સોમવાર, 24 નવેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ સમાચાર
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: સોમવાર, 24 નવેમ્બર 2025 (11:40 IST)

આ ખેલાડીને નથી કોઈ પરવા, મળી રહી છે અનેક તક, પણ નથી બનાવી રહ્યો રન

Sai Sudarshan
india vs South Africa: ભારતીય ક્રિકેટ ટીમ એકવાર ફરી સાઉથ આફ્રિકા વિરુદ્ધ બીજી ટેસ્ટમાં ફસાયેલી જોવા મળી રહી છે. પહેલા તો સાઉથ આફ્રિકાએ એક મોટો સ્કોર ટીમ ઈંડિયા પર ટાંગીદીધો છે અને હવે જ્યારે ભારતની બેટિંગ આવી તો જલ્દી જલ્દી વિકેટ પડવી શરૂ થઈ ગઈ.  આ દરમિયાન ખાસ વાત એ રહી કે જે ખેલાડી પર બીસીસીઆઈ અને ટીમ ઈંડિયાનુ મેનેજમેંટ સતત વિશ્વસ બતાવી રહ્યુ છે એ સુધરવા માટે તૈયાર નથી. દરેક વખતે ફ્લોપ પર ફ્લોપ થઈ રહ્યુ છે. તેના પરથી સમજી શકાય છે કે ભારતીય ટીમનુ કશુ પણ થાય આ ખેલાડીને કોઈ પરવા નથી. અમે વાત કરી રહ્યા છે સાઈ સુદર્શનની.   
 
ભારતીય ટીમની બેટિંગ એકવાર ફરી નિષ્ફળ 
ભારત અને સાઉથ આફ્રિકાની વચ્ચે બે ટેસ્ટ મેચોની શ્રેણીનો બીજો મુકાબલો હાલ ગુવાહાટીમાં રમાય  રહ્યો છે. પહેલી મેચમાં ભારતીય ટીમ ખરાબ રીતે હારી ચુકી છે અને શ્રેણીમાં પાછળ ચાલી રહી છે. ખાસ વાત એ છે કે બીજા મુકાબલામાં પણ હાલત કંઈ સારી નથી. ભારતીય ટીમ હાલ જીત માટે નહી પણ ફોલોઓનથી બચવા માટે રમી રહી છે. મેચના ત્રીજા દિવસે જ્યારે ટી બ્રેક થયો તો ભારતીય ટીમ લગભગ 100 રન બનાવી ચુકી હતી અને ચાર મુખ્ય વિકેટ ભારતીય ટીમ ગુમાવી ચુકી છે.  
 
ફક્ત 15 રન બનાવીને આઉટ થયા સાઈ સુદર્શન 
વાત જો સાઈ સુદર્શનની કરીએ તો અત્યાર સુધી તે સુધરવાનુ નામ નથી લઈ રહ્યા. ભારતીય ટીમ મેનેજમેંટ તેમને સતત્તક આપવા પર ઉતાવળી છે અને સાંઈ સુદર્શન એ જાણે કશુ ન કરવાના સમ ખાઈ લીધા છે. ગુવાહાટીમાં રમાયેલ બીજી ટેસ્ટની વાત કરીએ તો તેમા સાંઈ સુદર્શને40 બોલનો સામનો કર્યો અને ફક્ત 15  રન બનાવીને આઉટ થઈ ગયા. તેમના બેટથી ફક્ત બે જ ચોક્કા આવ્યા. સાંઈને આ વખતે ત્રીજા નંબર પર બેટિંગ માટે મોકલવામાં આવ્યો, જે ટેસ્ટ ક્રિકેટમાં ખૂબ મહત્વનુ સ્થાન હોય છે.  
 
આવુ રહ્યુ છે અત્યાર સુધી સાઈ સુદર્શનનુ પ્રદર્શન  
સાંઈ સુદર્શનના કરિયરને જો તમે જોશો તો જાણ થશે કે અત્યાર સુધ્ગી તે ખરાબ રીતે નિષ્ફળ રહી ચુક્યા છે. કુલ પાંચ ટેસ્ટના 9 દાવમાં સાઈ સુદર્શન ફક્ત 273 રન જ પોતાના ખાતામાં જોડી શક્યા છે. તેમના નામે ફક્ત બે જ હાફ સેંચુરી છે. સાંઈ સુદર્શનની સરેરાશ 30.33 ની છે. સતત મળી રહેલ તમને સાંઈ આ રીતે ગુમાવી રહ્યા છે. તેનાથી જાણ થાય છે કે તેને ક્યાકથી બૈકઅપ મળ્યો છે અને તેને ખબર છે કે તે આઉટ પણ થઈ જાય તો પણ આગામી રમત રમશે. હવે જોવાનુ એ છે કે સાઈ પહેલા પોતાની નિષ્ફળતામાંથી બહાર નીકળે છે કે પછી ટીમ ઈંડિયામાંથી તેને પહેલા જ બહાર થઈ જવુ પડશે.