રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. અમદાવાદ રથયાત્રા
Written By
Last Updated : મંગળવાર, 2 જુલાઈ 2024 (11:17 IST)

Rathyatra History - જાણો જગન્નાથપુરી અને અમદાવાદની રથયાત્રાનો ઈતિહાસ

rath yatra
ભારતમાં ભગવાન જગન્નાથની રથયાત્રા દર વર્ષે આમ તો અનેક રાજ્યોમા નીકળે છે.  પરંતુ બે સ્થાનની રથ યાત્રા ખૂબ જ જાણીતી છે અને એ છે એક ઓરિસ્સામાં આઅવેલ જગન્નાથપુરીની રથયાત્રા અને ગુજરાતના અમદાવાદમાં નીકળતી રથયાત્રા.  રથયાત્રા દર વર્ષે  અષાઢ સુદ બીજના દિવસે પરંપરાગત રીતે નીકળે છે. હિન્દુ ધર્મનું પ્રતિક ગણાતી આ રથયાત્રામાં ભગવાન જગન્નાથ, બલરામ અને બહેન સુભદ્રા રથમાં નગરયાત્રા કરવા નીકળે છે. ભગવાન જગન્નાથની આ રથયાત્રા વિશે કેટલીક રસપ્રદ વાતો જે ખરેખર જાણવા જેવી છે


જગન્નાથપુરી રથયાત્રા વિશે જાણવા જેવુ ?
Lord Jagannath katha
જગન્નાથ મંદિર એ હિન્દુ સનાતન ધર્મનાં આસ્થાનાં પ્રતિક સમા જગન્નાથપુરી મંદિર ઓરિસ્સામાં આવેલુ છે. જેનો ખુબ જ પ્રાચીન ઇતિહાસ આપણને મળે છે. દરવર્ષે જગન્નાથ ભગવાનની રથયાત્રામાં લાખો લોકો ભક્તિભાવથી જોડાય છે. આ રથયાત્રા વિશ્વની સૌથી મોટી રથયાત્રા ગણાય છે.  ચાલો જાણીએ ભગવાન જગન્નાથ મંદિરનાં ઇતિહાસ વિશે.
 
એક ઉત્સવ એવો છે કે જેમાં ભક્તિ તથા ખુશાલીની જોડે શારીરિક બળ પણ ઉમેરાય છે. એ છે ઓરિસ્સાની પુરીનગરીમાં ઉજવાતો ભગવાન જગન્નાથનો રથયાત્રાનો ઉત્સવ. એ સમયે ભક્તો એકબીજાની મદદથી એમના દેવદેવીનો પ્રચંડ રથ ત્રણ કિલોમીટર સુધી ખેંચી જતા હોય છે.
 
હિંદુ પંચાંગ પ્રમાણે અષાઢ સુદ બીજનો દિવસ લગભગ જુન કે જુલાઈમાં આવે છે. પુરીમાં એનાં પગરણ મંડાયાં, પણ તે હવે પુરીનગરી પૂરતો જ મર્યાદિત નથી. ભારતના જુદાં જુદાં નગરો અને મોટાં સ્થાનોમાં તેમ જ હવે તો પરદેશમાં પણ અનેક સ્થળે ધામધૂમથી રથયાત્રાનો ઉત્સવ ઉજવાય છે.
 
જ્યારે ‘ જય જગન્નાથ’ના ગગનભેદી ઉચ્ચારો ઘંટો, ઝાંઝ, નગારાં, ઢોલક અને બીજાં વાજિંત્રોના ધ્વનિથી વાતાવરણ ગૂંજતું હોય છે, ત્યારે ભગવાન શ્રી જગન્નાથ, એમના મોટાભાઈ બલભદ્ર તથા નાની બહેન સુભદ્રા સાથે એમના નિર્ધારિત સ્થાન ગુંડીચા ઘર તરફ જતા હોય છે. ત્રણે દેવો જુદા જુદા રથોમાં પ્રયાણ કરતા હોય છે.
 
ગુંડીચા ઘરમાં પખવાડિયું રહ્યા પછી ત્રણે દેવ – દેવી પોતપોતાના રથમાં, ધામધૂમથી પોતપોતાના મંદિરમાં જતાં હોય છે. પુરીમાં હોય છે તેમ આ ત્રણ દેવતાઓનું અસ્થાયી નિવાસસ્થાન પણ ગુંડીચા ઘર તરીકે ઓળખાય છે.
 
પુરીમાં ગુંડીચા ઘર – રાણી ગુંડીચાનું નિવાસસ્થાન કે જ્યાં કોઈ રહસ્યમય શિલ્પીએ (એક આસ્થા પ્રમાણે સ્વયં વિશ્વકર્માએ) કાષ્ટમાંથી ભગવાન જગન્નાથની પ્રતિમા કંડારી છે , તે સ્થળનું નામ છે. ઓરિસ્સાના અને ભારતનાં બધાં મંદિરોમાં પથ્થરમાંથી કંડારાયેલી મૂર્તિઓ હોય છે. તો ભગવાન જગન્નાથની મૂર્તિ કાષ્ટમાંથી શા માટે કંડારાઈ હશે ?
rath yatra
અમદાવાદની ભગવાન જગન્નાથની રથયાત્રા વિશે જાણવા જેવુ 
 
ગુજરાતની શાન સમજાતી ભગવાન જગન્નાથની રથયાત્રા દરવર્ષે અમદાવાદમાં અષાઢ સુદ બીજના દિવસે પરંપરાગત રીતે નીકળે છે. હિન્દુ ધર્મનું પ્રતિક ગણાતી આ રથયાત્રામાં ભગવાન જગન્નાથ, બલરામ અને બહેન સુભદ્રા રથમાં નગરયાત્રા કરવા નીકળે છે. ભગવાન જગન્નાથની આ રથયાત્રા વિશે કેટલીક રસપ્રદ વાતો જે ખરેખર જાણવા જેવી છે
 
અમદાવાદમાં ક્યારે પ્રથમ વખત યોજાઈ 
2 જુલાઈ 1878ના રોજ થયો હતો પ્રારંભ
 
રથયાત્રાની શરૂઆત કેવી રીતે થઈ
 
શહેરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી છે. ત્યારે અમે આપને જણાવીશું કે આ રથયાત્રાની શરૂઆત કેવી રીતે થઈ. એ કઈ પ્રેરણા હતી કે જેણે રથયાત્રાની શરૂઆત કરાવી અને આજે વર્ષો સુધી આ પરંપરા ટકી રહી છે.
 
આ વખતે 147મી રથયાત્રા
 
અમદાવાદમાં આ વર્ષે 146મી રથયાત્રાનો પ્રારંભ થયો છે. ત્યારે ભાવિક ભક્તોમાં પણ આનંદ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો ઈતિહાસ પણ ભવ્ય રહ્યો છે. અંદાજે સાડા ચારસો વર્ષ પહેલા રામામંદી સંત હનુમાનદાસજીએ જમાલપુરના જગન્નાથજી મંદિરમાં ગાદીની સ્થાપના કરી હતી. ત્યારબાદ ગાદીપતિ સારંગદાસજી મહારાજને ભગવાને સ્વપ્નમાં દર્શન આપ્યા હતા જે બાદ અમદાવાદમાં રથયાત્રાનો પ્રારંભ થયો.
 
2 જુલાઈ 1878ના રોજ થયો હતો પ્રારંભ
 
આમ 2 જુલાઈ 1878ના રોજ સૌ પ્રથમ અમદાવાદમાં રથયાત્રા નીકળી હતી. મહંત નરસિંહદાસજી મહારાજે અમદાવાદમાં રથયાત્રા શરૂ કરાવી હતી.આમ વર્ષો બાદ આજે પણ ભવ્ય રીતે રથયાત્રા નિકળે છે અને ભગવાન સ્વયં નગરચર્યાએ નિકળી નગરજનોને દર્શન આપે છે.
 
કોણે શરુ કરી રથયાત્રા ?
 
147 વર્ષ પહેલાં જગન્નાથ મંદિરના મહંત નરસિંહદાસજીએ પ્રથમવાર ઈ.સ. 1878ની અષાઢી બીજના દિવસે રથયાત્રાનો પ્રારંભ કર્યો હતો. નાના પાયે શરૂ થયેલી રથયાત્રાનો વ્યાપ આજે એટલો વધી ગયો છે કે તે દેશની બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા બની ગઈ છે.
 
જગન્નાથ મંદિરની સ્થાપના કોણે કરી ?
 
આ મંદિરનો ઇતિહાસ 450 વર્ષ જુનો છે. આ ઇતિહાસની જો વાત કરીએ તો આ મંદિરની સ્થાપના સારંગજીદાસે કરી હતી. જગન્નાથ મંદિર પહેલા હનુમાનજીનું મંદિર હતું. આ મંદિરના નિર્માણ પાછળ એક આદેશ કારણભુત છે. સારંગજીદાસજીને સપનામાં જગન્નાથજીની મૂર્તી સ્થાપિત કરવાનો આદેશ મળ્યો હતો. જેથી તેઓ પુરીથી નીમકાષ્ઠાની બનેલી મૂર્તીઓ લાવ્યા અને સંપુર્ણ વિધિવિધાન સાથે આ મૂર્તીઓની પ્રાણપ્રતિષ્ઠા કરાઇ. અષાઢીબીજના દિવસે એટલે કે 1 જૂલાઇ 1978માં પ્રથમ રથયાત્રા યોજાઇ હતી.
 
કેવી રીતે બન્યું સરસપુર ભગવાનનું મોસાળ ?
 
147  વર્ષ પહેલા બહુ નાના પાયે શરૂ થયેલી રથયાત્રામાં ભગવાનને બળદગાડામાં લઈ જવાતા હતા. જેમાં સાધુસંતો ભાગ લેતા હતા. તે સમયે સરસપુરમાં રણછોડજીના મંદિરમાં સાધુસંતોનું રસોડું રાખવામાં આવતું હતું. બસ તે સમયથી જ સરસપુર ભગવાન જગન્નાથનું   મોસાળ બની ગયું. હવે સરસપુરની તમામ પોળોના રહિશો રથયાત્રામાં જોડાયેલા ભક્તોને પ્રેમભાવથી જમાડે છે
 
રથયાત્રાનો ઇતિહાસ, ત્યારથી અત્યાર સુધી
 
-  જમાલપુરમાં સાબરમતી નદીના કિનારે આવેલું જગન્નાથ મંદિર 400 વર્ષ જૂનું મનાય છે
- ગત વર્ષે 144મી રથ યાત્રા ભક્તોની હાજરી વિના વિધિ ખાતર માત્ર સવા ચાર કલાકમાં પૂર્ણ કરી દેવાઈ
-  1993માં રથયાત્રા પર કોઈ દૂરથી ગોળીબાર ના કરે તે માટે બૂલેટપ્રૂફ કાચ લગાવાયા હતા
-  1946માં રથયાત્રામાં ફાટી નીકળેલાં તોફાનો ખાળવામાં બે હિન્દુ-મુસ્લિમ મિત્રો વસંત-રજબે શહીદી વહોરી
-  જગન્નાથ મંદિરેથી યાત્રા નીકળે તે સરસપુરમાં બપોરે ભોજન માટે રોકાય છે
-  અમદાવાદની રથયાત્રા માટે ભરૂચના ખલાસીઓએ રથ બનાવી આપ્યા હતા
- 1985માં રથયાત્રા માટે તે વખતની સરકારે મંજૂરી આપી નહોતી પણ સરજુપ્રસાદ નામના હાથીએ આડશ માટે મૂકેલી પોલીસ વાનને સૂંઢથી ધક્કો મારીને હટાવી દીધી
-  1993માં એવી સ્થિતિ હતી કે રથયાત્રા પર કોઈ દૂરથી ગોળીબાર ના કરે તે માટે બુલેટપ્રૂફ કાચ લગાવાયા હતા
કોઠા તરીકે ઓળખાતી કૉર્પોરેશનની કચેરી પાસે લઘુમતી સમાજના અગ્રણીઓ પણ રસ્તામાં રથયાત્રાનું સ્વાગત કરે છે
- રથયાત્રામાં નેત્રોત્સવ થાય, ભગવાનની આંખ આવી જાય એટલે મૂર્તિને પાટા બાંધવામાં આવે, આંખો સારી થાય એટલે જાંબુનો પ્રસાદ હોય, મગના પ્રસાદનું ભોજન પણ હોય