Webdunia - Bharat's app for daily news and videos

Install App

રેસીપી - ચીલી ઈડલી

બુધવાર, 15 જૂન 2016 (16:33 IST)
ઈડલી બનાવવા માટે સામગ્રી - 1 કપ રવો, અડધો કપ દહી, 1 મોટી ચમચી બેકિંગ સોડા, સ્વાદમુજબ મીઠુ, 1 નાની ચમચી તેલ, એક ચોથાઈ કપ પાણી , એક મોટી ચમચી માખણ, 1 ચોથાઈ કપ પાણી, 
 
ગ્રેવી બનાવવા માટે સામગ્રી - 1 ચમચી તેલ, 1 ચમચી લસણનું પેસ્ટ, અડધો ઈંચ આદુ ઝીણો સમારેલો, 2-3 લીલા મરચા બીજ કાઢીને સમારેલા, 3 નાની લીલી ડુંગળી ઝીણી સમારેલી  અડધો કપ પીળી અને ગ્રીન શિમલા મરચુ ઝીણુ સમારેલુ. 2 મોટી ચમચી સોયા સોસ., 1/4 ચમચી ખાંડ. સ્વાદમુજબ મીઠુ. 2 મોટી ચમચી કોર્નફ્લોર 2 ચમચી પાણીમાં મિક્સ કરેલો. 

 
આગળ જુઓ ચિલી ઈડલી બનાવવાની રીત ..... 
 
 

બનાવવાની રીત - એક બાઉલમાં રવો, દહીં, બેકિંગ સોડા, મીઠુ, તેલ અને પાણી નાખો અને સારી રીતે મિક્સ કરીને ઈડલીનુ ખીરુ તૈયાર કરી લો. તમે આ મિશ્રણ મિક્સરમાં પણ કરી શકો છો.  હવે 3 નાની વાડકીમાં ચિકાશ લગાવીને તેમા ઈડલીનુ ખીરુ નાખો. 
 
- ત્યારબાદ એક કડાહીમાં 3 કપ પાણી નાખીને તેમા આ વાડકી મુકો અને તેજ તાપ પર ઢાંકીને થવા દો. તેમા 10-12 મિનિટ લાગશે.  ગેસ બંધ કરી દો અને ઠંડુ થયા પછી ઈડલીને વાડકીમાંથી કાઢીને લાંબી લાંબી કાપી લો. 
- એક ફ્રાઈ પેનમાં માખણ ગરમ કરો અને તેમા ઈડલી ફ્રાય કરી લો. 
 
- હવે એક બીજા ફ્રાઈ પેનમાં તેલ નાખીને ધીમા તાપ પર ગરમ થવા દો. જ્યારે તેલ ગરમ થાય ત્યારે તેમા લસણ આદુ અને લીલા મરચા નાખીને સોનેરી થવા દો.  ત્યારબાદ લીલી ડુંગળી અને શિમલા મરચુ નાખીને 4-5 મિનિટ થતા સુધી સાંતળો.  હવે તેમા સોયા સોસ, ખાંડ, કાળા મરીનો પાવડર, કોર્ન ફ્લોર ખીરુ અને ઈડલી નાખીને 2-3 મિનિટ થવા દો.  ચિલી ઈડલી તૈયાર છે. 
 
આને સર્વિગ બાઉલમાં કાઢીને ગરમાગરમ સર્વ કરો. 
 

વધુ જુઓ..

ભારતે સ્પેસ સેક્ટરમાં રચ્યો ઈતિહાસ, પોતાના ઓર્બિટમાં પહોચ્યુ પહેલુ પ્રાઈવેટ રૉકેટ 'વિક્રમ-1' જાણો તેની ખૂબીઓ

પતિને રસ્તામાંથી હટાવવા માટે પત્નીએ પતિ પર છોડ્યો ઝેરીલો સાંપ, પ્રેમી ડ્રાઈવર સાથે મળીને ઉતાર્યો મોતને ઘાટ

સોનમ વાંગચુક હોસ્પિટલમાં દાખલ, જંતર મંતર પરથી હટાવવામાં આવી રહ્યા છે પ્રદર્શનકારી - જુઓ LIVE અપડેટ

EV Battery Fire: ચાર્જીંગ દરમિયાન EV ની બેટરી કેવી રીતે બની જાય છે આગનો ગોળો ? જાણો કારણ અને બચવાના ઉપાય

લોર્ડ્સ વનડે રોહિત શર્માની છેલ્લી મેચ નહિ રહે, હીટમેનનાં સંન્યાસને લઈને BCCI તોડ્યું મૌન

વધુ જુઓ..

શનિવારે કરશો આ ઉપાય તો થશે પ્રમોશન, ખરાબ નજરથી મળશે મુક્તિ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - જુલાઈ 18, 20226

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 17 જુલાઈ 2026

શું તમે પણ દિવાની જ્યોતમાં જોઈ છે આ આકૃતિઓ ? આવનારા સમયનો આપે છે સંકેત, જાણો શું કહે છે માન્યતાઓ

Jagannath Rathyatra 2026 Wishes & Quotes - જગન્નાથ રથયાત્રાની શુભેચ્છા

આગળનો લેખ
Show comments