સંબંધિત સમાચાર
- IND vs SA: રાંચીની પિચ પર બેટ્સમેન કે બોલર, કોનો ચાલશે જાદુ ? ટોસની ભૂમિકા પણ રહેશે મહત્વની
- Gautam Gambhir Reaction on Lose Test Series vs SA: ભારતને ટેસ્ટ ક્રિકેટમાં મળી સૌથી મોટી હાર, 408 રનથી જીત્યુ દક્ષિણ આફ્રિકા
- આ ખેલાડીને નથી કોઈ પરવા, મળી રહી છે અનેક તક, પણ નથી બનાવી રહ્યો રન
- IND vs SA: "આ સીરીઝ અમારે માટે ખૂબ જ મહત્વની છે, સિરાઝે આફ્રિકા વિરુદ્ધ કલકત્તા ટેસ્ટ પહેલા આપ્યુ મોટુ નિવેદન
- બસ મુસ્લિમોને દબાવવા માંગે છે... ક્રિકેટર સરફરાઝ ખાનના કેસમાં હવે અબુ આઝમીની એન્ટ્રી
IND vs SA, 1st ODI - ટીમ ઈન્ડિયાએ જીત સાથે કરી વનડે શ્રેણીની શરૂઆત, પહેલી મેચમાં સાઉથ આફ્રિકાને 17 રનથી હરાવ્યું
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની ODI શ્રેણીની પહેલી મેચ 30 નવેમ્બરના રોજ રાંચીના JSCA ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાઈ. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ સાઉથ આફ્રિકાને 17 રનથી હરાવ્યું હતું. પહેલા બેટિંગ કરતા ભારતે વિરાટ કોહલીની શાનદાર સદીની મદદથી 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 349 રન બનાવ્યા હતા. જવાબમાં, દક્ષિણ આફ્રિકાની ટીમ 49.2 ઓવરમાં 332 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ જીત સાથે, ટીમ ઈન્ડિયા હવે ત્રણ મેચની શ્રેણીમાં 1-0થી આગળ છે.
ટીમ ઈન્ડીયાની તરફથી વિરાટ કોહલી લગાવી શાનદાર સેન્ચુરી
આ મેચમાં સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારત તરફથી રોહિત શર્મા અને યશસ્વી જયસવાલ રમતની શરૂઆત કરવા ઉતર્યા. જયસ્વાલ સારી લયમાં જોવા મળી રહ્યા હતા પણ 16 બોલ પર 2 ચોક્કા અને એક છક્કાની મદદથી 18 રન બનાવીને આઉટ થયા બાદ નબર ત્રણ પર વિરાટ કોહલી બેટિંગ માટે આવ્યા. તેણે રોહિતને ખૂબ જ સારો સાથ આપ્યો. રોહિત અને વિરાટે બીજી વિકેટ માટે 136 રનની ભાગીદારી કરી. રોહિત 51 બોલમાં 57 રન બનાવીને આઉટ થયા. તેણે પોતાની ઇનિંગમાં 5ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા. આ પછી, વિરાટે કેએલ રાહુલ સાથે પાંચમી વિકેટ માટે 76 રનની ભાગીદારી કરી. આ દરમિયાન, વિરાટે પોતાની વનડે કારકિર્દીની ૫૨મી સદી પૂર્ણ કરી. વિરાટે 102 બોલમાં પોતાની સદી પૂર્ણ કરી. અંતે, તે 120 બોલમાં 7 છગ્ગા અને 11 ચોગ્ગાની મદદથી 135 રન બનાવીને આઉટ થયો. કેએલ રાહુલે પણ આ મેચમાં 60 રન બનાવ્યા.
કામ નહિ આવી જેનસેન અને બ્રિટજકેની રમત
350 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકાની શરૂઆત ખરાબ રહી. હર્ષિત રાણાએ બીજી ઓવરમાં બે વાર બોલ ફેંક્યા, જેમાં રાયન રિકેલ્ટન અને ક્વિન્ટન ડી કોક બંને એક જ ઓવરમાં શૂન્ય આઉટ થયા. સ્ટેન્ડ-ઇન કેપ્ટન એડન માર્કરામ પણ માત્ર સાત રન બનાવીને આઉટ થયા. ત્યારબાદ, ટોની ડી જિઓર્ગી અને મેથ્યુ બ્રિટ્ઝકે ચોથી વિકેટ માટે 66 રનની ભાગીદારી કરી. ટોની ડી જિઓર્ગીએ 35 બોલમાં 39 રન બનાવ્યા, જ્યારે ડેવાલ્ડ બ્રેવિસે 28 બોલમાં 37 રન બનાવ્યા. આ મેચમાં દક્ષિણ આફ્રિકા તરફથી બ્રિટ્ઝકે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો, તેણે 80 બોલમાં ૭૨ રન બનાવ્યા. માર્કો જેન્સને પણ 39 બોલમાં 70 રનની ધમાકેદાર ઇનિંગ રમી. ભારત તરફથી કુલદીપ યાદવે ચાર વિકેટ લીધી, જ્યારે હર્ષિત રાણાએ ત્રણ વિકેટ લીધી.
