સંબંધિત સમાચાર
- અમરનાથ યાત્રા 2025 માટે નોંધણી શરૂ થઈ ગઈ છે, જાણો સંપૂર્ણ પ્રક્રિયા
- 12 JyotirLinga- બાર જ્યોતિર્લિંગ
- તહેવારો દરમિયાન રેલવેની વ્યવસ્થા ખૂબ જ ખરાબ, પ્લેટફોર્મ પર લાંબી લાઈનો, બારીઓમાંથી પ્રવેશતા મુસાફરો, નાસભાગમાં 10 ઘાયલ
- Indian Railways:ટ્રેનના મુસાફરો માટે મોટા સમાચાર, એંડવાંસ ટિકિટ બુકિંગની લિમિટ 120 દિવસોથી ઘટાડીને 60 દિવસ કરવાનુ એલાન
- સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી
IPL ખેલાડીઓને લકઝરી વંદે ભારત અને BSF જવાનોને ગંદી અને તૂટેલી ટ્રેન, લોકોએ કહ્યુ આ ટ્રેન નહી અપમાન છે
crpf train
પહેલગામ આતંકી હુમલા પછી અમરનાથ યાત્રા માટે વિશેષ વ્યસ્થા ના સરકારી દાવાઓની પોલ એ સમયે ખુલી ગઈ જ્યારે સીમા સુરક્ષા બળ (બીએસએફ) ના જવાનો માટે ગંદી અને જર્જર ટ્રેન મોકલવા પર ભારતીય રેલવે વિરુદ્ધ કડક વિરોધ નોંધવામાં આવ્યો. ઉલ્લેખનીય છે કે જમ્મુ-કાશ્મીરમાં અમરનાથ યાત્રાની ડ્યુટી માટે પૂર્વોત્તરથી 1200 થી વધુ જવાનો જવાના હતા. રેલવે એ વિશેષ ટ્રેન મોકલી તેમા બારીઓ-દરવાજા તૂટેલા હતા. ટોયલેટ ખરાબ હતા. લાઈટ નહોતી. સીટો જર્જર હતી અને ટ્રેનની ફ્લોર પર વંદા ફરી રહ્યા હતા. જવાનોએ આવી ટ્રેનમાં યાત્રા કરવાની ના પાડી દીધી. ત્યારબાદ બીએસએફ અધિકારીઓએ મામલો ઉઠાવ્યો, ત્યારબાદ રેલવે વ્યવસ્થિત ટ્રેન મોકલી.
ધ ટેલેગ્રાફ ના મુજબ એક કમાંડેટ-સ્તરીય અધિકારી નોર્થઈસ્ટ ફ્રંટિયર રેલવે દ્વારા વિશેષ ટ્રેનમાં મોડુ થવાને અક્ષમ્ય બતાવી. તેમણે કહ્યુ કે જવાનોને 12 જૂન સુધી જમ્મુ-કાશ્મેર પહોચવાનુ હતુ. પણ તેઓ મંગળવારે સાંજે જ યાત્રા શરૂ કરી શક્યા. રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવને જ્યારે આ વિશે સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યુ - એ ટ્રેનની રૈંકને ગઈકલએ જ બદલી નાખવામાં આવી હતી અને આ માટે જવાબદાર ચાર અધિકારીઓને સસ્પેંડ કરવામાં આવ્યા છે.
સોશિયલ મીડિયા પર કોચ ની ખરાબ હાલતનો વીડિયો વાયરલ થયા બાદ આ મામલો રાષ્ટ્રીય ચર્ચાનો વિષય બની ગયો. એક્સ પ્લેટફોર્મ પર આ મુદ્દો ઝડપથી ફેલાયો, જ્યા પત્રકારોએ અને સામાન્ય નાગરિકોએ તેને સરકારની સીમા પર ગોઠવાયેલા જવાનો પ્રત્યે ઉદાસીનતા ગણાવી.
વરિષ્ઠ પત્રકાર રાજદીપ સરદેસાઈએ લખ્યુ, "સવાલ એ છે કે આપણે આપણા બહાદુર જવાનોની સાથે સારો વ્યવ્હાર ક્યારે કરીશુ ? આપણે આરામથી સૂઈ જઈએ છીએ, કારણ કે તેઓ દિવસ-રાત આપણી સીમાઓની રક્ષા કરે છે. જાગો ભારત."
1,200 BSF jawans deployed for Amarnath Yatra security were to travel from Udaipur to Jammu on Monday, but the train provided was in such poor condition that the personnel refused to travel. A new train has now been arranged.
— Rajdeep Sardesai (@sardesairajdeep) June 11, 2025
BSF has now clarified that the BSF officials raised the… pic.twitter.com/8ByMJY7rzE
તૃણમૂલ કોંગ્રેસની નેતાઅને રાજ્યસભા સાંસદ સાગરિકા ઘોષે પણ મોદી સરકારની નિંદા કરી. તેમણે 2019 ના પુલવામા હુમલાનો ઉલ્લેખ કરતા લખ્યુ, મોદી સરકારની હિમાલય્હી અક્ષમતા ને કારણે 2019 માં સીઆરપીએફના જવાનોને બસ દ્વારા મુસાફરી કરવી પડી. જ્યારે કે તેમને હવાઈ યાત્રા મળવી જોઈએ હતી. જેને કારણે પુલવામાં હુમલાનો ભોગ બન્યા.
આ ટ્રેન નહી અપમાન છે.
સોશિયલ મીડિયા પર લોકોએ પ્રશ્ન ઉઠાવ્યો કે IPL ખેલાડીઓ માટે શાનદાર વંદે ભારત ટ્રેનની વ્યવસ્થા કરી શકાય છે, પરંતુ સૈનિકોને ગંદકીમાં મુસાફરી કરવી પડે છે. ગયા મહિને, જ્યારે પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની IPL 2025 ની મેચ ધર્મશાળામાં વરસાદથી પ્રભાવિત થઈ હતી, ત્યારે રેલ્વે મંત્રાલયે ખેલાડીઓ, કોમેન્ટેટરો અને ક્રૂ માટે ખાસ વંદે ભારત ટ્રેનની વ્યવસ્થા કરી હતી. IPL એ તેનો પ્રમોશનલ વીડિયો પણ શેર કર્યો હતો.
“X” પર એક યુઝરે લખ્યું, “આપણા સૈનિકો માટે વંદે ભારત ટ્રેન કેમ નથી? આ ટ્રેન નથી,તો આપણા સૈનિકોનું અપમાન છે. નેતાઓ સૈનિકોના ગણવેશ પહેરીને ફોટા પડાવે છે, હોર્ડિંગ્સ લગાવે છે, પરંતુ સૈનિકો સાથે આ રીતે વર્તવામાં આવે છે. આ દંભની પરાકાષ્ઠા છે!”
એક અન્ય યૂઝરે લખ્યુ, "અભિનંદન.. ભારત દુનિયાની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. રક્ષા બજેટ 80 અરબ ડોલરનુ છે. છતા પણ જવાનોને ટ્રેનમાં યાત્રા માટે વિરોધ કરવો પડી રહ્યો છે.
બીએસએફે ચોખવટ આપી છે કે જવાનોએ ચિંતા વ્યક્ત કરી હતી, પણ કોઈ અનુશાસનહિનતા નથી થઈ. છતા પણ આ ઘટના સરકાર માટે શરમજનક રહી છે, જે આંતરિક સુરક્ષામાં BSFની ભૂમિકાની સતત પ્રશંસા કરતી આવી છે. થોડા અઠવાડિયા પહેલા જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, "હું વાયુસેના, નૌકાદળ, સેના અને BSFના દરેક સૈનિકને સલામ કરું છું. તેમની બહાદુરી આપણી સાર્વભૌમત્વની ઢાલ છે."
