરંગા યાત્રાની શરૂઆત કરાવી
 
Tiranga Yatra : મેરા મિટ્ટી મેરા દેશ અંતર્ગત અમદાવાદમાં આજે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજનમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે હાજર રહ્યા હતા. તિરંગા યાત્રાનું કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ફ્લેગ ઓફ કરાવશે. બ્રિજ પાસે આવે લા ઓપન પાર્ટી પ્લોટમાં કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જેમાં મોટી સંખ્યામાં નાગરિકો હાથમાં રાષ્ટ્રધ્વજ લઈને પહોંચ્યા છે.
 
 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફ્લેગ ઓફ કરાવી તિરંગા યાત્રાની શરૂઆત કરાવી છે.  અમદાવાદમાં રાષ્ટ્રભક્તિનું ઘોડાપુર જોવા મળી રહ્યું છે. સાથે ગૃહપ્રધાને કહ્યું કે ભગતસિંહ, ખુદીરામ બોજ જેવા અનેક વીરોએ આઝાદી માટે બલિદાન આપ્યા છે. 1.5 કિલોમીટર લાંબી તિરંગા યાત્રામાં હજારોની સંખ્યામાં નાગરિકો અને બાળકો જોડાયા છે.
 

 
તિરંગા યાત્રામાં હજારોની સંખ્યામાં નાગરિકો ચાણક્યપુરી બ્રિજથી કે. કે. નગર રોડ થઈ ઉમિયા હોલથી નિર્ણયનગર ત્રણ રસ્તા સુધી જશે.