શનિવાર, 2 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 10 જૂન 2023 (18:11 IST)

અમિત શાહનો કટાક્ષઃ રાહુલબાબા શ્રદ્ધા હોય તો ટિકિટ તૈયાર રાખજો, 2024માં ભવ્ય રામમંદિર તૈયાર થશે

amit shah
સિધ્ધપુરમાં વડાપ્રધાન મોદીનાં 9 વર્ષ અંતર્ગત વિશાળ જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સભા સંબોધી હતી.તેમણે કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતાં. અમિત શાહે કહ્યું હતું કે, નરેન્દ્ર મોદી બીજી વખત વડાપ્રધાન બનતાની સાથે જ 370 હટાવી દીધી છે. આ સમયે રાહુલ બાબા  કહેતા હતા કે 370 હટશે તો લોહીની નદીઓ વહેશે. અરે લોહીની નદીઓ તો દૂર કોઈએ કાંકરીચાળો પણ કર્યો નથી.

અમિત શાહે રામ મંદિર મુદ્દે કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, હું વર્ષ 2014 થી 2019 સુધી ભાજપનો અધ્યક્ષ હતો. ત્યારે કોંગ્રેસ તેમજ રાહુલ બાબા કાયમ પૂછતા હતા કે  મંદિર વહી બનાએગે, તિથિ નહી બતાયેંગે. જો રાહુલ બાબા શ્રદ્ધા હોય તો ટિકીટ તૈયાર રાખજો. 2024 માં ભવ્ય રામમંદિર બનીને તૈયાર થઈ જશે.રામલલ્લાને કોંગ્રેસે 60 વર્ષ સુધી તાળામાં પુરી રાખેલ. ત્યારે આજે ત્યાં ભવ્ય મંદિરનું નિર્માણ ચાલુ છે અને થોડાક જ સમયમાં ત્યાં ભવ્ય મંદિર બાંધવાનું કામ પૂર્ણ થઈ જશે.

UPA નાં 10 વર્ષ હતા. ત્યારે મોદીજીનાં 10 વર્ષ થશે. UPAનાં 10 વર્ષમાં શું થયું. 12 લાખ કરોડનાં ગફલા, ગોટાળા, ભ્રષ્ટ્રાચાર, કૌભાંડો. રાહુલ બાબા દુનિયાભરમાં ફરી ફરી બધુ બોલો છે. તમારા 10 વર્ષનો હિસાબ આજે પણ દેશની જનતાને યાદ છે. ભાજપા આવી 9 વર્ષની અંદર અમારા વિરોધીઓ પણ અમારી સામે એક પણ ભ્રષ્ટ્રાચારનો આરોપ નથી કરી શક્યા. નવ વર્ષ દેશનાં આઝાદીનાં 75 વર્ષનાં ઈતિહાસમાં સ્વર્ણિમ અક્ષરે લખાશે. આ 9 વર્ષની અંદર આર્થિક મંદી મોદીજીએ સમાપ્ત કરી દીધી. આર્થિક અવ્યવસ્થા સમાપ્ત કરી દીધી.

કોવિડ જેવી મહામારી આવી. અહીંયા ગ્રામીણ ક્ષેત્રનાં લોકો છે. બધાને બે-બે રસીનાં ડોઝ મળ્યા છે કે નહી તે હાથ ઉપર કરી જણાવો.યુક્રેનનું યુદ્ધ હોય કે દુનિયામાં ક્યાંય પણ અશાંતિ થઈ હોય.  ભારતીયો ફસાયા હોય. મેં તો નજદીકથી જોયું છે ભાઈ. રાતનાં 3 વાગ્યા સુધી મોદીજી સતત ત્યાં વાતચીત કરતા કરતા એકપણ ભારતીય ત્યાં આગળ જીવ ન ગુમાવે અને સૌને સુરક્ષીત સૌને પાછા લાવવાનું કામ નરેન્દ્રભાઈએ કર્યું.

કેન્દ્રીય ગૃહમંત્રીએ કોંગ્રેસને આડેહાથ લેતા વધુમાં જણાવ્યું હતું કે,  કોંગ્રેસનું શાસન હતું.  તે સમય દરમ્યાન રોજ પાકિસ્તાનથી આલીયા, માલીયા,  જમાલીયા ઘુસી જતા હતા.  બોંબ ધડાકા, આતંકવાદ અને ત્યાં મનમોહનસિંગ હતા. મૌની બાબા એક અક્ષર પણ ન બોલે. કોઈની બોલવાની હિંમત નહી. ત્યારે મોદીજીનાં સમયમાં પાકિસ્તાને ઉરી અને પુલવામાં છમકલું કર્યું. અને પાકિસ્તાનને એવી ખોડ ભુલવાડી દીધી સર્જીકલ સ્ટ્રાઈક અને એરસ્ટ્રાઈક કરી પાકિસ્તાનનાં ઘરમાં ઘુસી આતંકવાદીઓને સફાયો કરવાનું કામ દેશનાં વડાપ્રધાને કર્યું. સેનાતો એ જ છે અને એ વખતે પણ આજ હતી. આજે પણ આ છે. જવાનો એ વખતે પણ  બહાદુર હતા આજે પણ જવાનો જ લડ્યા. ફરક શું પડ્યો? રાજનીતીક ઈચ્છા શક્તિનો.

વડાપ્રધાને સમગ્ર વિશ્વમાં  પ્રસ્થાપિત કરી દીધું કે ભારતની સેના અને ભારતની સીમા એને કોઈ છેડખાની ન કરી શકે.  ભારતની સેના અને ભારતની સીમા સાથે છેડખાની કરવા પર દંડ આપવામાં આવે છે તે નિશ્ચિત વડાપ્રધાને કર્યુ. સિદ્ધપુર ખાતે યોજાયેલી વિશાળ જનસભામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, ગુજરાતે લોકસભામાં 26 માંથી 26 બેઠક આપી. તેમજ પાટીલનાં નેતૃત્વમાં વિધાનસભા ચૂંટણીમાં વિક્રમી જીત મેળવી.  ત્યારે વધુમાં અમિત શાહે કહ્યું હતું કે રાહુલ બાબા વિદેશમાં વેકેશન કરવા ગયા છે પરંતું વિદેશમાં જઈને દેશની નિંદા કરવાનું કામ ન શોભે.