રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. અમદાવાદ રથયાત્રા
Written By
Last Modified: સોમવાર, 19 જૂન 2023 (14:12 IST)

Ahmedabad Rath Yatra Route 2023- અમદાવાદના આ રસ્તાઓ 20 જુને બંધ રહેશે

rathyatra
અમદાવાદના આ રસ્તાઓ 20 જુને બંધ રહેશે
 
અમદાવાદઃ શહેરમાં ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા આગામી 20મી જૂને યોજાશે. રથયાત્રાને લઈને જમાલપુર મંદિરે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
 
અમદાવાદ પોલીસ દ્વારા રથયાત્રાના દિવસે કયા કયા રસ્તાઓ બંધ રહેશે તેનુ જાહેરનામુ બહાર પાડવામાં આવ્યુ છે. તેથી જો તમે 19 અને 20 જુનના રોજ અમદાવાદમાં બહાર નીકળવાના હોય તો આ જાહેરનામુ ધ્યાનથી જોઈ લેજો. અનેક રસ્તાઓ બંધ રહેવાના છે. 
 
આ રૂટ પર રથયાત્રા નીકળશે
સવારે 7 વાગ્યે-રથયાત્રાનો પ્રારંભ
9 વાગ્યે-મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસ
9.45 વાગ્યે- રાયપુર ચકલા
10.30 વાગ્યે-ખાડિયા ચાર રસ્તા
11.15 વાગ્યે-કાલુપુર સર્કલ
12 વાગ્યે-સરસપુર
1.30 વાગ્યે-સરસપુરથી પરત
2 વાગ્યે-કાલુપુર સર્કલ
2.30 વાગ્યે-પ્રેમ દરવાજા
3.15 વાગ્યે-દિલ્હી ચકલા
3.45 વાગ્યે-શાહપુર દરવાજા
4.30 વાગ્યે-આર.સી. હાઇસ્કૂલ
5 વાગ્યે-ઘી કાંટા
5.45 વાગ્યે-પાનકોર નાકા
6.30 વાગ્યે-માણેકચોક
8.30 વાગ્યે-નિજ મંદિર પરત