1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Modified: શુક્રવાર, 5 ઑક્ટોબર 2018 (16:58 IST)

આ રીતે બનાવો છાશ રસમ, લાગે છે ખૂબજ સ્વાદિષ્ટ

chhas rasam -webdunia gujarati recipe
છાશ અને રસમ જુદા જુદા કરીતો તમે ઘણી વાર બનાવ્યું હશે પણ હવે એક વાર તેને એકસાથે બનાવીને જુઓ. આ ખાવામાં ખૂબ સરસ લાગે છે. 
 
જરૂરી સામગ્રી 
એક મોટી વાટકી દહીં 
અડ્ધી ચમચી જીરું 
અડધી ચમચી રાઈ 
અડધી ચમચી મેથા દાણા 
એક લીલા મરચા 
એક નાની ચમચી છીણેલું આદું 
બે ડુંગળી 
લીમડો 
હળદર 
ચપટી હીંગ 
મીઠું સ્વાદપ્રમાણે 
 
વિધિ 
- સૌથી પહેલા મધ્યમ તાપ પર એક પેનમા તેલ ગરમ કરવા મૂકો. 
- તેલ ગરમ થતાં  જીરું રાઈ અને મેથા નાખો. 
- તેના તડ તડ થતાં જ તેમાં લીલા મરચાં, આદું, ડુંગળી અને લીમડો નાખી સંતાળો. 
- હીંગ, હળદર અને   મીઠું નાખો. 
- હવે તેમાં દહીં નાખી સતત ચલાવતા રહો જ્યારે સુધી તેમાં ઉકાળ ન આવી જાય. 
- એક વાર ઉકાળ આવ્યા પછી તેને આશરે 5 મિનિટ સુધી ઉકાણો અને તાપ બંદ કરી નાખો. 
- તૈયાર છે છાશ રસમ. ગર્માગર્મ સર્વ કરો.