શનિવાર, 8 નવેમ્બર 2025
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: શુક્રવાર, 7 નવેમ્બર 2025 (15:37 IST)

બ્રહ્મ મુહૂર્તમાં ઉઠનારા બને છે ભાગ્યશાળી, દરેક મનોકામના થાય છે પુરી, જાણો કેવી રીતે ઉઠાવવો આ સમયનો લાભ

brahm muhurat
brahm muhurat
ઘરના વડીલો મોટેભાગે આપણને બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાની સલાહ આપે છે કારણ કે આ એક એવો સમય છે જ્યારે સકારાત્મક ઉર્જા ચરમ પર હોય છે. આવામાં આ સમયે ઉઠવાથી શરીરને અનેક લાભ મળે છે. ઉલ્લેખનીય છે કે બ્રહ્મ મુહૂર્ત શબ્દમાં બ્રહ્મ નો અર્થ છે પરમાત્મા અને મુહૂર્તનો અર્થ છે સમય તેથી બ્રહ્મ મુહૂર્તનો મતલબ થયો પરમાત્માનો સમય. 
 
 બ્રહ્મ મુહૂર્ત રાત્રિના પ્રહર પછી અને સૂર્યોદયના ઠીક પહેલાનો સમય હોય છે. શાસ્ત્રો મુજબ સવારે 4 થી 5.30 વાગ્યાનો સમય બ્રહ્મ મુહૂર્ત માનવામાં આવે છે.  
 
ધાર્મિક માન્યતાઓ મુજબ જે વ્યક્તિ બ્રહ્મ મુહૂર્તમાં જાગે છે તેના પર સદૈવ માતા લક્ષ્મીની કૃપા બની રહે છે. સાથે જ આવી વ્યક્તિનુ જીવન ખૂબ સફળતા પ્રાપ્ત કરે છે.  
 
બ્રહ્મ મુહૂર્તનો લાભ ઉઠાવવા માંગો છો તો આ સમય પર તરત જ જાગ્યા બાદ પૂર્વ દિશા તરફ મોઢુ કરીને અને આંખો બંધ કરીને તમારા બંને હાથન એ જોડીને પ્રાર્થન કરો - કરાગ્રે વસતે લક્ષ્મી: કરમૂલે સ્થિતિ બ્રહ્મા પ્રભાગે કરદર્શનમ ... તેનો મતલબ છે મારા હાથનો અગ્રભાગમાં ભગવતી મા લક્ષ્મી તમારો વાસ છે. મઘ્યભાગમાં વિદ્યાદાત્રી મા સરસ્વતી અને મૂળભાગમાં સૃષ્ટિના પાલનહાર પ્રભુ વિષ્ણુ આપશ્રી વિરાજમાન છો. સવારના સમયની વેલામાં હુ તમારુ સિમરન અને દર્શન કરુ છુ. એવુ કહેવાય છે કે બ્રહ્મ મુહૂર્તમાં આ ઉપાય કરવાથી  જીવનમાં ક્યારેય ધન ધાન્યની કમી નથી થતી.  
 
બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાની ટેવ આધ્યાત્મિક દ્રષ્ટિથી જ નહી પણ વિજ્ઞાનની દ્રષ્ટિથી પણ ખૂબ સારી માનવામાં આવી છે. વિજ્ઞાન મુજબ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાથી શારીરિક શક્તિ વધે છે જેનાથી સ્વાસ્થ્ય સારુ બન્યુ રહે છે.  
 
વિદ્યાર્થીઓ અને કામકાજી લોકો માટે આ સમય અમૃત સમાન છે. આ સમયે અભ્યાસની યોજના બનાવવાથી સફળતા મળવાની શક્યતા વધી જાય છે.  તેથી વડીલો આ સમયે ઉઠીને વાંચવાની સલાહ આપે છે.  એટલું જ નહીં, આ શુભ સમય દરમિયાન જપ, ધ્યાન કે પૂજા કરવાથી અનેક ગણું સારું પરિણામ મળે છે. દેવી-દેવતાઓના આશીર્વાદ સરળતાથી પ્રાપ્ત થાય છે.
 
ટૂંકમા  જે લોકો નિયમિતપણે બ્રહ્મમુહૂર્ત દરમિયાન જાગે છે તેમના માટે ધન અને સફળતાના દરવાજા ખુલી જાય છે. આ સમય શરીર અને મનને નકારાત્મક વિચારોથી મુક્ત કરે છે.