બસ મુસ્લિમોને દબાવવા માંગે છે... ક્રિકેટર સરફરાઝ ખાનના કેસમાં હવે અબુ આઝમીની એન્ટ્રી
Cricketer Sarfaraz Khan Row: ભારત A ક્રિકેટ ટીમ માટે સરફરાઝ ખાનને પસંદ ન કરવાનો મુદ્દો હવે રાજકીય વળાંક લેતો દેખાય છે. કોંગ્રેસના પ્રવક્તા શમા મોહમ્મદે આ અંગે ટિપ્પણી કરી, જેના પર સમાજવાદી પાર્ટીના નેતા અબુ આઝમીએ પ્રતિક્રિયા આપી. આઝમીએ પણ આ જ ભાવના વ્યક્ત કરી. આઝમીએ કહ્યું, "એ સાચું છે કે તમામ ક્ષેત્રોમાં મુસ્લિમોનું અપમાન થઈ રહ્યું છે, મુસ્લિમોને નમાજ પઢવાની મંજૂરી નથી, અને તેઓ ફક્ત તેમને દબાવવા માંગે છે. જે ખેલાડીઓ સારું રમી રહ્યા છે, તેમનો ધર્મ ગમે તે હોય, તેમને રમવાની તક આપવી જોઈએ."
સરફરાજ ને તેમના ઉપનામને કારણે ન મળ્યું સ્થાન - કોંગ્રેસ પ્રવક્તા નોંધનીય છે કે અગાઉ કોંગ્રેસના પ્રવક્તા શમા મોહમ્મદે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું હતું કે, "શું સરફરાઝ ખાનને તેની અટકને કારણે ટીમમાં સ્થાન આપવામાં આવ્યું ન હતું? ફક્ત પૂછી રહ્યા છીએ. અમે આ મુદ્દા પર ગૌતમ ગંભીરનું વલણ પણ જાણીએ છીએ."
BJP પ્રવક્તા બોલ્યા - ટીમને સાંપ્રદાયિક આધાર પર વહેચવા માંગે છે
ભાજપના પ્રવક્તા શહઝાદ પૂનાવાલાએ શમા મોહમ્મદની પોસ્ટ પર લખ્યું, "આ મહિલા અને તેની પાર્ટી બીમાર છે. રોહિત શર્માને જાડો કહ્યા પછી, હવે તે અને તેની પાર્ટી આપણી ક્રિકેટ ટીમને સાંપ્રદાયિક ધોરણે વિભાજીત કરવા માંગે છે. શું તમે દેશને વિભાજીત કરવાથી સંતુષ્ટ નથી? મોહમ્મદ સિરાજ અને ખલીલ અહેમદ એક જ ટીમમાં રમશે. ભારતને સાંપ્રદાયિક અને જાતિગત ધોરણે વિભાજીત કરવાનું બંધ કરો."
ઋષભ પંતની કેપ્ટનશીપ હેઠળની 15 સભ્યોની ઈન્ડિયા એ ટીમમાં સરફરાઝ ખાનનો સમાવેશ નહી
મંગળવારે, બીસીસીઆઈએ દક્ષિણ આફ્રિકા એ સામેની બે ફર્સ્ટ ક્લાસ મેચ માટે વિકેટકીપર-બેટ્સમેન ઋષભ પંતની કેપ્ટનશીપ હેઠળ ૧૫ સભ્યોની ઈન્ડિયા એ ટીમની જાહેરાત કરી હતી. જોકે, મધ્યમ ક્રમના બેટ્સમેન સરફરાઝ ખાનને ટીમમાં સામેલ કરવામાં આવ્યો ન હતો, જેના કારણે કોંગ્રેસના પ્રવક્તા શમા મોહમ્મદે વિવાદાસ્પદ ટિપ્પણીઓ કરી હતી.
સરફરાઝ ખાને ઘરેલુ ક્રિકેટમાં પુષ્કળ રન બનાવ્યા
નોંધનીય છે કે સરફરાઝ છેલ્લે કેન્ટરબરીમાં ઈંગ્લેન્ડ લાયન્સ સામે ઈન્ડિયા 'એ' માટે રમ્યો હતો, જ્યાં તેણે 92 રનની શાનદાર ઇનિંગથી બધાને પ્રભાવિત કર્યા હતા. 27 વર્ષીય આ બેટ્સમેન ઘરેલુ ક્રિકેટમાં સૌથી શાનદાર પ્રદર્શન કરનારાઓમાંનો એક રહ્યો છે.
છેલ્લા પાંચ વર્ષમાં, તેણે ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં સરેરાશ 110.47 ની મદદથી 2,541 રન બનાવ્યા છે, જેમાં પાંચ અડધી સદી અને 10 સદીનો સમાવેશ થાય છે. તે છેલ્લે ગયા વર્ષે નવેમ્બરમાં ભારત માટે રમ્યો હતો. સરફરાઝે ન્યુઝીલેન્ડ સામેની ઘરઆંગણેની શ્રેણીમાં સદી ફટકારી હતી.