બુધવાર, 18 ડિસેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Updated : ગુરુવાર, 17 ઑક્ટોબર 2024 (15:19 IST)

Indian Railways:ટ્રેનના મુસાફરો માટે મોટા સમાચાર, એંડવાંસ ટિકિટ બુકિંગની લિમિટ 120 દિવસોથી ઘટાડીને 60 દિવસ કરવાનુ એલાન

train
Indian Railways: ભારતીય રેલવેએ પેસેન્જર ટ્રેનોમાં એડવાન્સ ટિકિટ બુકિંગનો સમય 120 દિવસથી ઘટાડીને 60 દિવસ કરવાનો નિર્ણય લીધો છે. રેલવેએ કહ્યું કે ટિકિટ બુકિંગ માટેનો નવો સમય નિયમ 1 નવેમ્બર, 2024થી અમલમાં આવશે. રેલવે બોર્ડના ડાયરેક્ટર (પેસેન્જર માર્કેટિંગ) સંજય મનોચાએ જણાવ્યું હતું કે 1 નવેમ્બર, 2024થી ટ્રેનોમાં એડવાન્સ રિઝર્વેશનની વર્તમાન મર્યાદા 120 દિવસથી ઘટાડીને 60 દિવસ (યાત્રાની તારીખ સિવાય) કરવામાં આવશે અને બુકિંગ પણ આ મુજબ કરવામાં આવશે. નવો નિયમ કરવામાં આવશે.

પહેલાથી બુક ટિકિટોનુ શુ થશે. 
સંજય મનોચાએ કહ્યુ કે જો કે 120 દિવસોના એઆરપી (એંડવાંશ રિઝર્વેશન પીરિયડ) હેઠળ 31 ઓક્ટોબર 2024 સુધી કરવામાં આવેલ બધી બુકિંગ કાયમ રહેશે. પરંતુ 60 દિવસના એઆરપીથી પરે કરવામાં આવેલ બુકિંગ કેંસલ કરવાની અનુમતિ રહેશે. તાજ એક્સપ્રેસ, ગોમતી એક્સપ્રેસ વગેરે જેવી કેટલીક દિવસની એક્સપ્રેસ ટ્રેનોના કિસ્સામાં કોઈ ફેરફાર થશે નહીં, જ્યાં એડવાન્સ રિઝર્વેશન માટેની નીચી મર્યાદા પહેલેથી જ છે. વિદેશી પ્રવાસીઓ માટે 365 દિવસની મર્યાદામાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં.
new rules
new rules
 
નવા અને જૂના નિયમને ઉદાહરણો સાથે સમજો
ઉલ્લેખનીય છે કે  લાંબા અંતર માટે અથવા લગ્ન, તહેવાર, પરીક્ષા વગેરે જેવા કોઈ ખાસ હેતુ માટે ટ્રેનમાં મુસાફરી કરતા લોકો કન્ફર્મ સીટ મેળવવા માટે 4 મહિના પહેલા ટ્રેનમાં સીટ બુક કરાવતા હતા. પરંતુ હવે આ શક્ય બનશે નહીં. નવા નિયમ બાદ રેલવે મુસાફરો વધુથી વધુ 2 મહિનાની લિમિટમાં જ ટ્રેનમાં સીટ બુક કરાવી શકશે. 

દાખલ તરીકે જૂના નિયમ મુજબ જો તમે 1 મે 2025ના રોજ જનારી ટ્રેનમાં ટિકિટ બુક  કર વી છે તો તમે 120 દિવસ પહેલા એટલે કે 1 જાન્યુઆરી 2025 ના રોજ ટિકિટ બુક કરી શકતા હતા. પણ હવે નવો નિયમ લાગૂ થયા બાદ જો તમારે 1 મે 2025 ના રોજ જનારી ટ્રેનમાં ટિકિટ બુક કરવી છે તો તમે હવે વધુમાં વધુ 60 દિવસ પહેલા એટલે કે 2 માર્ચના રોજ જ ટિકિટ બુક કરી શકશો.