Daily Horoscope
✕

હવે ઘરે જ બનાવો - ચટાકેદાર સુરતી ઊંધિયુ

Updated: મંગળવાર, 4 ડિસેમ્બર 2018 (17:21 IST)
સામગ્રી- આદુ મરચાનું પેસ્ટ એક ચમચી, પાપડી- 500 ગ્રામ, રતાળુ- 250 ગ્રામ, શક્કરિયા 250 ગ્રામ, લીલી તુવેર-200 ગ્રામ, બટાકા -250 ગ્રામ, લીલા ધાણા 100 ગ્રામ, લીલુ લસણ - 50 ગ્રામ, ધાણાજીરુ - બે ચમચી, ભરવા રીંગણ(નાના) 200 ગ્રામ, મીઠુ સ્વાદ મુજબ, કોઈ પણ શાકના મુઠિયા એક વાડકો. ધાણા પાઉડર 2 ટેબલ સ્પૂન, મીઠું સ્વાદ અનુસાર, વાટેલા તલ 50 ગ્રામ, લીલા વટાણા (વાટેલા)500 ગ્રામ, 100 ગ્રામ લીલા કોપરાનું ખમણ, બે ચમચી ખાંડ, એક ચમચી અજમો, અડધી ચમચી ઊંધિયાનો અથવા તો શાકનો ગરમ મસાલો. 

બનાવવાની રીત - એક મોટા જાડા તળિયાના તપેલામાં ચાર પળી તેલ ગરમ કરવા મુકો, વાટેલા લીલાં મરચાં, જીરુ, વાટેલું આદુ, કોથમીર, સમારેલું લીલું લસણ, થોડો ધાણા પાવડર, સ્વાદ અનુસાર મીઠું, વાટેલા તલ, લીલા નાળિયેરનું ખમણ, થોડી ખાંડ, ગરમ મસાલો બધી સામગ્રી એક બાઉલમાં મિક્સ કરી લો. તેલ ગરમ થયા બાદ અજમાનો વઘાર કરવો. વઘાર થાય એટલે તેમાં સાફ કરીને ધોયેલી પાપડીને નાખવી. થોડો સોડા અને થોડું મીઠું નાખીને ચૂલા પર પાંચ મિનિટ સુધી ખદબદવા દેવું. ત્યારબાદ તેની અંદર કાંપા પાડેલા શક્કરિયાં-બટાકા-રીંગણ-રતાળુમાં બાઉલમાં પ્રથમથી તૈયાર કરેલો મસાલો ભરવો અને પાપડીની અંદર ગોઠવીને મૂકી દેવું. ત્યારબાદ તેની ઉપર એક થાળીમાં થોડું પાણી મૂકીને ઢાંકી દેવું, જેથી તપેલામાં ચોંટી ન જાય. થોડી થોડી વારે આને હલાવી લેવું. શાક ચઢી જાય ત્યારબાદ ગેસ બંધ કર્યા પછી તૈયાર મુઠિયાને ગોઠવી દેવા. તપેલાને ઢાંકણું ઢાંકી દેવું. 15 મિનિટ આ શાકને તપેલામાં જ ઢાંકેલું રાખીને કોપરું-કોથમીર-લીલું લસણ ઉપરથી ભભરાવીને પીરસવુ.

વધુ જુઓ..

ચક્રવાત અકવાનની અસર: અનેક જિલ્લાઓમાં વરસાદ; કેટલાક વિસ્તારોમાં પ્રાથમિક શાળાઓ બંધ

આઠ દિવસમાં સોનાના ભાવમાં ₹12,400નો ઘટાડો થયો છે, અને ચાંદીના ભાવમાં ₹1.62 લાખનો ઘટાડો થયો છે

Dev Uthani Ekadashi Vrat Katha In Gujarati - દેવ ઉઠી એકાદશી/પ્રબોધિની એકાદશી વ્રત કથા

દેવઉઠની એકાદશી પર કેટલા દિવા પ્રગટાવવામાં આવે છે ? જાણો સાચો નિયમ

સ્પાઇસજેટ નાણાકીય કટોકટીનો સામનો કરી રહ્યું છે, અનેક ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે; દિલ્હી એરપોર્ટે મુસાફરો માટે સલાહકાર જારી કર્યો છે

વધુ જુઓ..

Dev Uthani Ekadashi Vrat Katha In Gujarati - દેવ ઉઠી એકાદશી/પ્રબોધિની એકાદશી વ્રત કથા

દેવઉઠની એકાદશી પર કેટલા દિવા પ્રગટાવવામાં આવે છે ? જાણો સાચો નિયમ

તુલસી વિવાહ કેમ કરવામાં આવે છે ? જાણો આ દિવસે કયા કામ ન કરવા જોઈએ

Tulsi vihah 2026 - તુલસી વિવાહ કેવી રીતે કરશો?

Aaj Nu Panchang- આજનુ પંચાગ -20 મે 2026

આગળનો લેખ
Show comments