રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: શુક્રવાર, 10 માર્ચ 2023 (13:54 IST)

H3N2 Virus Home Remedies: એચ3એન2 વાયરસથી થઈ રહેલ તાવ-ખાંસીને ખતમ કરશે Dr. ના 8 ઘરેલુ ઉપાય

cold
કોરોના બાદ હવે દેશના અનેક ભાગમં એચ3એન2 વાયરસ (H3N2 Influenza Virus)નો પ્રકોપ ઝડપથી ફેલાય રહ્યો છે. છેલ્લા કેટલાક અઠવાડિયામાં તેના મામલા ઝડપથી વધી રહ્યા છે. દર્દીઓમાં ખાંસી, તાવ, ઉલ્ટી, ગળામાં ખરાશ, શરીરમાં દુખાવો અને ઝાડા થવા જેવા લક્ષણો દેખાય રહ્યા છે.  ઈંડિયમ મેડિકલ એસોસિએશનનુ (IMA)માનવુ  છે કે સંક્રમણના લક્ષણ પાંચથી સાત દિવસ સુધી કાયમ રહી શકે છે.  એચ3એન2થી થનારો તાવ ત્રણ દિવસમાં ઉતરી જાય છે.  પણ ખાંસીના લક્ષણો ત્રણ અઠવાડિયા સુધી કાયમ રહી શકે છે. આના લક્ષણ સીઝનલ કોલ્ડ અને કફ જેવા હોય છે. 
 
IMA એ સંક્રમણની સારવાર માટે એંટીબાયોટિક્સ ન લેવાની સલાહ આપી છે.  ડોક્ટરના કહેવા પ્રમાણે સંક્રમણથી થનારા તાવ અને ખાંસીને કેટલાક ઘરેલુ ઉપાય દ્વારા ઠીક કરી શકાય છે. ચાલો જાણીએ એ ઉપાય 
 
 1 પ્રવાહી પદાર્થોમાં હળદર નાખીને પીવો 
  
ડોક્ટરે જણાવ્યુ કે હળદરમાં જોવા મળનારા કરક્યુમિન પદાર્થમાં એંટી-ઈફ્લેમટરી, એંટીવાયરલ અને એંટીબૈક્ટેરિયલ ગુણ હોય છે. હળદર ખાંસી અને તાવનો સારો ઈલાજ છે.  તેનો પાવર વધારવા તમે તેને કાળા મરી સાથે લઈ શકો છો. તમે 1 ચમચી હળદર અને 1/8 ચમચી કાળા મરીને સંતરાના રસ, ચા કે સૂપમાં મિક્સ કરીને લઈ શકો છો. આ બ્રોકાઈટિસ, અસ્થમા અને ઉપરી શ્વસન રોગોનો સામનો કરવામાં અસરકારક ઈલાજ છે.  
 
હાઈડ્રેટેડ રહો 
 
હાઈડ્રેટેડ રહેવાથી શરીરને સંક્રમણ સામે લડવાની તાકત રહે છે. આ માટે ઘણા બધા પ્રવાહી પદાર્થ જેવા કે પાણી, ડિકૈફિનેટેડ ચા, જ્યુસ અને સૂપ લો. મીઠા પીણા, સોડા, દારૂ અને કોફી જેવા પીણાથી બચો. તરસ ન લાગે તો પણ પાણી પીતા રહો. 
 
વિટામિન સી થી ભરપૂર વસ્તુઓ ખાવ 
 
વિટામિન સી થી ભરપૂર ફળ અને શાકભાજી તમારા ઈમ્યુન સિસ્ટમને મજબૂત કરે છે અને તમને શરદી ખાંસી પૈદા કરનારા વાયરસથી બચાવે છે. આમળા, સંતરા, લીંબૂ જેવી વસ્તુઓનુ ખૂબ સેવન કરો. 
 
ખાંસી-તાવ માટે આદુ છે બેસ્ટ 
 
શરદી, તાવ, ખાંસી અને ફ્લૂના અન્ય લક્ષણોને ખતમ કરવા માટે આદુ એક પાવરફુલ જડીબુટી છે. તમે લક્ષણોને ઓછા કરવા માટે આદુની ચા કે પછી આદુનુ પાણી પી શકો છો. 
 
મીઠાના પાણીથી કોગળા કરો 
મીઠાના પાણીથી કોગળા કરવાથી ઉપરી શ્વસન સંક્રમણને રોકવામાં મદદ મળી શકે છે.  આ તાવ અને ખાંસીને ઓછી કરવામાં મદદ કરે છે. સાથે જ ગળાના સંક્રમણને પણ ઘટાડે છે. મીઠાના પાણીના કોગળા કરવાથી કફ ઓછો થાય છે અનેન ઢીલો પડે છે. જે બેક્ટેરિયા અને એલર્જીનુ મોટુ કારણ છે. 
 
મધ અને તુલસી 
મધ, આદુ અને તુલસીને પાવરફુલ જડીબુટી માનવામાં આવે છે. શરદી, ખાંસી અને તાવના લક્ષણોને ઓછા કરવા માટે સાદુ પણી પીવાને બદલે તેમા મધ આદુ તુલસીને ઉકાળીને પીવો. તેનાથી સાઈનસને ખોલવા, ગળાના સંક્રમણને ખતમ કરવા અને ખાંસી રોકવામાં મદદ  મળી શકે છે. 
 
તાવમાં આરામ કરો 
 
 તાવથી તમારુ શરીર નબળુ પડી શકે છે. કારણ કે તેને સંક્રમણ સામે લડવા માટે ખૂબ મહેનત કરવી પડે છે. તેથી જેટલુ બની શકે તેટલો આરામ કરો. સાથે જ કોઈ પણ હાર્ડ ફિઝિકલ એક્ટિવિટી ન કરો. રાત્રે આઠથી નવ કલાકથી વધુ સૂવાની કોશિશ કરો. 
 
જાડા કપડા કે ધાબળો ઓઢવાથી બચો 
 
આપણે મોટેભાગે જોઈએ છીએ કે ઘણા લોકો તાવ આવતા જ ધાબળો ઓછીને સૂતા રહે છે કે પછી હંમેશા જાડા કપડા પહેરે છે. તેને બદલે હલકા ફુલકા કપડા પહેરો. કુણા પાણીથી ન્હાવ. રૂમના ટેમ્પરેચરનુ પાણી પીવો.  સૌથી મોટી વાત ઠંડી લાગે તો ઘણા બધા ધાબળાનો ઉપયોગ કરવાથી બચો.