Webdunia - Bharat's app for daily news and videos

Install App
✕

176 મુસાફરોથી ભરેલ વિમાનમાં લાગી આગ, જાણો કેવી રીતે બચ્યો જીવ - PLANE CATCHES FIRE

Updated: બુધવાર, 29 જાન્યુઆરી 2025 (16:59 IST)
દક્ષિણ કોરિયાના હવાઈ મથક પર ઉડાન ભરતા પહેલા એક વિમાનમાં અચાનક આગ લાગી ગઈ. દુર્ઘટના સમયે વિમાનમાં 176 લોકો સવાર હતા.  એક વાત સારી રહી કે સમય  રહેતા આગ પર કંટ્રોલ કરી લેવામાં આવ્યો અને લોકોને વિમાનમાંથી બહાર કાઢવામાં આવ્યા. દક્ષિણ કોરિયાઈ હવાઈ મથક પર એક મહિનાની અંદર આ બીજી ઘટના છે. 
 
મળતી માહિતી મુજબ મંગળવારે મોડી રાત્રે દક્ષિણ કોરિયાના ગિમહે આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પર ઉડાન ભરતા પહેલા એક યાત્રાળુ વિમાનમાં આગ લાગી ગઈ. પણ વિમાનમાં સવાર બધા 176 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા. પરિવહન મંત્રાલયે એક નિવેદનમાં કહ્યુ કે દક્ષિણ કોરિયાઈ એયરલાઈન એયર બુસાન દ્વારા સંચાલિત એયરબસ વિમાન હોંગકોંગ માટે રવાના થવાની તૈયારી કરી રહ્યુ હતુ. ત્યારે વિમાનના પાછળના ભાગમાં આગ લાગી ગઈ. 
 
વિમાનમાં સવાર બધા 176 લોકોને સુરક્ષિત બહાર કાઢવામા આવ્યા. જેમા 6 ચાલકદળના સભ્ય સામેલ હતા. તેમને એસ્કેપ સ્લાઈડનો ઉપયોગ કરીને બહાર કાઢવામાં આવ્યા. રાષ્ટ્રીય અગ્નિશમન એજંસીએ એક જાહેરાતમાં કહ્યુ કે નિકાસી દરમિયાન ત્રણ લોકોને સામાન્ય વાગ્યુ છે. અગ્નિશમન એજંસીએ કહ્યુ કે ઘટનાસ્થળ પર ફાયર ફાઇટર અને ફાયર એન્જિનો તૈનાત કર્યાના લગભગ એક કલાક પછી, રાત્રે 11:31 વાગ્યે આગ સંપૂર્ણપણે કાબુમાં આવી ગઈ.

<

An #AirBusan passenger plane caught fire at the airport in #SouthKorea as it was preparing to take off for #HongKong. pic.twitter.com/Jd3SOQS7nI

— Ian Collins (@Ian_Collins_03) January 28, 2025 >
 
 આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પરિવહન મંત્રાલયે જણાવ્યું હતું કે આ વિમાન A-321 મોડેલનું છે. દક્ષિણ કોરિયાના મુઆન આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર એક પેસેન્જર વિમાન ક્રેશ થયાના એક મહિના પછી આ અકસ્માત થયો છે. વિમાનમાં સવાર ૧૮૧ લોકોમાંથી બે સિવાય બધા માર્યા ગયા.
 
તે દક્ષિણ કોરિયાના ઉડ્ડયન ઇતિહાસમાં સૌથી ઘાતક અકસ્માતોમાંનો એક હતો. 29 ડિસેમ્બરના રોજ, બોઇંગ 737-800 વિમાનનું લેન્ડિંગ ગિયર કામ ન કરતા એરપોર્ટના રનવે પરથી લપસી ગયું હતું. તે કોંક્રિટના માળખા સાથે અથડાયું અને આગ લાગી.
 
વિમાન બેંગકોકથી પરત ફરી રહ્યું હતું અને બે થાઈ નાગરિકો સિવાય બધા પીડિતો દક્ષિણ કોરિયન હતા. સોમવારે જાહેર કરાયેલા ક્રેશ અંગેના પહેલા અહેવાલમાં જણાવાયું હતું કે અધિકારીઓએ વિમાનના એન્જિન પર પક્ષી અથડાવાના નિશાનની પુષ્ટિ કરી છે, જોકે અધિકારીઓએ ક્રેશનું કારણ નક્કી કર્યું નથી.
 

વધુ જુઓ..

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

સરાયા બનવાની છે મોટી બહેન, કિયારા અડવાણી સિદ્ધાર્થ મલ્હોત્રાના ઘરે ગૂંજશે કિલકારી, નાના કપડા બતાવીને આપી ખુશખબરી

ગુજરાતી જોક્સ - ચૂલો નહીં સળગાવાય.

ગુજરાતી જોક્સ - કોઈ ફરક નથી પડતો

Drishyam 3 Review: રોમાંચક છે વિજય સાલગાંવકરની અંતિમ લડાઈ, પરંતુ નવા પોલીસ અધિકારીના રોલમાં ફીકા પડ્યા જયદીપ અહલાવત

દ્રશ્યમ 3 - શુ ધુરંધર 2 ને પાછળ છોડશે ફિલ્મ ? એડવાંસ બુકિંગમાં કરી બંપર કમાણી, કરોડોની ઓપનિંગ પર નજર

આગળનો લેખ
Show comments