ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના 47મા રાષ્ટ્રપતિના રૂપમાં શપથ લેતા જ પોતાના પહેલા ભાષણમાં અનેક ચોંકાવનારા નિર્ણયોનુ એલાન કર્યુ. તેમની નીતિઓ  અમેરિકી રાજકારણને જ નવો વળાંક આપવા સાથે વૈશ્વિક સ્તર પર પણ તેની ગૂંજ સાંભળવા મળી રહી છે. ભલે પછી એ મેક્સિકોની ખાડીનુ નામ બદલ વાની વાત હોય કે સીમા સુરક્ષાને મજબૂત કરવાનો ન્રિણય હોય કે પછી ઈમીગ્રેશન પોલીસીમાં ફેરફાર, દરેક જાહેરાતે દુનિયાનુ ધ્યાન પોતાની તરફ ખેંચ્યુ છે.  
		 
		પોતાના પહેલા ભાષણમાં ડોનાલ્ડ ટ્રમ્પે એવા અનેક મુખ્ય આદેશ આપ્યા જેમા આખી દુનિયામાં હલચલ મચી ગઈ. તેમણા નિર્ણયોની અસર ફક્ત અમેરિકા પર જ નહી પણ દુનિયા પર પણ પડશે. આવો જાણીએ એ આદેશો વિશે જે તેમણે પોતાના પહેલા ભાષણમાં આપ્યા. 
		 
		1. રાષ્ટ્રીય કટોકટી જાહેર કરવી - દિવાલ નિર્માણની દિશામાં મોટુ પગલુ 
		ટ્રમ્પે પોતાના ભાષણમાં જાહેરાત કરી કે તેઓ દક્ષિણી સીમા પર રાષ્ટ્રીય કટોકટી  જાહેર કરશે. જેનો ઉદ્દેશ્ય સીમા પર દિવાલનુ નિર્માણને પુર્ણ કરવાનુ અને સૈન્ય બળને ગોઠવવની અનુમતિ આપવાનુ છે. આ પગલાથી અમેરિકી સીમા સુરક્ષામાં તેજી લાવવાની આશા છે.  
 
							
 
							 
																																					
									  
		 
		2. સૈન્ય ભૂમિકાને સ્પષ્ટ કરવી - અપરાધોને રોકવાનો આદેશ 
		ટ્રમ્પે સેનાને આ આદેશ આપ્યો કે તેઓ સીમાઓની સુરક્ષાને પ્રાથમિકતા આપે અને ગેરકાયદેસર ઈમીગ્રેશન, માદક પદાર્થોની તસ્કરી અને માનવ તસ્કરી જેવા અપરાધોને રોકે. તેનાથી અમેરિકી સુરક્ષા તંત્રમાં ચુસ્ત નજર અને કડક કાયદો લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. 
		 
		3. 'પકડો અને છોડો' નીતિને સમાપ્ત કરવી - શરણાર્થીઓ પર સખત કાર્યવાહી 
		ટ્રમ્પે એ નીતિઓને સમાપ્ત કરવાનો આદેશ આપ્યો, જેના હેઠળ ઈમીગ્રેંટને કોર્ટ સુનાવણીની રાહ જોતા પેરોલ પર રહેવાની છૂટ હતી.  આ નિર્ણયથી ઈમીગ્રેંટ માટે કડક નિયમ લાગૂ થશે અને દેશમાં ગેરકાયદેસર ટ્રાવેલ પર કાબુ મેળવવુ મુશ્કેલ નહી રહે. 
		 
		4. સીમા દિવાલનુ નિર્માણ ફરીથી શરૂ કરવુ 
		 
		મેક્સિકોની સીમા પર દિવાલનુ નિર્માણ ફરીથી શરૂ કરવાની યોજના ટ્રમ્પે બનાવી. આ પગલુ તેમની સરકારની મુખ્ય નીતિઓમાંથી એક હતી, જેનો ઉદ્દેશ્ય ગેરકાયદેસર પ્રવાસને રોકવો અને અમેરિકાની સીમા સુરક્ષાને મજબૂત કરવાનો છે.  
		 
		5. 'મૈક્સિકો'માં બન્યા રહેવુ નીતિને પુનર્જીવિત કરવી 
		 
		ટ્રમ્પે શરણ મેળવવા માંગતા લોકોને પોતાના કેસની સુનાવણી માટે મેક્સિકોમાં રાહ જોવાની નીતિને ફરીથી લાગૂ કરી. આ નીતિના હેઠળ અમેરિકા આવનારા શરણાર્થીઓને મેક્સિકોમાં જ રહેવુ પડશે, જેનાથી ગેરકાયદેસર ઈમીગ્રેશન પર કાબુ મેળવી શકાય. 
		 
		6. શરણાર્થી પુનર્વાસને સ્થગિત કરવું 
		 
		 ટ્રમ્પે ઓછામાં ઓછા ચાર મહિના માટે શરણાર્થીના પુનાર્વાસને સ્થગિત કર્યો છે. આ પગલુ શરણાર્થી મુદ્દા પર કડક વલણ અપનાવવાનો સંકેત છે.  
		 
		 7. ડીઈઆઈ કાર્યક્રમોને સમાપ્ત કરવા - સમાનતા વિરુદ્ધ મોટુ પગલુ 
		 
		 ડોનાલ્ડ ટ્રમ્પે સરકારી એજંસીઓમાં વિવધતા, સમાનતા અને સમાવેશન કાર્યક્રમોને સમાપ્ત કરવાનો આદેશ આપ્યો. તેમા પર્યાવરણનીય ન્યાય કાર્યક્રમ અને સમાનતા સંબંધિત અનુદાન પણ સામેલ છે. જે ટ્રમ્પના પ્રશાસનના આંતરિક સુધારાનો ભાગ છે. 
		 
		8. જન્મસિદ્ધ નાગરિકતાને સમાપ્ત કરવી - નવો વિવાદ 
		 
		સંયુક્ત રાજ્ય અમેરિકામાં કાયદાની સ્થિત વગરના માતા-પિતાના બાળકો માટે જન્મસિદ્ધ નાગરિકતાને સમાપ્ત કરવાનો આદેશ ટ્રમ્પે આપ્યો. તેનાથી અમેરિકામાં ગેરકાયદેસર પ્રવાસ અને નાગરિકતાના અધિકારોને લઈને નવી ચર્ચા શરૂ થઈ શકે છે. 
		 
		9. ઉર્જા ઉદ્યોગ માટે કટોકટી જાહેર કરવી 
		ટ્રમ્પે ઉર્જા ઉદ્યોગ માટે નિયમોમાં કપાતનો આદેશ આપ્યો અને અલાસ્કાના સંસાધનો માટે એક અલગ કટોકટી જાહેર કરી. તેનાથી અમેરિકાના ઉર્જા ઉદ્યોગને મજબૂત કરવાની દિશામાં એક પગલુ વધાર્યુ છે. 
		 
		10 મોંઘવારી પર રાષ્ટ્રપતિના મેમોરેન્ડમ પર હસ્તાક્ષર
		 
		ટ્રમ્પે મોંઘવારી પર કાબુ મેળવવા માટે એક રાષ્ટ્રપતિ મેમોરેંડમ પર હસ્તાક્ષર કર્યા. જેના હેઠળ કેટલાક નવા આર્થિક પગલા ઉઠાવવામાં આવશે. જેનો ઉદ્દેશ્ય અમેરિકી અર્થવ્યવસ્થાને સ્થિર કરવાનો રહેશે.   
		 
		આગામી પગલા શુ હશે ?
		ટ્રમ્પનો આગામી આદેશ શુ હશે ?
		 
		ટ્રમ્પના આ આદેશ અમેરિકાની આંતરિક અને બાહ્ય નીતિઓમાં મોટા ફેરફાર થવાના સંકેત આપી રહી છે. તેમના આક્રમક વલણથી ફક્ત અમેરિકામાં જ નહી પણ આખી દુનિયા પર તેની અસર પડશે. આવનારા સમયમાં તેમની નીતિઓથી અનેક મહત્વપૂર્ણ ઘટનાઓ અને નિર્ણયો જોવા મળી શકે છે, જે દુનિયાને ચોંકાવી શકે છે. 
		 
		ડોનાલ્ડ ટ્રમ્પનો આ આદેશ એક નવા યુગની શરૂઆત કરી રહ્યો છે. અમેરિકાની સીમાઓથી લઈને ઘરેલુ નીતિઓ સુધી ટ્રમ્પે પોતાના શપથ ગ્રહણના તરત જ પછી મોટા નિર્ણયો લીધા છે. આ નિર્ણયોની અસર ફક્ત અમેરિકા જ નહી પણ આખી દુનિયા પર થશે.