1. સમાચાર જગત
  2. ક્રિકેટ સમાચાર
  3. ક્રિકેટ સમાચાર
  4. India vs South Africa Ranchi ODI Pitch Report

IND vs SA: રાંચીની પિચ પર બેટ્સમેન કે બોલર, કોનો ચાલશે જાદુ ? ટોસની ભૂમિકા પણ રહેશે મહત્વની

team india
IND vs SA: ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રાંચીના JSCA ઈંટરનેશનલ સ્ટેડિયમમાં ત્રણ મેચોની વનડે સીરિઝની પહેલી મેચ 30 નવેમ્બરના રોજ આ સ્ટેડિયમમાં રમાશે.   આ સ્ટેડિયમમાં અત્યાર સુધી 6 વનડે રમાઈ ચુકી છે . આવામાં બધાની નજર પિચને લઈને પણ ટકી છે.  ભારતીય ટીમ વર્ષ 2025 માં પોતાની અંતિમ વનડે શ્રેણી રમવા જઈ રહી છે. જેમા ત્યારબાદ ટીમ ઈંડિયા 50 ઓવર્સ ફોર્મેટમાં પોતાની આગામી સીરીઝ વર્ષ 2026માં ઈગ્લેંડના પ્રવાસ પર રમશે.  ટીમ ઈંડિયા માટે વનડે વર્લ્ડ કપ 2027 ની તૈયારીઓને ધ્યાનમાં રાખતા આ સીરિઝ ખૂબ મહત્વની છે.  જેમા વિરાટ કોહલી અને રોહિત શર્માના પ્રદર્શનને લઈને સૌની નજર રહેવાની છે.  
 
અત્યાર સુધી ટારગેટનો પીછો કરનારી ટીમનુ પલડુ રહ્યુ ભારે 
રાંચીના JSCA ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાયેલી ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની પ્રથમ ODI માટે પીચ પર બેટ અને બોલ વચ્ચે એકદમ સમાન સ્પર્ધા જોવા મળી છે. આ મેદાન પર રમાયેલી છ ODIમાંથી, પીછો કરતી ટીમ ત્રણ વખત જીતી છે, જ્યારે પહેલા બેટિંગ કરતી ટીમ બે વાર જીતી છે, એક મેચ રદ કરવામાં આવી છે. આ પીચ નવા બોલ સાથે શરૂઆતમાં ઝડપી બોલરોને થોડી મદદ કરી શકે છે, પરંતુ રમત આગળ વધતાં સ્પિનરો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. પ્રથમ ઇનિંગ્સનો સરેરાશ સ્કોર 260 થી 265 રનની વચ્ચે છે, જે આજના સમયમાં થોડો ઓછો છે. જો પ્રથમ બેટિંગ કરતી ટીમ 300 થી વધુનો સ્કોર કરવામાં સફળ થાય છે, તો આ એક ખૂબ જ રોમાંચક મેચ હોઈ શકે છે.
 
ટોસની ભૂમિકા રહેશે મહત્વની  
પહેલી વનડે મેચની શરૂઆત ભારતીય સમય મુજબ બપોરે 1.30 વાગે થશે, જેને કારણે ટોસની ભૂમિકા મહત્વની રહેવાની છે. અત્યાર સુધી રાંચીમાં રમાયેલ 6 વનડે મેચોમાં ટૉસ જીતનારી ટીમએ ફક્ત 2 મુકાબલામાં જીત મેળવી છે તો બીજી બાજુ ટૉસ હારનારી ટીમે ત્રણ મેચ પોતાને નામે કરી છે. 
 આવામાં આ મુકાબલામાં ટૉસની ભૂમિકા ખૂબ મહત્વની રહેવાની છે, જેમા ટોસ જીતનારી ટીમ ઑસ ને ધ્યાનમાં રાખતા પહેલા બોલિંગ કરવી પસંદ કરશે.  
આગળનો લેખ
તમારી ફ્લાઇટ મોડી પડી શકે છે! ઇન્ડિગો અને એર ઇન્ડિયાએ A320 વિમાનમાં મોટી સમસ્યા અંગે જાહેર કરી અપડેટ