રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. અમદાવાદ રથયાત્રા
Written By
Last Updated : મંગળવાર, 20 જૂન 2023 (11:28 IST)

Ahmedabad Rathyatra 2023 Live - હાથી ઘોડા પાલખી, જય જગતના નાથની... પ્રભુને જોઈને ભાવુક થયા ભક્તો થ ખેંચી રથયાત્રાનું પ્રસ્થાન

આ રૂટ પર રથયાત્રા નીકળશે

rathyatra ahmedabad
Ahmedabad 146th Rath Yatra આજે ભગવાન જગન્નાથની 146 મી રથયાત્રા નીકળશે ત્યારે તેના પહેલાં તમામ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ વચ્ચે વડાપ્રધાન મોદીએ અમદાવાદના જગન્નાથ મંદિરમાં પ્રસાદ મોકલાવ્યો છે. વડાપ્રધાન મોદીએ 6 ટોકરીઓ ભરી જાંબુ, મગ, કેરી, કાકડીનો પ્રસાદ પ્રસાદ મોકલાવ્યો છે. થયાત્રાના રૂટનું થ્રિડી મેપિંગ તૈયાર કરવામાં આવ્યું છે. આ વર્ષે રથયાત્રામાં પોલીસ બાજ નજરે રૂટ પર નિરીક્ષણ કરવાની છે. 0.5 એટલે કે અડધો કિલોમીટર સુધીનું ડિટેલિંગ વિઝ્યુલાઇઝ થઈ શકે તે રીતે મેપિંગ તૈયાર કરવામાં આવ્યું છે. 
 
ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા
દર વર્ષે અષાઢી બિજના દિવસે અમદાવાદમાં ભગવાન જગન્નાથની ધામધૂમપૂર્વક રથયાત્રા નિકળે છે. ભગવાન ભક્તોને દર્શન આપવા માટે નગરચર્યાએ નિકળે છે. આ રથયાત્રા માટે પોલીસતંત્ર દ્વારા તમામ વ્યવસ્થાઓ કરી લેવામાં આવી છે. આ વર્ષે થ્રિડી મેપિંગ દ્વારા રથયાત્રા પર નજર રાખવામાં આવશે. તંત્ર દ્વારા થ્રિડી મેપિંગ તૈયાર કરી લેવામાં આવ્યું છે. 
 
ભગવાનની નેત્રોત્સવ પૂજન વિધિ કરાશે
 
આજે યોજાનારી રથયાત્રામાં 18 ગજરાજો, 101 ટ્રક, 30 અખાડા, 18 ભજન મંડળી, 3 બેન્ડબાજા, સાધુ-સંતો અને ભક્તો સાથે 1200 જેટલા ખલાસીઓ જોડાશે. રથયાત્રા દરમિયાન 30,000 કિલો મગ, 500 કિલો જાંબુ, 500 કિલો કેરી, 400 કિલો કાકડી અને દાડમનો પ્રસાદ વહેંચવામાં આવશે. રથયાત્રામાં દર્શન માટે આવનાર લોકોને 2 લાખ ઉપરણા પ્રસાદમાં અપાશે.18 જૂનના રોજ ભગવાન જગન્નાથ મામાના ઘરેથી પરત ફરશે ત્યારે ગર્ભગૃહમાં તેમની પ્રતિષ્ઠા કરવામાં આવશે. ત્યારબાદ સવારે 7:30 વાગ્યે ભગવાનની નેત્રોત્સવ પૂજન વિધિ કરવામાં આવશે. 
 
ahmedabad rath yatra
ahmedabad rath yatra
 
આ રૂટ પર રથયાત્રા નીકળશે
 
સવારે 7 વાગ્યે-રથયાત્રાનો પ્રારંભ
 
9 વાગ્યે-મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસ
 
9.45 વાગ્યે- રાયપુર ચકલા
 
10.30 વાગ્યે-ખાડિયા ચાર રસ્તા
 
11.15 વાગ્યે-કાલુપુર સર્કલ
 
12 વાગ્યે-સરસપુર
 
1.30 વાગ્યે-સરસપુરથી પરત
 
2 વાગ્યે-કાલુપુર સર્કલ
 
2.30 વાગ્યે-પ્રેમ દરવાજા
 
3.15 વાગ્યે-દિલ્હી ચકલા
 
3.45 વાગ્યે-શાહપુર દરવાજા
 
4.30 વાગ્યે-આર.સી. હાઇસ્કૂલ
 
5 વાગ્યે-ઘી કાંટા
5.45 વાગ્યે-પાનકોર નાકા
 
6.30 વાગ્યે-માણેકચોક
 
8.30 વાગ્યે-નિજ મંદિર પરત

સામાન્ય રીતે વર્ષ દરમિયાન ભક્તો મંદિરે જઈને તેમના આરાધ્યની પૂજાઅર્ચના કરતા હોય છે, પરંતુ રથયાત્રાના દિવસે ખુદ ભગવાન પોતે નગરચર્યા કરવા નીકળે છે અને ભક્તોને દર્શન આપે છે, એવી માન્યતા છે.

લગભગ અઢીસો વર્ષ પહેલાં ગુજરાતમાં પહેલી રથયાત્રા કાઢવામાં આવી હતી. સૌ પહેલાં ભરૂચના ભોઈ સમાજે રથયાત્રા કાઢી હતી અને આ પરંપરા આજે પણ જળવાય રહેવા પામી છે.



11:17 AM, 20th Jun
rathyatra ahmedabad
- રથયા ત્રાના દર્શને ઉમટ્યા શ્રદ્ધાળુઓ, 
- જાકી ભાવના જૈસી.. પ્રભુ મૂરત દેખી ઐસી 
- અમદાવાદમાં 146મી રથયાત્રામાં ઉમટી પડ્યો શ્રદ્ધાળુઓનો ઉત્સાહ 
-  રથયાત્રાના આગમનની તૈયારી પુરજોશમાં, ભગવાનના મોસાળમાં દર્શન માટે ભક્તોની ભીડ ઉમટી, ટૂંક સમયમાં ગજરાજ, ટ્રક, અખાડા અને રથ સરસપુરમાં પ્રવેશ કરશે.
- મહંત દિલીપદાસજી કોર્પોરેશન ઓફિસથી નીકળ્યા.
-  અખાડાના યુવાનો દ્વારા કરતબો. ટ્રક આગળ નીકળતાં હવે અખાડા આગળ વધી રહ્યા છે. વિવિધ સાઇકલ, રિંગ વગેરેના કરતોથી યુવાધનમાં જોવા મળ્યો ખૂબ ઉત્સાહ 
 

08:59 AM, 20th Jun
rath yatra

- હજી સુધી માત્ર 70 ટ્રકો જ રવાના થઈ છે. જમાલપુર મંદિરથી વૈશ્યસભા સુધી ટ્રકોનું અંતર ખૂબ જ વધારે જોવા મળી રહ્યું છે.
-   જમાલપુર મંદિરેથી ટ્રકો નીકળી રહી છે.
- વાગ્યે રથયાત્રા કોર્પોરેશન પહોંચી
- રથયાત્રા  જમાલપુર પગથિયા પહોંચી
- રથયાત્રા ગજરાજ સાથે રવાના.
- ભાઈ બલરામનો રથ પણ નિજ મંદિર બહાર નીકળ્યો.
-  સુભદ્રાજીનો રથ પણ નિજ મંદિર બહાર નીકળ્યો.
- ભગવાન જગન્નાથનો પહેલો રથ નિજ મંદિરની બહાર નીકળ્યો.

07:18 AM, 20th Jun
- ભગવાન જગન્નાથ રથમાં બિરાજમાન,મુખ્યમંત્રીએ પહિંદ વિધિ કરી રથ ખેંચી રથયાત્રાનું પ્રસ્થાન
ભાઈ બલરામનો રથ પણ નિજ મંદિર બહાર નીકળ્યો.
- 7:05 વાગ્યે સુભદ્રાજીનો રથ પણ નિજ મંદિર બહાર નીકળ્યો.
- ભગવાન જગન્નાથનો પહેલો રથ નિજ મંદિરની બહાર નીકળ્યો.
- 7 વાગ્યે મુખ્યમંત્રીએ પહિંદ વિધિ કરી રથ ખેંચી રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું.
- 5:50 વાગ્યે ત્રણેય ભાઈ બહેનને રથમાં બિરાજમાન.
- જગન્નાથ મંદિરના દ્વારે ભક્તોની ભારે ભીડ જોવા મળી છે.
-  4:44 વાગ્યે ભગવાન જગન્નાથને ખીચડાનો ભોગ ધરાવવામામાં આવ્યો છે.
-  4:30 વાગ્યે ભગવાનના આંખેથી પાટા ખોલવામાં આવ્યા છે. જય રણછોડ માખણ ચોરના નાદ સાથે ભક્તોએ ભગવાનના દર્શન કર્યા.