રોજ એક નાસપતી ખાવું જોઈએ, નાસપતીથી ઘણા રોગો ને દૂર કરી શકાય છે
- વરસાદની મોસમમાં નાશપતિથી ઘણા રોગો ને દૂર કરી શકાય છે. નાશપતીમાં સફરજન જેવા ઔષધીય ગુણધર્મો જોવા મળે છે ,એમાં વિટામિન્સ,એંજાઈમ અને અને પાણીમાં દ્રવ્ય રેસા પુષળ પ્રમાણમાં જોવા મળે છે.
- નાશપતિ ઝેરીલા પદાર્થ અને રસાયણોના સંપર્કમાં આવવાથી મોટા આંતરડાની કોશિકાઓની રક્ષા કરે છે. આનુ જ્યુસ દિવસમાં બે વાર પીવાથી કફ ઓછો થઈને ગળાની ખરાશ દૂર કરે થાય છે.
-આ ખાવાથી શરીરનો ગ્લુકોઝ ઊર્જામાં રૂપાંતરિત થાય છે.જયારે તમે થાક અનુભવો તો નાશપતી ખાવ તમને તરત જ ઊર્જા મળશે .નાશપતીનો જ્યુસ શરીરના તાપમાન ઓછો કરી તાવમાં રાહત આપે છે.
-કમરના દુખાવામાં પણ નાસપતી ફાયદાકારી હોય છે.
-નાસપતીમાં વધારે માત્રામાં બોરોન હોય છે. બોરોન હાડકામાં કેલિશ્યમને બનાવી રાખવામાં મદદ કરે છે.
- નાસપતીમાં ભરપૂર માત્રામાં આયન રહેલું હોય છે. જે હિમોગ્લોબીનના સ્તરને વધારે છે. જો કોઈ એનીમિયાથી પીડિત હોય તો તેને રોજ એક નાસપતી ખાવું જોઈએ.
-નાશપતીનું સેવન પેટમાં ઘણું લાભકારી છે. આમા ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે. જેનાથી પાચન ક્રિયામાં સુધારો થાય છે.