Webdunia - Bharat's app for daily news and videos

Install App

માથાનો દુ:ખાવો દૂર કરવાની 12 અસરદાર ટિપ્સ

Updated: શનિવાર, 28 ઑક્ટોબર 2017 (10:43 IST)
ભાગદોડથી ભરેલી લાઈફસ્ટાઈલ અને રિલેક્સશન ન મળવાને કારણે કે અન્ય અનેક કારણોથી મોટાભાગે માથાનો દુ:ખાવો થઈ જાય છે. આવામાં વધુ પેન કિલર ખાવાથી રિએક્શનનો ભય રહે છે.  તેથી માથનઓ દુખાવો દૂર કરવા માટે તમે ઘરેલુ ઉપાયોનો પણ ઉપયોગ કરી શકો છો. 
 
1. કેસર અને બદામને વાટીને સૂંઘવા અને લગાવવાથી માથાનો દુ:ખાવામાં રાહત મળે છે.  
2. થોડીક જાયફળ  દૂધમાં ઘસીને માથા પર લગાવવાથી માથાના દુ:ખાવામાં રાહત અનુભવાય છે. 
3. પિપરમેંટનુ તેલ લગાવવાથી પણ માથાનો દુ:ખાવામાં તરત આરામ મળે છે. 
4. ડુંગળી સૂંઘવાથી કે માથા પર ડુંગળીનો રસ લગાવવાથી માથાનો દુ:ખાવો દૂર થઈ જાય છે. 
5. ચંદનમાં પિપરમેંટ મિક્સ કરીને માથા પર લગાવવાથી માથાના દુ:ખાવામાં તરત રાહત મળે છે. 
6. માથા પર ઠંડા પાણીની ધાર પાડવાથી માથાના દુ:ખામાં રાહત મળે છે.  
7. દૂધીના ગુદાને માથા પર લેપ કરવાથી માથાના દુ:ખામાં તરત જ આરામ મળે છે 
8. માથાના દુ:ખામાં લીંબૂ, આલૂ કે આમલીનુ શરબત પીવાથી ખૂબ આરામ મળે છે. 
9. સૂંઠનો પાવડર બનાવીને બોટલમાં ભરીને મુકી લો. જ્યારે પણ માથાનો દુ:ખાવો થાય તો સૂંઠ પાવડર લઈને તેમા પાણી મિક્સ પેસ્ટ બનાવો. આ પેસ્ટને માથા પર લગાવો. હળવી બળતરા થશે અને માથાનો દુ:ખાવો તરત દૂર થઈ જશે. 
10. લસણની એક કળીનો રસ બનાવીને પી લેવાથી  પણ માથાનો દુ:ખાવામાં તરત આરામ મળી જાય છે. 
11. વારે ઘડીએ માથાનો દુ:ખાવો થતો હોય તો સફરજન પર મીઠુ લગાવીને ખાવ. ત્યારબાદ ગરમ પાણી કે દૂધ પીવો. 
12. તજને વાટીને પાવડર બનાવી રાખી લો. જ્યારે પણ માથાનો દુ:ખાવો થાય તો તજના પાવડરમાં પાણી મિક્સ કરીને પેસ્ટ બનાવો. આ પેસ્ટને માથા પર લગાવો, માથાના દુ:ખાવાથી રાહત મળશે.  

વધુ જુઓ..

પીએમ મોદીને મળ્યા પછી, તેમના બાળપણના મિત્રને જમીન મળી જે અગાઉ ભાજપના ધારાસભ્ય દ્વારા કબજે કરવામાં આવી હતી

UPI Payments Rules 2026- 15 ઓક્ટોબરથી UPI ટ્રાન્ઝેક્શનના નિયમો બદલાશે, દરેક UPI ચુકવણી માટે કોને કેટલી રકમ ચૂકવવી પડશે તે જાણો

ઉદયપુરમાં મહિલા પર ભયાનક હુમલો, આંખોમાં મરચાં પાવડર નાખી નાક કાપ્યું, નવમા માળેથી નીચે ફેંકવાનો પ્રયાસ

વડોદરામાં ‘ગણેશોત્સવ’ પર પીએમ મોદીનો પ્રભાવ - પંડાલોની સંખ્યા 1,800 થઈ, સુરક્ષા અને સ્વચ્છતા પર ભાર

SP રિંગ રોડ પર PCBનો મોટો દરોડો: કે.ડી. હોસ્પિટલ અન્ડરબ્રિજ પાસેથી બીયર ભરેલી આઇસર ટ્રક ઝડપાઈ

વધુ જુઓ..

Aaj Nu Panchang- આજનુ પંચાગ -16 સપ્ટેમ્બર 2026

Ukdiche Modak Recipe - ઉકડીચે મોદક (બાફેલા મોદક) રેસીપી

Rishi Panchami 2026 Date : ઋષિ પંચમી (સામા પાંચમ) વ્રત ક્યારે છે ? જાણો શુભ મુહૂર્ત અને પૂજા વિધિ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 15 સપ્ટેમ્બર, 2026

Rishi Panchami 2026 - ઋષિ પંચમી વ્રત કેમ ઉજવાય છે, જાણો ઋષિ પંચમી વ્રતમાં શુ ખાવુ અને શુ ન ખાવુ ?

આગળનો લેખ
Show comments