Biodata Maker

Home Tips - ખૂબ કામના છે આ નાના-નાના ટિપ્સ

મંગળવાર, 21 ફેબ્રુઆરી 2017 (17:50 IST)
એવુ કહેવાય છે કે કોઈના ઘરની સાફ-સફાઈ જોવી હોય તો આખુ ઘર ફરવાની જરૂર નથી. રસોડાને જોઈને જ એ ઘર વિશે બધુ જ ખબર પડી જાય છે.   રસોડા સાથે જ ઘરના સભ્યોનુ સ્વાસ્થ્ય જોડાયુ છે.  સ્ત્રીઓને કિચન ઉપરાંત ઘરના બાકી કામો તરફ પણ ધ્યાન આપવુ પડે છે.  આજે અમે તમને આવા કેટલાક સ્માર્ટ ટિપ્સ બતાવી રહ્યા છે જેનાથી તમને ઘરના કામમાં સરળતા પડશે. 
 
1. રસોડામાં તેલ કે ઘી પડી જાય તો તેના પર બ્લીચિંગ પાવડર નાખી દો. તેને બ્રશ સાથે હળવા હાથે રગડીને સાફ કરો. ફર્શ ચમકી જશે અને ચિકાશ ખતમ થઈ જશે. 
2. નૂડલ્સ, મૈકરોની કે પાસ્તા ઉકાળ્યા પછી તેને ઠંડા પાણીમાં નાખીને ધુવો. તેને કારણે આ ચોટે નહી. 
3. મિક્સર કે બ્લેડ ઝડપી કરવા માટે મહિનામાં 1 વાર તેમા મીઠુ નાખીને ચલાવો ઘાર તેજ થશે. 
4. રસોડામાં ખાંડના ડબ્બા પર કીડીઓ થઈ જાય તો ડબ્બામાં 6-7 લવિંગ નાખી દો. તેનાથી કીડીઓ નાસી જશે. 
5. કેક બનાવી રહ્યા છો તો 1 ચમચી ખાંડને સોનેરી થતા સુધી પકાવો અને તેને કેકના મિક્સચરમાં સારી રીતે મિક્સ કરી લો.  આનાથી કેકનો રંગ સારો આવશે. 
6. લીંબૂ પડ્યા પડ્યા સુકાય ગયા હોય તો તેનો ઉપયોગ કરવાના 5 મિનિટ પહેલા ગરમ પાણીમાં ડુબાડી રાખો 
7. ફર્શ ગંદી લાગી રહી હોય તો પાણીમાં 1 કપ સિરકા નાખીને સાફ કરવાથી તે ચમકી જશે. 
8. દાળ બનાવતી વખતે તેમા 1 ચપટી હળદર અને 2 ટીપા બદામનુ તેલ નાખી દો. તેનાથી દાળ સ્વાદિષ્ટ બનશે. 
9. રાત્રે ચણા પલાળવાનુ ભૂલી જાવ તો સવારે તેને બનાવવાના એક કલાક પહેલા ઉકળતા પાણીમાં પલાળી મુકો. 
10. મરચાના ડબ્બામાં થોડીક હિંગ નાખી દો.  તેનાથી મરચુ જલ્દી ખરાબ નહી થાય. 

વધુ જુઓ..

દિલ્હીમાં ગેસ સિલિન્ડરોના કાળાબજાર સામે કાર્યવાહી

અજમેરમાં મોટી દુર્ઘટના: મુસાફરોથી ભરેલી બસ 150 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ જર્મનીની મુલાકાત લેશે

19 April Gold Silver Prices- શું સોનું અને ચાંદી વધુ મોંઘુ થયું કે સસ્તું? શું આખા અઠવાડિયા દરમિયાન ભાવમાં અસ્થિરતા રહી? નવીનતમ ભાવ જાણો.

PBKS vs LSG- શું લખનૌ પંજાબની જીતની ગતિને રોકી શકશે? બંને ટીમોનો IPL રેકોર્ડ અહીં છે.

વધુ જુઓ..

Mahabharat : દ્રૌપદીના સુંદર શરીરનું રહસ્ય શું હતું?

Akshay Tritiya- અક્ષય તૃતીયાની સરળ પૂજાવિધિ અને વ્રત કથા

Aaj nu panchang - આજનુ પંંચાંગ - 19 એપ્રિલ

અક્ષય તૃતિયા 2026 પર કાર-બાઈક ખરીદવાનું શુભ મુહૂર્ત શું રહેશે ? જાણો શુભ મુહૂર્ત અને રાશી મુજબ ગાડીનો કલર

Happy Akshaya Tritiya Wishes : અક્ષય તૃતીયા પર તમારા મિત્રો અને સંબંધીઓને મોકલો અક્ષય તૃતીયાની શુભેચ્છા...વરસશે માતા લક્ષ્મીની કૃપા

આગળનો લેખ
Show comments