Webdunia - Bharat's app for daily news and videos

Install App

મોઢામાં સફેદ ચાંદા આ ગંભીર સ્થિતિના આપે છે સંકેત, જાણો અને તેને અવગણશો નહી

Updated: સોમવાર, 13 માર્ચ 2023 (08:43 IST)
White mouth ulcer: તમેં  જોયું હશે કે કેટલાક લોકો પોતાના મોઢામાં થનારા ચાંદા(અલ્સર) થી પરેશાન રહે છે. નોર્મલી આપણે એવુ કહીએ છીએ કે મોઢું આવ્યું છે. પરંતુ કેટલાક લોકોને મોઢામાં ચાંદા એ બતાવે છે કે તમારું શરીર ઝડપથી બદલાઈ રહ્યું છે. સાથે જ આ એ વાતનો સંકેત છે કે તમે લાઈફસ્ટાઈલ અને આહાર સંબંધિત કમીઓનો શિકાર છો. તેમજ તમેં ખૂબ જ ખરાબ લાઈફસ્ટાઈલ જીવી રહ્યા છો. તો ચાલો જાણીએ મોઢામાં સફેદ ચાંદા થવાનું કારણ.
 
 મોઢામાં સફેદ ચાંદા થવાનું કારણ - White mouth ulcer causes  
 
1. સ્ટ્રેસ - Stress
 
સ્ટ્રેસને કારણે તમારા મોઢામાં સફેદ ચાંદા થવાનું કારણ બની શકે છે.  વાસ્તવમાં જ્યારે આપણે વધુ ટેન્શન લઈએ છીએ ત્યારે શરીર એલ્કલાઈન (ક્ષારયુક્ત) બને છે અને શરીરની ગરમી વધે છે. જેને શરીર પચાવી શકતુ નથી અને તે ત્વચા અને ટીશૂઝ દ્વારા બહાર નીકળે છે. આ સફેદ ચાંદા તમને પરેશાન કરવા માંડે છે.
 
 2. એસિડીક ફૂડસ  -Acidic foods
 
એસિડીક ફૂડસ, જેવી કે ગરમ વસ્તુઓ અથવા વધુ તેલ-મસાલાવાળી વસ્તુઓ મોઢામાં સફેદ ચાંદાનું કારણ બની શકે છે. આ ઉપરાંત વધુ ઠંડા પીણા પીવાથી, ફાસ્ટ ફૂડનું સેવન કરવાથી, મરચાં અને ગરમ મસાલાનું વધુ સેવન કરવાથી પેટ એસિડિક બને છે, જેના કારણે મોઢામાં સફેદ ચાંદા પડી જાય છે.  
 
3. વિટામિનની કમી - Vitamin Deficiency
વિટામિન B, ખાસ કરીને વિટામિન B12 ની ઉણપથી મોઢામાં સફેદ ચાંદા થઈ શકે છે. વાસ્તવમાં તે તમારી જીભ અને મોઢાને ખૂબ જ સંવેદનશીલ બનાવી દે છે, જેના કારણે મોઢામાં સફેદ ચાંદા થઈ શકે છે.
 
તેથી હવે પછી આ કારણોને અવગણશો નહીં અને વારંવાર સફેદ ચાંદા થતા હોય તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરો. તેમજ આ કારણોને જાણીને આવું કરવાથી બચો જેથી કરીને આ સમસ્યા તમને વારંવાર પરેશાન ન કરે અને પુષ્કળ પાણી પીઓ અને પેટને ઠંડુ રાખવાનો પ્રયાસ કરો.

વધુ જુઓ..

રામ મંદિરના પ્રસાદ ચોરી કેસમાં ચંપત રાયની બેદરકારી પ્રકાશમાં આવી, SIT રિપોર્ટમાં ખુલાસો

Nepal Elephent Attack: એક જ હાથીએ 14 વર્ષમાં એક જ પરિવારના ચાર સભ્યોને મારી નાખ્યા છે, જેના કારણે નેપાળનો 'ધુર્બે' ભયનો પર્યાય બની ગયો છે.

ICC નુ મોટુ એલાન, ODI વર્લ્ડ કપ 2027 નુ ફોર્મેટ બદલાયુ, હવે પહેલી મેચથી જ વધશે રોમાંચ

50 હજારથી ઓછી કિમંતમાં મળી રહ્યુ છે દમદાર ઈલેક્ટ્રિક સ્કુટર, સિંગલ ચાર્જમાં આખો દિવસ દોડશે

ચાંદીપુરા વાયરસના ખતરા સામે AMC સજ્જ: અમદાવાદમાં બાળ આરોગ્યને કેન્દ્રમાં રાખીને વિશેષ સાવચેતી, સઘન સર્વેલન્સ શરૂ

વધુ જુઓ..

Ambe Stuti - વિશ્વંભરી સ્તુતિ

અંબામા આરતી - જય આદ્યા શક્તિ (જુઓ વીડિયો)

બુઘવાર અને પુષ્ય નક્ષત્રમાં કરો આ અચૂક ઉપાય, બધી પરેશાનીઓથી મળશે છુટકારો

Aaj Nu Panchang- આજનુ પંચાગ -15 જુલાઈ 2026

15 જુલાઈથી શરૂ થશે અષાઢ ગુપ્ત નવરાત્રી, 8 દિવસની રહેશે અષાઢ ગુપ્ત નવરાત્રી

આગળનો લેખ
Show comments