શુક્રવાર, 20 સપ્ટેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Updated : સોમવાર, 1 એપ્રિલ 2019 (17:59 IST)

ફરાળી રેસીપી - સાબૂદાણા અપ્પે

એક વાટકી સાબૂદાના(પલાળેલા) 
બે બટાકા(બાફેલા) 
એક નાની ચમચી કાળી મરી પાઉડર 
બે નાની લીલા મરચાં 
એક વાટકી મગફળી દાણા 
સિંધાલૂણ સ્વાદપ્રમાણે 
 
વિધિ- સૌથી પહેલા શેકેલા મગફળી દાણાને દરદરો વાટી લો. 
- હવે એક વાસણમાં સાબૂદાણા, કાળી મરી પાઉડર, લીલા મરચાં, મગફળી દાણા અને સિંધાલૂણ નાખી સારી રીતે મિક્સ કરી લો. 
- મિશ્રણના બાલ્સ તૈયાર કરી પ્લેટમાં મૂકતા જાઓ. પ્લેટને ચિકણું કરતા ન ભૂલવું. 
- ધીમા તાપ પર અપ્પે સ્ટેંડમાં તેલ લગાવીને ગરમ કરવા માટે મૂકો. 
- તેલ ગરમ થયા પછી બોલ્સ મૂકો અને ઢાકણ ત્રણથી ચાર મિનિટ સુધી શેકવું. 
- નક્કી સમય પછી બૉલ્સ પર હળવું તેલ લગાવીને પલટવું અને બીજા સાઈડથી પણ ચાર મિનિટ સુધી શેકવું. 
- તૈયાર છે સાબૂદાનાના અપ્પે. લીલી ચટણી સાથે ગરમ ગરમ સર્વ કરો.