Biodata Maker
✕

સાંજની ભૂખ સંતોષવા માટે Garlic સ્વીટ કોર્ન સૂપ બનાવો, તેનો સ્વાદ એવો છે કે તમે તેને વારંવાર બનાવવાનું મન કરશો, રેસીપી નોંધી લો.

Updated: સોમવાર, 17 ઑગસ્ટ 2026 (15:26 IST)

સ્વીટ કોર્ન સૂપ બનાવવાની સરળ રેસીપી

સાંજની હળવી ભૂખ માટે ગરમાગરમ લસણનો સ્વીટ કોર્ન સૂપ એકદમ પરફેક્ટ છે. મકાઈની મીઠાશ અને લસણનો સ્વાદ સૂપને વધુ ટેસ્ટી બનાવે છે. ઘરે સરળતાથી બની જાય તેવી આ રેસીપી એકવાર જરૂર ટ્રાય કરો.
 

 સામગ્રી

સ્વીટ કોર્ન – 1 કપ
લસણ – 5-6 કળી, બારીક સમારેલી
ડુંગળી – 1 નાની, બારીક સમારેલી
ગાજર – ½ કપ, બારીક સમારેલું
કેપ્સિકમ – ¼ કપ, બારીક સમારેલું
કોર્નફ્લોર – 1 ટેબલસ્પૂન
પાણી અથવા વેજિટેબલ સ્ટોક – 3 કપ
કાળા મરીનો પાઉડર – ½ ચમચી
મીઠું – સ્વાદ અનુસાર
બટર અથવા તેલ – 1 ટેબલસ્પૂન
સ્પ્રિંગ ઓનિયન – 2 ટેબલસ્પૂન
સોયા સોસ – 1 ચમચી
 
બનાવવાની રીત
સૌપ્રથમ એક બાઉલમાં કોર્નફ્લોર લો અને તેમાં થોડું પાણી ઉમેરીને સારી રીતે મિક્સ કરી ગાંઠ વગરની સ્લરી તૈયાર કરો.
હવે એક પેનમાં બટર અથવા તેલ ગરમ કરો. તેમાં સમારેલું લસણ ઉમેરો અને થોડી સેકન્ડ સુધી સાંતળો.
ત્યારબાદ તેમાં ડુંગળી, ગાજર અને કેપ્સિકમ ઉમેરો અને 2-3 મિનિટ સુધી મધ્યમ આંચ પર સાંતળો.
હવે તેમાં સ્વીટ કોર્ન અને 3 કપ પાણી અથવા વેજિટેબલ સ્ટોક ઉમેરો. મીઠું અને કાળા મરીનો પાઉડર નાખીને ઉકળવા દો.
ALSO READ: Nag Panchami Prasad Recipe: નાગ પંચમી પર પ્રસાદ તરીકે આ મીઠાઈઓ ચઢાવો, સરળ રેસીપી નોંધી લો
સૂપ ઉકળવા લાગે ત્યારે તેમાં તૈયાર કરેલી કોર્નફ્લોરની સ્લરી ધીમે-ધીમે ઉમેરતા જાઓ અને સતત હલાવતા રહો.
સૂપને 3-4 મિનિટ સુધી ઉકાળો. સૂપ થોડો ઘટ્ટ થાય એટલે તેમાં સોયા સોસ ઉમેરો.
છેલ્લે ઉપરથી સ્પ્રિંગ ઓનિયન નાખો અને ગરમાગરમ સર્વ કરો.
ALSO READ: કોર્ન કટલેટ બનાવવાની રીત

સ્વાદ વધારવાની ટિપ

 
જો તમને વધુ લસણનો ફ્લેવર પસંદ હોય તો સૂપમાં થોડું વધારાનું બારીક સમારેલું લસણ ઉમેરી શકો છો. વધુ ક્રીમી સૂપ માટે થોડા સ્વીટ કોર્નને બ્લેન્ડ કરીને પણ ઉમેરી શકાય છે.
 
ગરમાગરમ લસણનો સ્વીટ કોર્ન સૂપ તૈયાર છે. સાંજના નાસ્તા સાથે અથવા ઠંડા વાતાવરણમાં આ સૂપનો આનંદ લઈ શકો છો.
 

વધુ જુઓ..

પંજાબમાં AAP ને એક વધુ મોટો ઝટકો, હવે અમૃતસર નોર્થમાંથી MLA કુંવર વિજય પ્રતાપ સિંહે આપ્યુ રાજીનામુ

20 રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડાની ચેતવણી જારી, બંગાળની ખાડીમાં ચક્રવાતની આગાહી

મોદી ચોથી વખત પીએમ બનશે, યુપીમાં ભાજપનો દબદબો, લખનૌમાં શાહની ગર્જના

વાવાઝોડા અર્ણબ પછી, 'મુરાસુ' ચેતવણી: 3 નવેમ્બરે લેન્ડફોલ. આ અઠવાડિયે દેશભરમાં હવામાન કેવું રહેશે તે જાણો.

દિલ્હીમાં સૌથી ઠંડીનો રેકોર્ડ તૂટી ગયો, 75 વર્ષ પછી તાપમાન 20.7 ડિગ્રી સેલ્સિયસ પહોંચ્યું

વધુ જુઓ..

વાઘ બારસ ક્યારે છે 5 કે 6 નવેમ્બર ? નોંઘી લો આ વસુ બારસના તહેવારની સાચી તારીખ અને શુભ મુહૂર્ત

Diwali 2026: દિવાળીની સફાઈ કરતી વખતે આ 5 વસ્તુઓ ભૂલથી પણ ફેંકશો નહીં, માન્યતા છે કે ઘરની સુખ-સમૃદ્ધિ થઈ શકે છે દૂર

Ravi Pushya Nakshtra- રવિ પુષ્ય નક્ષત્રમાં શું કરવું જોઈએ?

Aaj Nu Panchang- આજનુ પંચાગ -1 નવેમ્બર, 2026

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 31 ઓક્ટોબર, 2026

આગળનો લેખ
Show comments